શું નીચેના લક્ષણો છે તમારા બાળકમાં ?

તમે જે બાળકને નાનું અને ખુશ સમજી રહ્યા છો તે પોતે માનસિક તાણ  પણ અનુભવતું હોય છે. જરા વિચારો થોડો સમય તેના માટે કાઢો, નહીતો પાછળથી તે પરિસ્થિતિ કાબુ બહાર થઇ જશે.

જયારે પુખ્ત્વયનો માણસ જયારે પોતે કોઈ માનસિક તાણ અનુભવે તો તે મનોચિકિત્સકની મદદ કે પોતે કોઈ વડીલોની સલાહ લેતો હોય છે, અને આજકાલ તો ફેસબુક, યુ-ટુબ જેવા સોસીયલ મીડિયાની સલાહ પણ લઇ લેતા હોય છે. આમ તે લોકો કોઈ પણ રસ્તો કાઢીને પોતાની મુંજવણનું સોલ્યુશન કરી લેતા હોય છે.

પણ મુખ્ય પ્રશ્ન એ છે કે જયારે તમારું બાળક કોઈ માનસિક તાણ અનુભવી રહ્યું હોય છે ત્યારે શું થાય છે? એ બાળક કોઈને કહી પણ નથી શકતું અને પોતે પોતાના કોઈ પ્રશ્નનું નિરાકરણ પણ નથી કરી શકતું.

આજ કાલ મોટા લોકો પણ બાળકોને સમજવામાં પણ ભૂલ કરે છે, તેઓ ને એમ લાગે છે કે નાના બાળકોને શું તકલીફ હોવાની ? પણ એ આપણી સૌથી મોટી ભૂલ છે, સૌથી મોટી તકલીફ તો બાળકોને જ હોય છે આપના બીઝનેસ કરતા પણ મોટી અને આપની સામાજિક તકલીફ કરતા પણ મોટી. બાળકોની તકલીફો ભલે નાની હોય પણ તેના કુમળા મન પર તે તકલીફો ધીમે ધીમે માનસિક રોગના મુળિયા મુકવાનું કામ કરે છે. અને જો સમય સર તમે તેને ના સમજો તો લાંબા સમયે તમારું બાળક એક માનસિક રોગી માં પણ ફેરવાઈ જાય છે,

તો ચાલો જાણીએ કે બાળકની કઈ એવી સ્થિતિ છે, જેનાથી આપણને ખબર પડી શકે કે બાળક કોઈ મુંજવણ અનુભવી રહ્યું છે.  

(૧) વારંવાર નખ ચાવવા

જો કોઈ બાળક વારંવાર નખ ચાવતું હોય અને તમારી જોડે યોગ્ય રીતે વાત ના કરી શકતું હોય તો ચેતી જજો કે તમારું બાળક માનસિક રીતે તાણ અનુભવતું હોઈ શકે છે.

તેની તરફ યોગ્ય ધ્યાન આપીને તમે તેને કમ્ફર્ટેબલ કાર્ય બાદ તેની મુંજવણ પૂછી શકો છો. જો તમારું બાળક એક ગર્લ હોય તો તેની માતા તેની સાથે યોગ્ય રીતે વાત કરી શકે છે. ક્યારેક ગર્લ્સ ના કોઈ હોર્મોન્સના ફેરફાર હોય તો પણ તે મુંજવણમાં આવી જતી હોય છે.

(૨) કોઈ કારણ વગર ગુસ્સે થઇ જતું હોય તો.

જો તમારું બાળક કોઈ કારણ વગર પણ ગુસ્સે થઇ જતું હોય, જે તે ચીજોના ઘા કરી દેતું હોય તો, તેમજ તેનો ગુસ્સે થયા બાદ તેનો પોતાના પણ કોઈ કાબુ ના રહેતો હોય તો તે કોઈ માનસિક તાણ અનુભવતું હોય તેમ માનવું જોઈએ,

આમ ત્યારે થાય છે કે જયારે ઘરના વ્યક્તિ કોઈ સરખું ધ્યાન આપતા નથી હોતા ત્યારે બાળક પોતાના મનમાં આવે તેવું ગુસ્સે ભર્યું વર્તન કરતુ હોય છે. વારંવાર બાળકને ઇગ્નોર કર્યા કરવાથી પણ આમ થવાની સંભાવના હોય છે.

(૩) કોઈની સાથે વાર કરવામાં બાળક છોછ અનુભવતું હોય તો.

જો તમારું બાળક કોઈની સાથે વાત કરવામાં છોછ અનુભવતું હોય, વારંવાર શરમના માર્યા કંઈ બોલી ન શકતું હોય, કઈ બોલવામાં ગભરાઈ જતું હોય તો તેની પાછળ કોઈ મોટું કારણ અથવા ભૂતકાળમાં લાગેલ દર હોય છે.

તમારે બાળકને પ્રેમ થી પાસે બોલાવી ધીરેથી આવું કેમ થઇ રહ્યું છે તે જાણવાની કોશિશ કરવી જોઈએ અથવા કોઈ સારા મનોચિકિત્સકની સલાહ લેવા જવું જોઈએ.

(૪) બાળક ગુમસુમ એકલું બેસી રહેતું હોય તો.

જો તમારું બાળક કોઈની સાથે વાત ના કરવા માગતું હોય અને અને જયારે બીજા બાળકો બહાર ગ્રાઉન્ડમાં રમતા હોય ત્યારે તમારું બાળક એકલું ઘરમાં બેસી રહેવા જીદ કરતુ હોય અને તે એકલું ગુમસુમ બેસી રહેતું હોય ત્યારે તેને કોઈ તકલીફ હશે તેમ જાણવું જોઈએ.

એકલા બેસી રહેતા બાળકને નારાજ હોવાનું કારણ પૂછવું અને શક્ય હોય તો બાળકોના સ્પેશીયલ ડોક્ટરની સલાહ લેવી

(૫) બાળક ગમે તે પણ વસ્તુ લેવાની જીદ કરતુ હોય

બાળકની હમેશા આદત બનેલી હોય છે કે કોઈ નવી વસ્તુ કે રમકડું જોઈ જાય તો તેને લેવા માટે જીદ કરે છે. કોઈ બાળક જો વધુ પડતી જીદ કરે તો જીદ પાછળ  કોઈ બીજું જ કારણ હોવાનું શક્ય હોય છે. બાળકની જીદ માટે દર વખતે પૂરી કરવાની આદત ના પાડો. નહીતો બાળક માટે જીદ પણ એક બીમારી બની શકે છે.

જીદ્દી બાળકો મોટા થઈને તેની મનમાની જ કર્યા કરે તો તે લાંબા સમયે માં-બાપ અને સમાજ માટે એક ખતરો પણ બની શકે છે.

(૬) એકલું એકલું બોલ્યા કરતુ બાળક.

જો કોઈ બાળક ભણવાના સમયે એકલું એકલું બોલ્યા કરીને કઈ યાદ રાખવાની કોશિશ કરે તો ઠીક કહેવાય, પણ અમુક બાળકો કોઈ કારણ ના હોવા છતાં એકલા એકલા બોલ્યા કરે છે, એટલે કે પોતાની જાત સાથે વાત કાર્ય કરે છે. તેની આ બાબતને સામાન્ય બાબત કહી એ અથવા તો સમય જતા બંધ થઇ જશે એવું માની નજર અંદાજ ના કરાય. તે માટે જલ્દી થી જ મનોચિકિત્સક પાસે જઈ અવશ્ય તેની રાય લેવી જોઈએ.

કદાચ તેની પાછળ કોઈ એવી બાબત હોઈ શકે કે બાળક તમને કોઈ વાત શેર કરવા માગતું હોય પણ તમે જો તેને પુરતું ધ્યાન ના આપો તો તે પોતાની જાત સાથે જ વાત કરવાની આદત બનાવી લેતું હોય છે.

(૭) દરેક વાતમાં ના બોલતું બાળક

જો તમારું બાળક બધી વાતમાં ના બોલતું હોય કે,  હું આ નહિ કરી શકું, મારાથી આ નહિ થાય, મને એ નથી ગમતું જેવા વાક્યો વારંવાર જો બોલ્યા કરતુ હોય તો જાણવું કે તે કોઈ રીતે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠું છે. તેનામાં આત્મવિશ્વાસ ફરીથી જગાવવા માટે આપણે તેનો સાથ આપવો જોઈએ. ડોક્ટર ની સલાહ લઈને જરૂરી સ્ટેપને ફોલો કરવા જોઈએ. નહીતો બાળકમાં સદાને માટે આત્મા વિશ્વાસની કમી રહી જશે. અને મોટું થયા બાદ તે સોસાયટીમાં પોતાનું સ્થાન એક બોજારૂપ માણસ તરીકે પણ કરવા લાગશે.

(૮) જો બાળકની ઈચ્છાને પુરતું ધ્યાન ના આપાય તો

જો બાળકની ઇચ્છાપર પુરતું ધ્યાન ના આપાય તો તે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી શકે છે, જો બાળક કોઈ નવી જગ્યા પર ફરવા જવા માગતું હોય, અથવા પોતાની જાતે જ કોઈ પણ કામ કરવા માગતું હોય પણ તમે જો તેની ઈચ્છાને દર વખતે ઇગ્નોર કરતા રહો તો તે તમને લાંબા સમયે કોઈ વાત કહેશે નહિ અને ધીમે ધીમે પોતાના માં એકલું ગુમસુમ રહીને તમારા થી અને સોસાયટી થી દુર થતું જાય છે. લાંબા સમયે આવા બાળકોને મોટા મનોચિકિત્સક પાસે લઇ જવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.

જો તમે એક માતા-પિતા છો અથવા તો ભવિષ્યમાં બનવાના છો તો ઉપરની દરેક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. આ નાની લાગતી બાબત પણ મોટું સ્વરૂપ ક્યારેક લઇ લેતી હોય છે.

જો બની શકે તો તમે તમારા બાળક સાથે દિવસનો થોડો સમય ચોક્કસ વિતાવો એટલે તે હંમેશા તમારી સાથે હળીમળીણે રહી શકે અને પોતાની વિકાસ પણ યોગ્ય રીતે કરતું  રહે. અમુક સંજોગોને બાદ કરતા જો બાળકોને મનોચિકિત્સક પાસે લઇ જવા પડે તો વાત તો માતાપિતા માટે શરમ જનક કહેવાય, બાળકના અધૂરા વિકાસ માટે તે લોકો જ જવાબદાર છે.

જો લેખ ગમ્યો હોય તો મિત્રોને પણ શેર કરી શકો છો, તે પણ તેમના બાળકની સંભાળ રાખવાના જરૂરી મુદ્દા વાચી અને તેના પર અમલ કરી શકે.

   વાચક મિત્રો

 લેખ વાચવા માટે ધન્યવાદ. facebook.com/gujaratdayro

Leave a Comment