ખુરશી અથવા પલંગ પર પગ ન હલાવવા જોઈએ જાણો આ માન્યતા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ…

💁 ખુરશી અથવા પલંગ પર પગ ન હલાવવા જોઈએ આ માન્યતા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ… 💁

🦵 મિત્રો આપણે ઘરે ખુરશી કે પલંગ પર પગ લટકાવીને બેઠા હોય તો ઘણા લોકોને લગભગ એવી આદત હોય છે કે તે પોતાના પગ હલાવતા હોય છે. આજે અમે જે જણાવવા જઇ રહ્યા છીએ તે સાવ સામાન્ય વાત છે. પરંતુ આ સામાન્ય વાત પાછળ પણ એક ખાસ કારણ રહેલું છે. આમ તો આપણે આ વાતને એક માન્યતાનું સ્વરૂપ આપેલું છે પરંતુ હકીકતમાં તે માત્ર એક માન્યતા નથી તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.

🦵 આપણા ધર્મમાં જે નિયમો અને માન્યતાઓ બનાવી છે તે દરેકનું આપણે ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો મળી રહેશે. આપણો સનાતન ધર્મ છે જે પ્રાચીન સમયથી પાળવામાં આવ્યો છે તે આપણા સ્વાસ્થ્ય અને સર્વાંગી હિતને ધ્યાનમાં રાખીને હતો માટે આપણે તેને અનુસરીએ તો જુના જમાનાના નથી ગણાતા. કારણ કે આ લેખ દ્વારા સાબિત થઇ જશે કે આપણા સ્વાસ્થ્ય માટે પ્રાચીન સમયથી ચાલતા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

🦵 તેમાંથી જ એક નિયમ અથવા તો માન્યતા છે કે ખુરશી કે પલંગ પર બેઠા બેઠા પગ ન હલાવવા જોઈએ. ઘણા વડીલો પાસેથી તમે એવું પણ સાંભળ્યું હશે કે જો પગને જુલાવીએ તો  આપણા માતા પિતાનું આયુષ્ય ઓછું થાય છે વગેરે જેવી માન્યતાઓ પ્રચલિત છે. તો મિત્રો આ વાત ખુબ જ સામાન્ય છે તેની પાછળ ધાર્મિકતા છે અને વિજ્ઞાન પણ રહેલું છે જેના વિશે અમે જણાવશું.

🦵 મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયેલું છે કે તમે પગને બેઠા બેઠા જુલાવો તેનાથી અશુભ દોષ ઉત્પન્ન થાય છે અને ધનહાની થવાની સંભાવના વધી જાય છે. સાંજે લક્ષ્મીજીનો આવવાનો સમય હોય છે અને ત્યારે જો આપણે પગ હલાવતા હોઈએ તો લક્ષ્મીજી નારાજ થઈને જતા રહે છે જેના કારણે ધન સંબંધી સમસ્યાઓ ઉભી થાય છે. જેથી ઘરમાં મુશ્કેલીઓ વધે છે માટે જો ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ તો આ કારણોસર ખુરશી, સોફા કે પલંગ પર બેઠા હોઈએ તો પગને હલાવવા જોઈએ નહિ. ચાલો હવે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ.

🦵 ત્યારબાદ તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જો આપણે પલંગ કે ખુરશી પર પગ લટકાવીએ ત્યારબાદ તેને હલાવતા રહીએ તો તેનાથી આપણા પગમાં સાંધાનો દુઃખાવો થઇ શકે છે. જેથી લાંબા સમયે આ આદત તમારા સાંધાનો દુઃખાવો અને તેને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત પલંગ અથવા ખુરશીમાં બેસીને પગ હલાવવાથી પગની નસો વિપરીત દિશામાં કાર્ય કરે છે અને તે નસો જ હૃદય સુધી ફેલાયેલી છે માટે તે આપણા હૃદય પ્રત્યે પણ જોખમ સર્જી શકે છે. માટે આજથી જ આ પગ હલાવવાની આદતને છોડી દો.

🦵 તો મિત્રો  આપણા પગનું હલાવવું તે છે તો ખુબ જ સામાન્ય બાબત પરંતુ તેનાથી થતા જોખમો મોટા છે અને તે પણ એવા છે કે એક વખત ઘર કરી જાય પછી જાવાનું નામ નથી લેતા. માટે જો મિત્રો તમારે કોઈને પણ આ રીતે પગને લટકાવીને હલાવવાની અથવા તો જૂલાવવાની આદત હોય તો આજથી જ છોડી દે કારણ કે આ આદતે સમસ્યાને ક્યારે આમંત્રણ આપી દીધું તે પણ ખબર નહિ પડે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment