સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય માટે બેસ્ટ શું ? રનીંગ કે વોકિંગ શું તમને ખબર છે ? જાણો અહીં તમે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🏃 દોડવું જોઈએ કે ચાલવું જોઈએ….. 🏃

🏃 મિત્રો આજે મેં તમને સ્વાસ્થ્ય વિષે ખુબ જ મહત્વની જાણકારી આપવા જઈ રહ્યા છીએ તે જાણીને તમને પણ નવાઈ લાગશે કે શું આપણા વ્યાયામ કરવાથી પણ આવા થઇ શકે છે ફેરફાર તો આજે આપણે જાણીશું કે આપણે સવારે જ્યારે વોકીગ કરવા જઈએ ત્યારે દોડવું જોઈએ કે માત્ર વોકિંગ કરવું જોઈએ તેનું સોલ્યુશન આજે તમને જણાવશું.

Image Source :

🏃 સવારમાં ચાલવું જોઈએ કે પછી દોડવું જોઈએ તેવા પ્રશ્ન ને લઈને ઘણા લોકો પરેશાન હોય છે. અને તે કન્ફયુઝનમાં હોય છે. એવું નથી કે આપણને જ આ પ્રશ્ન થાય છે પરંતુ આખી દુનિયામાં  ઘણા બધા લોકો હોય છે તેના આ પ્રશ્ન થાય છે જે સ્વાસ્થ્ય માટે ચિંતા કરતા હોય છે. વિદ્વાનોનું કહેવું છે કે સવારે દોડવું અને ચાલવું તે બંનેની અસર આપણા શરીર પર અલગ અલગ પડે છે.

🏃ક્યાં લોકોએ ચાલવું જોઈએ, ક્યાં લોકોએ દોડવું જોઈએ, તેના શું ફાયદા છે, નુકસાન છે તે આજે આપણે આ આર્ટીકલ દ્વારા જાણીશું.

🏃 ચાલવું અને દોડવું એ એવી શારીરિક ક્રિયા છે જેને આદોડવું પણી શારીરિક તંદુરસ્તી માટે ખુબ જ મહત્વના માનવામાં આવે છે. પરંતુ ઘણા બધા લોકો છે જેને એક પ્રશ્ન છે કે સવારે દોડવું જોઈએ કે પછી ચાલવું જોઈએ. આમ આપણે જોઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે બંને ફાયદાકારક હોય છે. આ બંને ક્રિયા એવી છે જેમાં આપણા શરીરની ઘણી બધી કેલેરી ખર્ચ થાય છે.

Image Source :

🏃 જેટલી કેલેરીને આપણે 50 મિનીટ ચાલીને ઓછી કરીએ છીએ તેટલી કેલેરીને માત્ર 20 મિનીટમાં ઓછી કરી શકીએ છીએ. તેના માટે આપણે 20 મિનીટ દોડવું પડે છે. જો આપણે 20 મિનીટ ચાલીએ અને 20 મિનીટ દોડીએ તો તે સ્થિતિમાં આપણને દોડવાનો વધારે ફાયદો થાય છે. પરંતુ દરેક વ્યક્તિનું શરીર શારીરિક ક્રિયા માટે અલગ અલગ પ્રકારનું બનેલું હોય છે. એટલા માટે આપણા ઘરમાં કોઈ વ્યક્તિ 45 મિનીટ દોડતા હોય છે તો જે વ્યકિત કસરત નથી કરતા અને કરે છે તે બંનેના શરીર પર તેનો અલગ અલગ પ્રભાવ પડે છે. ચાલો આપણે તેને સરળ રીતે સમજીએ.

🏃 આપણે માની લઈએ કે એક વ્યક્તિ 70 કિલો વજનનો હોય અને તે એક કલાક દોડતા હોય તો તે 800 કેલેરી બાળે છે. અને બીજી બાજુ એક વ્યક્તિ  એક કલાક ચાલે તો તે માત્ર 300 કેલેરી જ બાળી શકે છે. જો આપણે આ બંનેમાં કમ્પેર કરીએ તો વજન ઘટાડવામાં અને કેલેરીને ઓછી કરવા માટે દોડવું વધારે મહત્વનું માનવામાં આવે છે.

Image Source :

🏃 એક અધ્યનમાં જાણવા મળ્યું છે કે ચાલવા વાળા લોકો કરતા દોડવા વાળા લોકોનું બોડી માંસપેશી ખુબ  મજબુત હોય છે. જો પગના હાડકાઓની આપણે વાત કરીએ તો બંનેનો હાડકાઓ પર સકારાત્મક પ્રભાવ જ પડે છે.

🏃 રનીંગ અને વોકિંગથી હાડકાની કેપેસીટી વધે છે અને આપણા હાડકા મજબુત થાય છે. જે આપણા માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે. જો આપણે હૃદયની વાત કરીએ તો હૃદય માટે ચાલવું તે ખુબ જ લાભદાયક રહે છે. જો આપણો ઉદ્દેશ્ય વજન ઘટાડવાનો હોય તો દોડવું જોઈએ અને આપણે જો આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો તેના માટે ચાલવું ખુબ જ સારું પરિણામ આપે છે.

Image Source :

🏃રોજ દોડવાથી આપણા શરીરના મેટાબોલીઝમની ગતિ વધી જાય છે. એટલા માટે વધારે ઉર્જા ખર્ચ થાય છે. દોડવાથી પેટમાં પેપટાઈ વાય વાઈ એન્ઝાઈમનું નિર્માણ અધિક માત્રામાં થાય છે. તે એન્ઝાઈમનું કામ હોય છે ભૂખને નિયંત્રિત કરવું. જો આપણે દોડતા હોઈએ તો જે લોકો ચાલતા હોય છે તેની માત્રા કરતા આપણે ભોજન ઓછું લઈએ છીએ. એટલા માટે દોડવા વાળા લોકોનું વજન ચાલવા વાળા લોકો કરતા ઓછું પણ રહે છે.

🏃 તો આ હતો દોડવા અને ચાલવા વચ્ચેનો ફર્ક. જો આપણો વજન વધારે હોય અને વજન ઘટાડવા વિષે વિચારી રહ્યા હોઈએ તો આપણા માટે દોડવું ખુબ જ સારો ઉપાય છે. પરંતુ જો શુગર અને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેના માટે ચાલવાનું ખુબ જ મહત્વનું હોય છે. તેનાથી આપણું હૃદય સ્વસ્થ તો રહે જે છે સાથે સાથે શુગરની સમસ્યાથી પણ લાભ મળે છે. તો સવારે આપણે આપણી શક્તિ અને અનુકુળતા પ્રમાણે દોડી અથવા ચાલી શકીએ છીએ. તે નક્કી કરવાનું છે તમારે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *