આ રાશિની જાતકો હોય છે સૌથી જિદ્દી… કોઇપણની વાતમાં જલ્દી નથી થતા સહમત…. જાણો કંઈ કંઈ છે એ રાશિ…

આ રાશિની જાતકો હોય છે સૌથી જિદ્દી… કોઇપણની વાતમાં જલ્દી નથી થતા સહમત…. જાણો કંઈ કંઈ છે એ રાશિ…

મિત્રો હિંદુ ધર્મમાં જ્યોતિષ વિદ્યાને એક વિશેષ સ્થાન આપવામાં આવે છે. જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે ત્યારે રાશિ, કુંડળી અને ગ્રહ નક્ષત્રો જોવામાં આવતા હોય છે અને તે જ ગ્રહ નક્ષત્રો આપણી રાશિ અનુસાર આપણો સ્વભાવ જણાવવામાં પણ સક્ષમ રહે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ બાર રાશિઓનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલો હોય છે.

આ જ વાત પર આધારિત અમે અમુક એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્વભાવથી ખુબ જ જિદ્દી હોય છે. તમે એવા લોકો જોયા હશે જે એક જ વાત પકડીને બેસી જાય છે. તે વાત સાચી હોય કે ખોટી તેનાથી તેમને કોઈ મતલબ નથી હોતો. તેને બસ તેમની જ એક જીદ હોય છે. આવા લોકો જ્યારે કોઈ એક વાતને પકડીને બેસી જાય છે પછી કોઈની વાત સાંભળવા તૈયાર નથી હોતા.

અને એ પણ જણાવી દઈએ કે આ જિદ્દી લોકો પાસે પોતાની વાત મનાવવી તે દરેક વ્યક્તિના બસની વાત નથી. આ રાશિના જાતકો એટલા જિદ્દી હોય છે કે તેને આપણી વાત મનાવવી ખુબ મુશ્કેલ થઇ જાય છે. તો ચાલો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કંઈ રાશિઓ હોય છે સૌથી જિદ્દી સ્વભાવની.

સૌથી પહેલા આવે છે કર્ક રાશિ. મિત્રો આ રાશિના જાતકો એટલા જિદ્દી હોય છે કે ઘણી વાર પોતાની વાત ખોટી હોય તો પણ સ્વિકારવા તૈયાર નથી હોતા. કારણ કે આ રાશિના જાતકોને એવું લાગતું હોય છે કે તે જીવનમાં જે પણ કરી રહ્યા છે તે બધું સાચું જ કરી રહ્યા છે. તેઓ ક્યારેય કોઈનું સાંભળતા નથી અને કોઈ તેની જિદ્દને ચેલેન્જ કરે તો તે લડાઈ ઝગડા પર ઉતરી આવે છે. અને આ જ કારણ છે કે ઘણી વાર કર્ક રાશિના જાતકો સાથે એડજસ્ટ કરવું મુશ્કેલ થઇ જાય છે. કર્ક રાશિના જાતકોને કોઈ પણ વાત વિસ્તારથી સમજાવવાથી પણ કોઈ અસર નથી થતી. કારણ કે તેઓ હંમેશા પોતાનું ધાર્યું જ કરે છે અને તેવા લોકોએ જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ત્યાર બાદ મેષ રાશિ પણ જિદ્દી સ્વભાવની ગણવામાં આવે છે. સામાન્ય રીતે મેષ રાશિના જાતકોને પોતાની જિંદગીમાં કોઈ અન્ય વ્યક્તિના હસ્તક્ષેપ પસંદ નથી હોતા. જ્યારે કોઈ વ્યક્તિ તેના જીવનમાં દખલ અંદાજી કરે એટલે કે તેને સૂચનો આપે કે આમ કરો કે આમ ન કરો તો તેમને ખુબ ગુસ્સો આવે છે. મેષ રાશિના જાતકો હંમેશા પોતાનું દિલ અને દિમાગ કહે તે જ કામ કરવાનું પસંદ કરે છે. તેઓ ક્યારેય કોઈના બહેકાવામાં નથી આવતા. તેમને પોતાની રીતે સમજી વિચારીને જિંદગીના નિર્ણયો લેવા પસંદ હોય છે.

ત્રીજી અને છેલ્લી જિદ્દી ગણાતી રાશિ છે તુલા રાશિ. મિત્રો તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકો જિદ્દીપણામાં સૌથી અનોખા હોય છે. તુલા રાશિના જાતકો સાંભળે બધાનું પણ કરે તો પોતાના મનનું ધાર્યું જ. ઉદાહરણ તરીકે સમજાવીએ તો કોઈ વ્યક્તિ આ રાશિના જાતકોને સારી કે ખરાબ સલાહ આપતા હોય ત્યારે તે હા માં હા મેળવી દે છે. પરંતુ ત્યાર બાદ તેઓ પોતાની મનમરજીના હિસાબથી કામ કરીને બધાને આશ્ચર્ય ચકિત કરી દેતા હોય છે. તુલા રાશિના જાતકો જિદ્દી હોવાની સાથે સાથે થોડા શાતિર પણ હોય છે. પરંતુ તેની જિદ્દ સાચી હોય છે જે લોકોના હિતમાં હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment