આ ગામમાં વસ્તુને સ્પર્શ કરો તો ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે.. છતાં પણ અહીં આવે છે હજારો લોકો, જાણો તેનું કારણ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 સૌથી જૂની સંસદ ધરાવતા આ ગામમાં વસ્તુને સ્પર્શ કરો તો ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે.. 💁

🏯 હિમાચલ પ્રદેશમાં આવેલ કુલ્લુંનું એક ગામ માલાણા જ્યાં દુનિયાની સૌથી પ્રાચીન સંસદ કામ કરે છે. અહીં કુલ ૫૦૦ પરિવારો રહે છે. મિત્રો આ ગામની સંસદ પાસે ભારતનું કાનુન પણ નથી ચાલતું. સૌથી રોચક વાત તો આ ગામની એ છે કે અહીં તમે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો તો તમારે દંડ ભરવો પડશે અને બીજી ખાસ વાત એ છે આ લોકોની કે ત્યાં ભારતીય સરકાર કંઈ નથી કરી શકતી કારણ કે ત્યાંની સરકાર પોતે જ બધા નિર્ણય લે છે.

Image Source :
🏯 એટલું જ નહિ મિત્રો આ ગામ રોચક તથ્યોથી ભરપુર છે અહીંના લોકો પોતાને સિકંદરની સેનાના વંશજો માને છે અને માલાણા ભારતનું એકલું એવું ગામ છે કે જ્યાં મુઘલ સમ્રાટ અકબરની પૂજા કરવામાં આવે છે. મિત્રો આ ગામની અજીબોગરીબ ખાસિયત એ છે કે અહીં ગામની બહારની કોઈ વ્યક્તિ માલાણા ગામમાં જાય અને ગામની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરે તો તેને દંડ ભરવો પડશે અને તે દંડની રકમ ૧૦૦0 રૂપિયાથી ૨૫૦૦ રૂપિયા જેટલી હોઈ શકે છે.

Image Source :
🏯 પોતાની વિચિત્ર પરંપરાઓ અને લોકતાંત્રિક વ્યવસ્થાના કારણે આ ગામમાં દરેક વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો આ ગામની મૂલાકાતે આવી પહોંચે છે. પરંતુ પર્યટકો ગામની બહાર ટેન્ટ બનાવીને રહે છે અને જો તે પર્યટક ભૂલથી પણ ગામની દુકાન, ઘર કે ગામના કોઈ વ્યક્તિને સ્પર્શ કરી લે તો તે વ્યક્તિ પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસુલે છે આ ગામના લોકો.

Image Source :
🏯 આ ગામના વ્યક્તિઓ તો  સરળતાથી દુકાનમાંથી સમાન ખરીદી શકે છે પરંતુ જો કોઈ બહારની વ્યક્તિને સામાન ખરીદવો હોય તે દુકાનમાં પ્રવેશી પણ નથી શકતા અને દુકાનને સ્પર્શી પણ નથી શકતા. દુકાનની બહાર ઉભા રહીને સામાન મંગાવવો પડે છે તે વસ્તુની કિંમત બતાવે ત્યારબાદ પૈસા દુકાનની બહાર રાખી દેવાના એ લોકો આવે પૈસા લઇ જઈ અને વસ્તુ બહાર નીચે મૂકી દે પછી તે વ્યક્તિ વસ્તુ લઇ શકે.

Image Source :
🏯 મિત્રો બીજી વાત એ કે આ ગામના લોકો પોતાને સિકંદરના સૈનિકના વંશજો માને છે અને તેમની પાસે તેના પૂરાવાઓ પણ છે. ત્યાં ગામનું એક મંદિર છે જેનું નામ છે જમુલ દેવતા. ત્યાં મંદિરની બહાર એક લાકડાનો દરવાજો છે તેમાં નકશી કામથી યુદ્ધ કરતા સૈનિકો અને વિશેષ પ્રકારની વેશભૂષા સાથે હથીયારો લઈને ઉભા હોય તેવું દર્શાવેલું છે. આ વિસ્તાર તો ભારતમાં જ આવે છે પરંતુ અહીંના લોકોની શકલ સૂરત ગ્રીક દેશના લોકો જેવી છે. અહીં ચરસની ખેતી થાય છે અને તે લોકો ચરસને કાળું સોનું કહે છે.

Image Source :
🏯 ભારતનું એકમાત્ર એવું ગામ છે જ્યાં રામ, કૃષ્ણ, અલ્લાહ કે ઇસુની પૂજા નથી થતી પરંતુ મુઘલ સમ્રાટ અકબરની પૂજા થાય છે. કહેવાય છે કે મુઘલ સમ્રાટ અકબર પણ આ ગામને પોતાના પક્ષમાં ન જીતી શક્યો અને આ ગામને પોતાને આધીન કરવા માટે અકબરે તેના દેવતા જમુલ દેવતાની પરીક્ષા લેવાનું વિચાર્યું. અને કહેવાય છે કે અકબરને સબક શીખવવા માટે જમુલ દેવતાએ દિલ્લીમાં બરફની વર્ષા કરાવી હતી. ત્યારબાદ અકબરે જમુલ દેવતાની માફી માંગી હતી. અને ગામમાં વર્ષમાં એક વાર મંદિરમાં અકબરની પૂજા કરવામાં આવે છે જેને ગામની બહારના લોકો નથી જોઈ શકતા.

🏯 તો મિત્રો આ ગામની વાત સાંભળ્યા બાદ લાગે કે ભારતનું સૌથી સહસ્યમય અને રોચક ગામ તો આ જ છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment