દરેક સ્ત્રી ખાસ વાંચે અને જાણે કે તમે પણ ક્યાંક આ રીતે સેથો પૂરીને પતિના ભાગ્યને અટકાવતા તો નથી ને…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👫 દરેક સ્ત્રી ખાસ વાંચે અને જાણે કે તમે પણ ક્યાંક આ રીતે સેથો પૂરીને પતિના ભાગ્યને અટકાવતા તો નથી ને.. 👫

મિત્રો સેંથ રૂપે લગાવેલ સિંદુર સૌભાગ્યવતી મહિલાઓની સૌથી મહત્વની નીશાનીઓ માંથી એક માનવામાં આવે છે. આજે અમે તેનાથી જોડાયેલ એક ખાસ વાત કરવા જઇ રહ્યા છીએ. મિત્રો જો તમારા સિંદુરને ખોટી રીતે ભરવામાં આવે તો તે મહિલાએ સૌભાગ્યવતી હોવા છતાં પણ ઘણા દુઃખો સહન કરવા પડે. તેની અસર તેના પતિના ભાગ્ય પર પડે છે.Image Source :

સિંદુરનું મહત્વ અલગ જ છે. જે ઘરની સૌભાગ્યવતી સ્ત્રી હમેંશા સિંદુર લગાવે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેમજ તે મહિલાના પતિનું ભાગ્ય પણ ચમકી ઉઠે છે. તેમજ પતિ પત્નીના સંબંધમાં પ્રેમ વધે છે. પરંતુ જે સૌભાગ્યવતી મહિલાઓ સિંદુર નથી લગાવતી તેમજ લગાવવામાં શરમ અનુભવે છે તેના પતિનાં ભાગ્યમાં અડચણ આવે છે તેમજ પતિ પત્નીના સંબંધમાં પણ નકારાત્મકતા આવે છે.

મિત્રો વૈજ્ઞાનિક રીતે પણ સિંદુરનું તેટલું જ મહત્વ છે. વિજ્ઞાન કહે છે કે સિંદુર લગાવવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે તેમજ એકાગ્રતા વધે છે. પરંતુ મિત્રો સિંદુરને સેંથામાં પૂરતી વખતે જો આટલી બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો સ્ત્રીએ અને તેના પતિએ નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડે છે. માટે દરેક મહિલા સેંથો પૂરતી વખતે આટલી ભૂલો ક્યારેય ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું.તો ચાલો જાણીએ તેના વિશે.Image Source :

પહેલી વાત ધ્યાનમાં રાખવાની છે કે ક્યારેય કોઈ અન્ય વ્યક્તિના સિંદૂરથી સેંથો ના પૂરવો જોઈએ. ઘણી વાર મહિલાઓ પ્રસંગમાં કે કોઈના ઘરે ગઈ હોય તો અન્ય વ્યક્તિના સિંદૂરથી સેંથો પૂરી લેતી હોય છે. પરંતુ આવું એક સૌભાગ્યવતી મહિલાએ ક્યારેય ન કરવું જોઈએ આવું કરવાથી તેમના વૈવાહિક જીવનમાં દુઃખ આવે છે. સિંદુર હંમેશા પોતાનું સિંદુર જ લગાવવું જોઈએ.

કોઈ અન્ય વ્યક્તિએ સિંદુર ભેટમાં આપ્યું હોય તો તેનો ઉપયોગ અન્ય કામોમાં કરી લેવો પરંતુ ક્યારેય તેનો ઉપયોગ કરી સેથો ન પૂરવો જોઈએ. કારણ કે આવું કરવાથી પણ પતિને દુઃખોનો સામનો કરવો પડે છે. બની શકે ત્યાં સુધી સ્ત્રીએ પોતાના પૈસાથી જ સિંદુર ખરીદવું જોઈએ. જો પતિએ સિંદુર ભેટમાં આપ્યું હોય તેનાથી સેંથો પૂરે તો પતિનું ભાગ્ય ચમકી જાય છે.Image Source :

ઘણીવાર સ્ત્રીઓને એવી આદત હોય છે કે જે સિંદુર પૂજામાં ઉપયોગમાં લીધું હોય તે જ સિંદૂરથી સેંથો પૂરી લેતી હોય છે તો આવું પણ ક્યારેય ન કરવું. સેંથો પૂરવાનું સિંદુર અલગ જ રાખવું જોઈએ. આવી રીતે સિંદુર પૂરવાથી પતિનું માન, સમ્માન અને આદર જળવાતા નથી. માટે આ રીતે સિંદુર ક્યારેય ન પૂરવું.

તમને એવું લાગતું હોય કે સમાજ, ઓફીસ કે અન્ય જગ્યાએ તમારા પતિનો આદર નથી થતો તો તેના માટે તમે એક ઉપાય કરી શકો છો. તેના માટે એક લીલું પાંદડું લેવું જે આખું લીલું જ હોવું જોઈએ. તેમાં થોડી ફટકડી અને થોડું સિંદુર રાખી દેવું અને પીપળાના વૃક્ષ નીચેના પથ્થર પર મૂકી તમારા પતિના માન  સમ્માન અને આદરની પ્રાર્થના કરવી. પછી ઘરે આવી જવાનું. પરંતુ જ્યારે ઘરે આવતા હોય ત્યારે તમારે એકવાર પણ પાછળ ફરીને જોવાનું નથી. આવું ત્રણ બુધવાર સુધી કરવું. આવું કરવાથી પતિનું માન વધશે. આ સાથે જો પતિનું કોઈ કાર્ય અટકી ગયું હોય, તેના વેપારમાં મંદી આવી ગઈ હોય તો તે પણ દૂર થશે.

તો આ રીતે દરેક મહિલાએ સિંદુર લગાવતી વખતે આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેનાથી પતિ પત્નીના સંબંધો જળવાઈ રહે તેમજ તેમનું જીવન સુખ ભર્યું રહે અને ઘરમાં શાંતિ રહે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *