દૂધ સવારે નહિ પરંતુ જો આ સમયે પીશો તો મળશે તમને અમૃત જેવા તેના તમામ ગુણ… જાણો ક્યાં સમયે પીવું.

0
3506
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🥛 સવારે દૂધ પીવું તે તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે, શા માટે ક્યારેય સવારે દૂધ ન પીવું જોઈએ. 🥛

મિત્રો ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત દૂધથી કરતા હોય છે તેમજ બાળકોને પણ નાસ્તો ન કરે તો દૂધ આપતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે સવારમાં ભૂલથી પણ ક્યારેય દૂધ ન પીવું જોઈએ. તે તમારા સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. અને તે પણ અમે જણાવશું કે શા માટે તે હિતાવહ નથી અને સાથે સાથે તે પણ જણાવશું કે તમારે સવારે નહિ તો પછી ક્યારે દૂધ પીવું જોઈએ અને જો તમે તેના ચોક્કસ સમયે દૂધ પીઓ તો શું ફાયદો થાય છે. માટે દરેક વ્યક્તિ આ આર્ટીકલ જરૂર વાંચે જેથી તે શારીરિક રીતે વધારેને વધારે સ્વસ્થ બની શકે.

Image Source :

🥛 ભગવાને માણસના શરીરની ખુબ જ સૂંદર રચના કરી છે. તેના અલગ જ નિયમો અને કાર્યો છે. તેમજ આપણા શરીરના દરેક અંગ પોતાનું અલગ અલગ કાર્ય કરતા હોય છે અને આપણને જીવંત રાખતા હોય છે. માટે આપણે પણ આપણા શરીરને હંમેશા યોગ્ય હોય તેજ પ્રમાણે ખોરાક દેવો જોઈએ. તેવી જ રીતે દૂધ, જ્યુસ કે છાશ જેવા પ્રવાહી તમે ગમે ત્યારે ન પી શકો કે ચાલો ગમે ત્યારે ઈચ્છા થઇ અને પીય લીધું.

🥛 તમારા શરીરના અંગો અને તેની પ્રક્રિયા અને પ્રકૃતિના નિયમ આધારે આ વસ્તુઓના સેવનનો એક સમય હોય છે જે ઘણા ઓછા લોકો જાણતા હશે. મિત્રો જો ચોક્કસ સમયે તમે તે વસ્તુનું સેવન કરો તો તેના ખુબ જ ફાયદાઓ થતા હોય છે. કારણ કે તે સમય આપણા શરીર અને પ્રકૃતિ બંનેને અનુકુળ હોય છે. તો ચાલો જાણીએ તે યોગ્ય સમય શું છે અને જો તે યોગ્ય સમયે તેનું સેવન કરવામાં આવે તો ક્યાં ક્યાં લાભો આપણા શરીરને મળે છે તેના વિશે.

Image Source :

🥛 પ્રવાહી વસ્તુઓના સેવનનો યોગ્ય સમય: 🥛

🥛 મિત્રો સવારના નાસ્તા બાદ તમારે જ્યુસનું સેવન કરવું જોઈએ જેમ કે સંતરાનું જ્યુસ, મોસંબીનું જ્યુસ, કેરીનો રસ વગેરે. બપોરનું ભોજન લીધા બાદ તમારે છાસનું સેવન કરવું જોઈએ અને દૂધનું સેવન હંમેશા રાત્રિનું ભોજન કર્યા બાદ જ કરવું જોઈએ. ક્યારેય પણ આ સમયમાં ફેરફાર કરીને તેનું આડાઅવળા સમયે કે ગમે ત્યારે સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી તેના તત્વોનો કોઈ ફાયદો નથી મળતો અને ઉલટાનું નુકસાન થવાની સંભાવના વધે છે.

🥛 શા માટે તેના ચોક્કસ સમયે તેનું સેવન કરવું તેની પાછળનું વિજ્ઞાન: 🥛

🥛 મિત્રો અહીં જે વાત કરેલી છે જે સમયનો અમે ઉલ્લેખ કર્યો છે તે કોઈ ધારણાઓ નથી પરંતુ તેની પાછળ પણ એક વિજ્ઞાન રહેલું છે. આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં જે પણ લખેલું છે તેની પાછળ કંઈને કંઈ વિજ્ઞાન તો રહેલું જ છે. અને તે એકદમ સચોટ છે કારણ કે વિજ્ઞાનમાંથી આયુર્વેદ શાસ્ત્રો નથી બન્યા, પરંતુ આપણા શાસ્ત્રો પરથી વિજ્ઞાન બન્યું છે ખાસ કરીને વાત કરીએ તો મેડીકલ સાયન્સ. પહેલાના સમયમાં પણ બધી જ વસ્તુની દવા અને ઈલાજો હતા. તેમજ શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશનો પણ થતા.  મેડીકલે જે નિયમો અપનાવ્યા છે તે શાસ્ત્રોના જ  છે. પરંતુ તેમની ટેકનોલોજી અને ટેકનીક થોડી બદલાય ગઈ છે. તો આપણે આપણા મુખ્ય ટોપિક પર વાત કરીએ કે શું કારણ છે તે સમયનું.

Image Source :

🥛 મિત્રો આપણા શરીરમાં મુખ્ય ત્રણ  દોષો રહેલા છે વાત એટલે કે વાયુ, પિત્ત અને કફ. આ ત્રણેય વધારે ઓછા કે સંતુલિત પ્રમાણમાં દરેક વ્યક્તિના શરીરમાં રહેલા હોય છે. અને અમૂક કાર્યો માટે તે જરૂરી પણ છે પરંતુ જો તેનું સંતુલન બગડી જાય તો માણસને શારીરક સમસ્યાઓ ઉદ્દભવી શકે  છે. માટે તેને સંતુલનમાં રાખવા માટે જ આપણે જ્યુસ, છાસ અને દૂધનું અનુકુળ સમયે જ સેવન કરવું જોઈએ.

🥛 મિત્રો આ ત્રણ દોષોના આધારે જ તેનો સમય નક્કી થયેલો છે. તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે તમારા શરીરમાં વાયુનું વધારે પ્રમાણ હોય છે અને તે વાયુ પણ  આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે કારણ કે તે વાયુના કારણે જ મળ-મૂત્ર વિસર્જન થાય છે અને જો તે ન થાય તો માણસ શરીરની અંદર ઘણું ઝેર ભરેલું રહી જાય છે તેવું કહીએ તો પણ ખોટું નથી. વાયુનું પ્રમાણ વધારે હોય ત્યારે હંમેશા તેને થોડો સંતુલિત અને શાંત કરે તેવી વસ્તુનું સેવન કરવું જોઈએ. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે વાતાવરણ ખુબ જ ગરમી અને ભેજવાળું હોય ત્યારે વરસાદ થઇ જાય તો શાંતિ થઇ જાય છે. મતલબ કે પાણી તેને કંટ્રોલ કરી શકે છે. તેવી જ રીતે સવારે જ્યુસ આપણા વાયુને કંટ્રોલ કરે છે કારણ કે જ્યુસ પાણી જેવું જ હોય છે.

Image Source :

🥛 હવે વાત કરીએ પિત્તની તો મિત્રો બપોરે સૂર્યની ગરમી પણ વધારે હોય છે અને તે ગરમીને આપણા પેટ સાથે સીધો સંબંધ છે. પેટની અગ્નિ પણ વધશે માટે તમારે એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જે તેને શાંતિ અને ઠંડક પ્રદાન કરે અને તે છે ગાયનું ઘી તથા છાસ પરંતુ આપણે છાસ પીઈએ તો વધારે સારું રહે છે.

🥛 હવે વાત કરીએ કફની તો મિત્રો રાત્રીના સમયે કફનો પ્રભાવ વધારે હોય છે તેથી રાત્રે ગાયના દૂધનું સેવન કરવું જોઈએ. કારણ કે ગાયનું દૂધ કફ માટે ખુબ જ લાભદાયી હોય છે. ગાયના દૂધમાં જ તે ગુણો રહેલા છે બાકી તો તમારા કફને કોઈ પણ વસ્ત્તું અસર નહિ કરે.

🥛 તો આ રીતે તમે જો ઉચિત સમયે યોગ્ય વસ્તુનું સેવન કરો તો તમને ખુબ જ લાભ થાય છે તેમજ બીમારીઓ પણ દૂર રહે છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here