છોકરીઓ શા માટે બાંધે છે પગમાં કાળો દોરો…. તેનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 છોકરીઓ શા માટે બાંધે છે પગમાં કાળો દોરો…. તેનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો…. 💁

👸 મિત્રો તમે ઘણી વાર છોકરીઓના પગમાં કાળા રંગનો દોરો બાંધેલો જોયો હશે. આ ઉપરાંત બોલીવુડ ના ઘણા હીરો હિરોઈન પણ કાળો દોરો પગમાં બાંધતા જોવા મળ્યા હશે, તેને જોઇને તમારા મનમાં પ્રશ્નો પણ થયા હશે કે શા માટે તે દોરો બાંધવામાં આવે છે અથવા તો તમને તે એક ફેશન લાગી હશે. લગભગ છોકરીઓ પણ પગમાં કાળો દોરો ફેશન માનીને બાંધતી હોય છે અને લગભગ લોકો તે ફેશન પાછળના કારણથી અજાણ હોય છે. પરંતુ મિત્રો તેનું કારણ અને તેનાથી થતા ફાયદા જાણીને તમે પણ લગભગ હંમેશાને માટે પગમાં કાળો દોરો પહેરેલો રાખશો. તો ચાલો જાણીએ તેની પાછળનું રહસ્ય.

Image Source :

👸 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો રંગ શનિદેવ અને કાળનો સૂચક હોય છે અને શનિદેવ આપણને નકારાત્મક ઉર્જાથી બચાવે છે. માટે જો પગમાં કાળો દોરો પહેરવામાં આવે તો આપણે નકારાત્મક ઉર્જાથી બચી શકીએ છીએ. આપણું શરીર પાંચ મુળ તત્વોનું બનેલું હોય છે અને તેનાથી જ આપણને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. પરંતુ કોઈની ખરાબ નજર કે નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો કરી દે છે. માટે જો પગમાં કાળો દોરો બાંધવામાં આવે તો ખરાબ નજર કે નકારાત્મક ઉર્જાનો કોઈ પ્રભાવ પડતો નથી.

👩‍💼 તેનો બીજો ખાસ ફાયદો એ છે કે જે છોકરીઓ પગમાં કાળો દોરો બાંધે છે તે પોતાના રસ્તામાં ભટકતી નથી મતલબ કે સુમાર્ગે ચાલે છે. યુવાની એવો સમય છે કે છોકરો હોય કે છોકરી, તેના મનને વિચલિત કરી દેતી હોય છે અને ક્યારેક તેનો પથભ્રષ્ટ થઇ જતો હોય છે. એટલે કે તેના લક્ષ્ય પર ફોકસ કરવાને બદલે તે સમયે તેઓ બિનજરૂરી વ્યર્થ સંબંધમાં રચ્યાપચ્યા રહેવા લાગે. જે ક્યારેક આગળ જતા તેમના માટે દુઃખનું કારણ પણ બની શકે છે. તો આ વ્યર્થ વસ્તુથી કાળો દોરો બચાવે છે. તે હંમેશા સુમાર્ગ પર રહેવા પ્રત્યે પ્રેરિત કરે છે. આ જ વાત સરળ શબ્દોમાં કહીએ તો પગમાં બાંધેલો કાળો દોરો વ્યક્તિની બુદ્ધિને બગડવા નથી દેતો.

Image Source :

👩‍💼 આ ઉપરાંત ક્યારેક એકસીડન્ટથી પણ બચાવે છે. મિત્રો શનિ સૌથી ધીમે ચાલતો ગ્રહ છે. માટે જો શનિદેવનું પ્રતિક કાળો દોરો પગમાં રહે તો તેનો શુભ પ્રભાવ વ્યક્તિ પર પડે છે. જેથી તેઓ અકસ્માતથી બચી શકે છે. તમે જોયું હશે લગભગ લોકો પોતાના પગમાં કાળા રંગના બુટ કે ચપ્પલ વધારે પહેરતા હોય છે. પરંતુ તમે એ વાતથી અજાણ હશો કે તેનું કારણ શનિદેવનું પ્રતિક કાળો રંગ પગમાં રહે તે છે.

💁 આ ઉપરાંત જો કાળા દોરમાં કોડી પણ બાંધવામાં આવે તો બુદ્ધ અને શનિ બંને ગ્રહ કન્ટ્રોલમાં રહે છે. જેના કારણે બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને કર્મ પણ સારા રહે છે.

Image Source :

👣 અત્યાર સુધી તમે કાળો દોરો માત્ર છોકરીઓના પગમાં જ જોયો હશે. પરંતુ તમને જણાવી દઈએ કે જો કોઈ છોકરો પોતાના પગમાં કાળો દોરો પહેરે તો તેને પણ આ લાભ થશે. માટે છોકરો હોય કે છોકરી દરેકે પોતાના પગમાં કાળો દોરો બાંધવો જોઈએ. છોકરીઓએ ડાબા પગમાં અને છોકરાઓએ જમણા પગમાં બાંધવો જોઈએ.

👣 જો કોઈ નવ વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તે છોકરી કાળો દોરો પહેલા ભૈરવદેવ અને અને કાળીમાતાના ચરણોમાં ચડાવી ત્યારબાદ તે દોરમાં સાત ગાંઠ બાંધીને તે દોરમાં કોઈ એક કોડીમાં કાણું પાડીને તે કોડી આ દોરામાં પરોવી દે અને પછી શનિવારના દિવસે આ દોરો ધારણ કરે તો ખુબ જ લાભ પ્રાપ્ત થાય છે.

Image Source :

👣 આ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જોઈએ તો કાળો રંગ ઉષ્મા અવશોષિત કરે છે તેથી કાળો દોરો પગમાં બાંધવાથી લાભ મળે છે. તો આ હતું કાળો દોરો પગમાં બાંધવા પાછળનું રહસ્ય. કાળા દોરા વિશે તમારો શું અભિપ્રાય છે એ જણાવો કોમેન્ટ કરીને.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

3 thoughts on “છોકરીઓ શા માટે બાંધે છે પગમાં કાળો દોરો…. તેનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો….”

  1. And still the girls have taken bad decisions???
    There are so many good ideas and still India is struggling with many many problems????
    There must be a solid standard rather then totka here and there. why????

    Reply

Leave a Comment