કેવા પુરુષ સાથે લગ્ન કરવા કેવા સાથે નહિ. આ છે પુરુષોના પ્રકાર…| દરેક સ્ત્રીઓએ આ જાણવું.

સ્ત્રીઓ વિશે ઘણા લોકોએ પોતાનું મંતવ્ય આપ્યું છે. ઘણા લોકોએ પોતાની બુદ્ધિ અનુસાર સ્ત્રીના પ્રકાર પણ પાડ્યા છે. તો કોઈ લોકોએ કઈ સ્ત્રી સારી અને કઈ સ્ત્રી ખરાબ એની પણ વ્યાખ્યા આપી દીધી છે. પણ હજુ સુધી મોટા ભાગના મહાનુભાવોએ પુરુષો વિશે પોતાનું મંતવ્ય ખુલીને નથી આપ્યું જેટલું કે સ્ત્રીઓ વિશે આપ્યું છે.

પુરુષો વિષે આજ સુધી આટલું લખાયું કેમ નથી તે કોઈ નથી જાણતું પણ પુરુષો વિષે લખવા વાળા મહાનુભાવો બહુ ઓછા છે એ હકીકત છે. પુરુષોના પ્રકાર, તેના સ્વભાવ, તેમની લાગણી, તેમના કર્મ, તેમની વિવિધ નિશાની વગેરે વિષયો પર ગણ્યા ગાઠ્યા મહાનુભાવોએ જ લખેલું છે.

પુરુષોને તેના કર્મો, સ્વભાવ, ગુણ, લક્ષણોને આધારે તેમને ચાર પ્રકારે વિભાજીત કર્યા છે. આ પ્રકારો પુરુષના જન્મથી મૃત્યુ સુધીની સફર કઈ રીતે પસાર કરશે…. તેમજ સ્ત્રીઓએ ક્યાં પુરુષને સાથે જીવન સાથી તરીકે પસંદ કરવો….પુરુષોના જીવનનો વળાંક કેવો આવશે….ક્યાં પુરુષથી સ્ત્રીઓએ દુર રહેવું વગેરે બાબતો પર પ્રકાશ પડે છે.

(૧) જ્યોતિથી જ્યોતિ તરફ જતો પુરુષ.

જ્યોતિ(પ્રકાશ કે અંજવાળું)થી જ્યોતિ સુધી જતો પુરુષ એ એવો પુરુષ હોય છે કે જે પોતાના જીવનની શરૂઆત સારા કર્મો કરવાથી કરે છે, અને ધીમે ધીમે સારા કર્મો કરતા કરતા જીવનનો અંત પણ સારા કર્મો દ્વારા જ કરે છે.

આવા પુરુષો સમાજમાં સત્ય, અહિંસા, વિશ્વાસ, પરમાનંદ જેવા ગુણોને સાથે લઈને જીવનમાં આગળ વધે છે અને સમાજમાં તેના કર્મો દ્વારા આવા જ ગુણોનો ફેલાવો કરે છે.

  • સ્ત્રીએ આવા પુરુષ પસંદ કરવા કે નહિ?

કોઈ સ્ત્રીએ પણ પોતાના લગ્નજીવનની શરૂઆત કરતા પહેલા પુરુષોની આ બાબત પર ખાસ ધ્યાન આપવું. આમતો સ્ત્રીઓ પહેલી નજરમાં સૌ પુરુષોને થોડા તો ઓળખી જ લેતી હોય છે, જો કોઈ પણ આવો પુરુષ મળે તો સ્ત્રીએ ચોક્કસ તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. કારણકે આવા પુરુષો બહુ ઓછા હોય છે કે જે આવા સદ્દગુણ ધરાવતા હોય છે. આવા પુરુષો સ્ત્રીઓનું સન્માન ક્યારેય નીચું નથી પડવા દેતા. તેમજ સ્ત્રીને સમાજમાં આગળ વધવા પ્રોત્સાહન આપે છે.

આ પુરુષો સાથે લગ્ન કરવાથી સ્ત્રીના જીવનમાં શાંતિ, સુખ- સમૃદ્ધિ, વિશ્વાસ તેમજ સારી સામાજિક પ્રતિષ્ઠાનો ઉદય થાય છે. અને  આવા પુરુષો ભલે સંપત્તિ ઓછી ધરાવતા હોય કે દેખાવે આકર્ષક ન હોય છતાં પણ આંતરિક રીતે ખુબજ સમૃદ્ધ હોય છે આ પુરુષ સાથે લગ્ન કરવાથી ઘરમાં ક્યારેય કલેશ, કંકાસ, દગો, અસત્ય જેવી બાબતો ક્યારેય આવતી નથી. આવા પુરુષો પર લક્ષ્મી કરતા પણ સરસ્વતી વધુ મહેરબાન હોય છે.

(૨) તિમિર થી તિમિર તરફ જતો પુરુષ.

તિમિર(અંધારું) થી તિમિર તરફ જતો પુરુષ.એ એવો પુરુષ હોય છે કે જે પોતાના જીવનની શરૂઆત ખરાબ કર્મો કરવાથી કરે છે, અને ખરાબ કર્મો કરતા કરતા જ આગળ વધે છે જીવનનો અંત પણ ખરાબ કર્મો દ્વારા જ કરે છે. તેનો અંત પણ બહુ ખરાબ રીતે થાય છે.

આવા પુરુષો સમાજમાં હિંસા, ગુનાખોરી, વ્યાસનો જેવા દુર્ગુણોને કારણે સમાજમાં તેના કર્મો દ્વારા આવા જ દુર્ગુણોનો ફેલાવો કરે છે.

  • સ્ત્રીએ આવા પુરુષ પસંદ કરવા કે નહિ?

જો કોઈ પણ આવો પુરુષ મળે તો સ્ત્રીએ તેનાથી દુર રહેવું જ યોગ્ય છે. તેની સાથે લગ્ન તો દૂરની વાત પણ તેની સાથે શબ્દનો પણ સબંધ ના રાખવો જ ઉત્તમ છે કારણકે આવા પુરુષો પોતાના દુર્ગુણોને કરને સ્ત્રીને પોતાની ગુલામ જ સમજતા હોય છે. જો કોઈ પુરુષ શરૂઆતમાં મીઠું બોલીને સ્ત્રીને પોતાના તરફ વાળવાની કોશિશ કરે તો સ્ત્રીએ ચેતી જવું અને દુર રહેવું. આવા પુરુષો સ્ત્રીઓના સન્માનની કોઈ ચિંતા નથી હોતી.

આ પુરુષો સાથે જો લગ્ન થાય તો સ્ત્રીને જીવનમાં દુઃખ, વ્યાધી, પીડા, અપમાન જેવા મહાદુઃખોનો સામનો કરવો પડે છે. આવા પુરુષો ભલે વધુ સંપત્તિ ઓછી ધરાવતા હોય કે દેખાવે આકર્ષક હોય છતાં તેમની સાથે લગ્નજીવન શરુ કરવું નહિ. આવા પુરુષોની સાથે જીવનની શરૂઆત કદાચ મોજ-મજા વળી હોઈ શકે પણ અંત હંમેશા અપમાન જનક અને દર્દનાક હોય છે.

(૩) તિમિરથી જ્યોતિ તરફ જતો પુરુષ.

તિમિરથી જ્યોતિ સુધી જતો પુરુષ એ એવો પુરુષ હોય છે કે જે પોતાના જીવનની શરૂઆત ખરાબ કર્મોથી કરે છે, અને ધીમે ધીમે સારા કર્મો તરફ વળે છે. આવા પુરુષો કદાચ જન્મ સમયે પોતાની અજ્ઞાનતાને કારણે તિમિરમાં ધકેલાઈ ગયા હોય છે, પણ જેમ જેમ જીવનની સત્યતાનો ખ્યાલ આવતો જાય છે, તેમ તેમ આવા પુરુષો તિમિરમાંથી બહાર આવવાની કોશિશ કરીને એક સમયે ચોક્કસ બહાર આવી જ જાય છે. આ પુરુષો જીવનનો અંત પણ સારા કર્મો દ્વારા જ કરે છે.

  • સ્ત્રીએ આવા પુરુષ પસંદ કરવા કે નહિ?

જો કોઈ પણ આવો પુરુષ મળે તો સ્ત્રીએ તેની પર ભરોસો કરતા પહેલા તેના ભૂતકાળ વિશે સંપૂર્ણ માહિતી મેળવીને જ જીવનની શરૂઆત કરવી. આ માટે વિશ્વાસુ ત્રાહિત લોકોની પણ મદદ લઇ શકાય. જો કઈ સુધારો લાગે તો જ લગ્ન માટે આગળ વધી શકાય. આવા પુરુષો સ્ત્રીઓનું સન્માન પણ સુધર્યા પછી જાળવે છે.

આ પુરુષો સાથે લગ્ન કરવાથી આમ તો સ્ત્રીના જીવનમાં શાંતિ, સુખ- સમૃદ્ધિ, વિશ્વાસ જેવા ગુણોનો સમાવેશ હોય છે, પણ ક્યારેક પુરુષ ના ભૂતકાળને લીધે શાંતિ ભંગ થઇ શકે ત્યારે મન શાંત રાખી તેનો સામનો કરવો. આવા પુરુષોની સંપત્તિ કે દેખાવ પર ધ્યાન ના આપીને તેના વર્તમાન જીવન પર સ્ત્રીઓએ ધ્યાન આપવું જોઈએ. જો લગ્ન થાય આવા પુરુષો સાથે તો તેને સારો પુરુષ માનીને જ જીવન વ્યતીત કરવું.

(૪) જ્યોતિથી તિમિર તરફ જતો પુરુષ.

આ પુરુષ એ એવો પુરુષ હોય છે કે જે પોતાના જીવનની શરૂઆત સારા કર્મો કરવાથી કરે છે, અને સમય જતા ખરાબ કર્મો તરફ આગળ વધે છે જીવનનો અંત પણ ખરાબ કર્મો દ્વારા જ કરે છે.

શરૂઆતમાં સારા ગુણ ધરાવતો આ પુરુષ ધીમે ધીમે ખરાબ કર્મો કરીને સમાજમાં હિંસા, ગુનાખોરી, ખરાબ વ્યાસનો જેવા દુર્ગુણોનો ફેલાવો કરે છે.

  • સ્ત્રીએ આવા પુરુષ પસંદ કરવા કે નહિ?

આવો પુરુષ મળે તો સ્ત્રીઓએ થોડું ચેતવું કેમ કે તમને આવા પુરુષ પ્રથમ નજરમાં યોગ્ય જ લાગે પરંતુ સમય જતા તેના સાચા દુર્ગુણો દેખાવા લાગે તેથી દરેક સ્ત્રીએ બની શકે તો લગ્ન પહેલા પુરુષો સાથે વાતચીતમાં થોડો સમય વિતાવવો જેથી તમે જાણી શકો. શરૂઆતમાં મીઠું બોલીને સ્ત્રીને પોતાના તરફ વાળવાની કોશિશ કરે તો સ્ત્રીએ ચેતી જવું અને દુર રહેવું.

આવા પુરુષો મુખ્યત્વે દેખાવે સારા હોઈ શકે છે. આ પુરુષો અત્યારે સ્ત્રીઓને સન્માનની આપીને પોતાની વાતોમાં ફસાવીને પછીથી ભવિષ્યમાં સ્ત્રીને અંધકારમાં ધકેલી દેતા હોય છે. આ પુરુષો સાથે સ્ત્રીને જીવનમાં દુઃખ, વ્યાધી, જેવા મહાદુઃખોનો ચોક્કસ સામનો કરવો પડે છે.

વાચક મિત્રો માટે હર્ષભરી નોંધ.

તમારી પાસે કોઈ સારો વિષય કે લેખ હોય તોઅમને મોકલી શકો છો. અથવા અમને કોઈ વિષય પર લખવા માટે સલાહ પણ આપી શકો છો. અમે તે લેખ તમારા નામ સાથે પોસ્ટ કરીશું. 

જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરીને અમને પ્રોત્સાહન આપી શકો છો. તમારા પ્રોત્સાહન થી અમે વધુ સારા લેખો પોસ્ટ કરવા પ્રેરિત થઈશું.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

 

Leave a Comment