સૌથી “પવિત્ર જડીબુટ્ટી” આ ઔષધિના પાંદ અને ચા પીવા માત્રથી થાય છે આવા ફાયદા

🌿 તુલસી શબ્દનો અર્થ છે. “અતુલનીય છોડ” તુલસી ભારતમાં સૌથી પવિત્ર જડીબુટ્ટી માનવામાં આવે છે. અને તેને “જડીબુટ્ટીઓની રાણી”  પણ કહેવામાં આવે છે.

🌿 તુલસી એક સુગંધિત જડીબુટ્ટીછે. જે સૌથી વધારે રસોઈ બનવવાના એક મસાલા રૂપે પ્રયોગમાં લેવામાં આવે છે. પરંતુ તુલસી પોતાના વિભિન્ન સ્વાસ્થ્ય લાભોના કારણે  ખુબ જ લોક પ્રિય છે. તુલસીના પાંદડા તેમજ ફૂલોમાં ઘણા રાસાયણિક તત્વો રહેલા છે. જે બીમારીને અટકાવવા અને સ્વાસ્થ્ય સુધારવામાં ઉપયોગી છે.

🌿 તુલસી ઓછી કેલેરી વળી જડીબુટ્ટી છે. જે બળતરા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. અને જીવાણું વિરોધી ગુણોથી સમૃદ્ધ છે. આ ઉપરાંત તેમાં વિટામીન એ, સી, અને કે, મેન્ગનીઝ, તાંબુ, કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, અને ઓમંગા ૩ ફેટ્સ જેવા પોષક તત્વો રહેલા છે. તુલસી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. જેના વિષે વિસ્તારથી જાણીએ.

🌿 તુલસીના પાંદડા શરદી અને તાવના ઈલાજ માટે ઉપયોગમાં લેવાય છે. શરદી અને તાવમાં રાહત માટે તાજા તુલસીના પાંદડા ચાવી લેવા. વરસાદની ઋતુમાં મેલેરિયા અને ડેન્ગ્યુના તાવનો ખતરો રહે છે. તેમાં તુલસીના કોમલ પાંદડા પાણીમાં ઉકાળી સેવન કરવું જોઈએ તેનાથી સુરક્ષા મળે છે.

🌿 જયારે વધારે તાવ આવ્યો હોય ત્યારે એક કપ પાણીમાં તુલસીના,  પાંદડા તેમજ એલચી પાવડર નાખી તેને ઉકાળી,કઢી બનાવી દિવસમાં એક વાર પીવો. તુલસીના પાંદડાનો રસ તીવ્ર તાવને ઓછો કરી શકે છે. આ ઉપરાંત શરદી માટે તુલસી, આદુ, કાળામરીણા,દૂધવાળી ચા પીવાથી ખુબ આરામ મળે છે.

🌿 તુલસીના પાંદ તણાવને દુર કરે છે. વિવિધ અધ્યયનો પરથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડા તણાવ દુર કરે છે. દિવસમાં બે વખત 10 થી 12 તુલસીના પાંદ ચાવવાથી  તણાવ સંબંધી બીમારીઓ અટકાવી શકાય છે. તુલસીના પાંદડા રોજ ચાવવાથી આપણું લોહી પણ શુદ્ધ થાય છે.

🌿 આંખો માટે ઉપયોગી છે. સો ગ્રામ તાજા તુલસીના પાંદડામાંથી ઉચિત પ્રમાણમાં વિટામીન A મળે છે. વિટામીન A માં એન્ટીઓક્સીડન્ટ ગુણ છે. અને તે સ્વસ્થ આંખો માટે આવશ્યક છે. તાજો તુલસીનો રસ આંખના સોજા અને રતાંધળા માટે ફાયદાકારક છે. સામાન્ય રીતે આંખ માટે વિટામીન Aની ઉણપ  જવાબદાર હોય છે. આંખના સોજા માટે રોજે સુતા પહેલા કાળા તુલસીના બે ટીપા સોજા વાળી આંખમાં નાખવાથી રાહત મળે છે.

🌿 તુલસી ઉધરસમાં સીરપ જેવું એક મહત્વપૂર્ણ ઘટક હોય છે. પરંતુ સીરપ ખરીદવાને બદલે તમે ઘરમાં જ એક ઔષધી બનાવી શકો છો જે તેટલી જ અસરકારક હોય છે. આઠ તુલસીના પાંદડા અને પાંચ લવિંગ લો. એક કપમાં પાણી  નાખી દસ મિનીટ સુધી ઉકાળી લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી શકો છો.અને પી જવું.

🌿 તુલસી ખરાબ શ્વાસ અને પાયરીયા તેમજ કફની અન્ય બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

એક કે બે દિવસ તાજા તુલસીના પાંદ તડકે સુકવી દો. પાંદડા સુકાયા બાદ તેનો પાવડર બનાવી લો. 🌿 તેનો ઉપયોગ તમારા દાંતને બ્રશ કરવા માટે કરો. 🌿 તમે સરસોના તેલ સાથે તે પાવડર મિક્સ કરી પ્રાકૃતિક ટુથપેસ્ટ બનાવી શકો. 🌿 તમે આનો ઉપયોગ ખરાબ શ્વાસથી છુટકારો મેળવવા માટે તમારા પેઢામાં માલીસ પણ કરી શકો છો.

🌿 આ જડીબુટ્ટી ડાઘ તેમજ ખીલને રોકે છે. અને તેનાથી પડેલ ખાડા માટે ચિકિત્સા પ્રક્રિયાને તેજ કરે છે. તાજા તુલસીના પાંદડાના રસ દ્વારા ત્વચા પરથી બેક્ટેરિયા હટાવી શકાય છે. તેમજ બેક્ટેરિયા નષ્ટ કરે છે. તુલસી ડાઘ, સોર્યાસીસ અને જીવજંતુના કરડવા જેવી અન્ય સમસ્યાઓના ઈલાજ અંતે પણ ઉપયોગમાં લઇ શકો છો. તાજા તુલસીનો રસ ત્વચાનો સોજો અને જલન ઓછી કરે છે તેમજ ત્વચા નરમ, કોમળઅને સ્વસ્થ બનાવે છે.

🌿 તુલસી માથાના દુઃખાવા માટે સારી દવા છે. કારણ કે, તે માંસપેશીઓને આરામ આપે છે. તુલસી અને ચંદનથી પેસ્ટ માથા પર લાગવાવથી દુખાવામાં રાહત મળે છે. તેમજ તમે દિવસમાં બે વખત તુલસીની ચા પણ પી શકો છો.

તુલસીની ચા બનાવવાની રીત: 🌿 એક કપ ઉકળતા પાણીમાં તાજા તુલસીના પાંદ નાખો પછી અમુક મિનીટ માટે રહેવાદો . પછી ચા ગાળીને પીવાથી તમારો દુઃખાવો  ધીમે ધીમે ઓછો થતો જશે.

🌿 તુલસી  આપણા પાચનતંત્ર માટે પણ મદદરૂપ છે. તમે તુલસીની ચા પીને કબજીયાત, અપચો, બવાસીર જેવી સમસ્યામાં રાહત મેળવી શકો છો. તેમજ  પીરીયડ્સ સમયે ચા પીવાથી દુખાવાની સમસ્યા ઓછી કરી શકો છો.

🌿 કીડનીમાં પથરી નો નાશ કરે છે. તુલસી કિડનીની કાર્યપ્રણાલી પર ખુબ જ પ્રભાવશાળી છે. કિડનીના સમગ્ર કામકાજમાં સુધારો લાવે છે. તેનાથી મૂત્ર માર્ગ દ્વારા પથરી કાઢી શકાય છે. તેના માટે આ પ્રમાણે સેવન કરવું. ખાલી પેટે પાણી સાથે પાંચથી છ તાજા તુલસીના  પાંદડાનું સેવન કરવું.તાજા તુલસીના રસને મધ સાથે સપ્રમાણ માત્રામાં ભેળવી ડો. પાંચ છ મહિના સુધી રોજ તેનું સેવન કરવું.

🌿 તુલસીના સેવન વખતે ધ્યાનમાં લેવાતી બાબતો: 🌿 તુલસી આપણા લોહીને પાતળું કરે છે તેથી લોહી જામતું અટકાવવાની દવા સાથે ન તુલસીનું સેવન ન કરવું જોઈએ. 🌿 ડાયાબીટીસના પીડિત લોકો દવા લેતા હોય તેને તુલસીનું સેવન કરવું નહિ.

🌿 ગર્ભાવસ્થા દરમિયાન વધારે માત્રામાં સેવન ન કરવું તુલસીના સેવનથી ગર્ભ સંકોચાય છે. તેમજ સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ વધારે સેવન ન કરવું

🌿 આ ઉપરાંત આદુ તુલસીની ચા વધારે પીવાથી છાતીમાં બળતરા, એસીડીટી અને બળતરા પેદા થાય છે. 🌿 જે તમારા આંગણામાં તુલસી નથી તો આજે ઉગાડો કારણકે તેના વિશિષ્ટ લાભો જાણ્યા બાદ તાજા તુલસીના પાંદની જરૂર પડશે.          

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ, આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

1 thought on “સૌથી “પવિત્ર જડીબુટ્ટી” આ ઔષધિના પાંદ અને ચા પીવા માત્રથી થાય છે આવા ફાયદા”

  1. તુલસી ના માંજર ચા માં ફુદીના અને આદુ સાથે નાખી ને પી શકાય ? માંજર ના બીજા શું ઉપયોગ કરી શકાય ?

    Reply

Leave a Comment