આ શિવલિંગ દિવસમાં ૩ વાર રંગ બદલે છે, તેમજ ઘણી વાર ખોદવા છતાં છેડો ક્યાય મળ્યો જ નથી… જાણો રહસ્ય.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🏫  જાણો ભગવાન શિવજીના એક અન્ય ચમત્કારીક શિવલિંગ વિશે… 🏫

🏫 આમ તો તમે ભારતમાં જૂઓ તો તમને ઘણી બધી ચમત્કારિક જગ્યાઓ મળી જશે. ખાસ કરીને વાત કરીએ તો ભગવાન મહાદેવની. તેમનો ચમત્કાર અને ઈતિહાસ અલગ જ છે, ભક્તો પર ખુબ જ મહેરબાન એવા ભગવાન ભોળનાથ. મિત્રો ભગવાન શિવજીના અમૂક ચમત્કારો તો એવા છે કે તેને જોઇને આપણને એવું લાગે કે ખરેખર ભગવાન મહાદેવ પોતાના હોવાનું અસ્તિત્વ વિશ્વભરમાં છોડતા ગયા છે. આમ તો આપણે કોઈ ભગવાનને આ યુગમાં મળીએ તેના સાક્ષાત દર્શન કરીએ તેવું તો શક્ય નથી. પરંતુ આપણને ભગવાનના આવા ચમત્કાર જોઇને અહેસાસ થાય કે ભગવાન ખરેખર અસ્તિત્વ ધરાવે છે. તે જ રીતે પોતાની ચમત્કૃતિથી આકર્ષતું એક રહસ્યમય મંદિર છે કે જ્યાં શિવલિંગ બદલે છે પોતાનો રંગ દિવસમાં ત્રણ વખત.Image Source :

🏫 રાજસ્થાનમાં ધોલપુર નામનો જીલ્લો આવેલો છે ત્યાં આવેલું છે એક ભગવાન શિવનું મંદિર. જે જંગલો અને પહાડોની વચ્ચે આવેલું છે જેનું નામ છે અચલેશ્વર મહાદેવનું મંદિર. હા મિત્રો, અહીંની ખાસિયત એ છે કે આ મંદિરમાં જે શિવલિંગ સ્થિત છે તે ત્રણ વાર પોતાનો રંગ બદલે છે. સવારે જૂઓ તો તે લાલ રંગની જોવા મળે, બપોરના સમયે જૂઓ તો તે તમને કેસરી કલરની જોવા મળશે, અને જો રાત્રે જૂઓ તો તે કાળા રંગની હશે.

Image Source :

🏫 તેની આ ખાસિયતના કારણે જ તે અહીંનું પ્રસિદ્ધ મંદિર ગણાય છે. હવે સવાલ એ થાય કે આવું કંઈ રીતે શક્ય બને કે શિવલિંગ દિવસમાં ત્રણ રંગ બદલે, સવારે અલગ, બપોરે અલગ અને સાંજે પણ અલગ. તો મિત્રો ત્યાંના સ્થાનિક લોકોનું કેહવું છે કે આ મંદિર હજારો વર્ષ જુનું છે અને તે આ પહાડોના પથ્થરોમાંથી જ બનાવેલું છે. પરંતુ તેની શોધખોળ કરવામાં આવી તો તેના કલર બદલવાનું રહસ્ય, રહસ્ય જ રહી ગયું. તેનો કોઈ ઉકેલ આવ્યો જ નહિ.

🏫 મિત્રો આ શિવલિંગની હજુ એક ખાસિયત છે કે તે શિવલિંગનો છેડો ક્યાંય છે જ નહિ. કારણ કે ત્યાંની ટીમે એક વાર ખોદકામ ચાલુ કર્યું હતું ત્યારે ઘણે ઊંડે સુધી ખોદતા તેમને કોઈ છેડો મળ્યો નહિ. અંતે તેઓએ ભગવાન શિવજીનો ચમત્કાર સમજીને ખોદકામ છોડી દીધું.

Image Source :

🏫 મિત્રો માઉન્ટ આબુનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન શિવના અંગૂઠાના ચિહ્નની પૂજા પણ કરવામાં આવે છે. પાતાળખંડના  રૂપમાં નઝર આવે છે જેની ઉપર પગના અંગૂઠાનું નિશાન ઉપસેલું છે. જેને સ્વયંભૂ શિવલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ભગવાન શિવના ડાબા પગનો અંગૂઠો માનવામાં આવે છે. સ્કંધ પૂરાણ અનુસાર વારાણસી ભગવાન શિવની નગરી કેહવાય છે અને માઉન્ટ આબૂ શિવજીની ઉપનગરી કેહવાય છે. એવી માન્યતા પણ પ્રચલિત છે કે ભગવાન શિવના આ અંગૂઠે માઉન્ટ આબુના પહાડને રોકી રાખ્યું છે. જે દિવસે અંગૂઠાનું નિશાન નષ્ટ પામશે તે દીવસે માઉન્ટ આબૂ પણ નષ્ટ થઇ જશે. મિત્રો તેની પાછળ એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે.

Image Source :

🏫 લોકોનું માનવું છે કે આજે જ્યાં માઉન્ટ આબૂ છે ત્યાં તેની નીચે એક ઊંડી ખાઈ હતી જેના તટ પર મૂની વશિષ્ઠ રહેતા હતા. તે મૂનીની પાસે એક ગાય હતી જેનું નામ કામધેનું હતું. એક દિવસ તે ગાય ઘાંસ ચરતા ચરતા તે ઊંડી ખાઈમાં પડી ગઈ. તેને બચાવવા માટે મૂનીએ ગંગા અને સરસ્વતી પાસે મદદ માંગી. તેની મદદથી ઊંડી ખાઈ પાણીથી એટલી ભરાઈ ગઈ કે તે પાણી જમીન સુધી પહોંચી ગયું અને કામધેનું ગાય તરીને પાછી આવી ગઈ. થોડા દિવસ પછી ફરી કામધેનું ગાય ઊંડી ખાઈમાં પડી ગઈ. તેનાથી વશિષ્ટ મૂનીની ચિંતા વધી ગઈ. વારંવાર આ ઘટનાથી બચવા માટે તેમણે હિમાલય જઈને આ ઊંડી ખાઈને ભરવા માટે કહ્યું. હિમાલયે તે વાત સ્વીકારી અને પોતાનો પૂત્ર નંદીવદ્રધનને જવાનો આદેશ આપ્યો. નંદીવદ્રધને આદેશ સ્વીકાર કર્યો અને એક અદભૂત નાગને ઉડાડી તે ત્યાં ખાઈ પાસે પહોંચ્યા.ખાઈ પાસે પહોંચીને તેણે મૂની પાસે વરદાન માંગ્યું કે અદ્દ્ભુદ નાગ પર સાત મૂનીઓનો આશ્રામ બનાવવામાં આવે તેમજ આ પર્વતનું નામ તેના નામ પરથી પાડવામાં આવે. વશિષ્ટ મૂનીએ બધા જ વરદાન સ્વીકાર કર્યા બંને તે પર્વતનું નામ વદ્રધન આબુ પર્વત રાખ્યું. વરદાન પ્રાપ્તિ પછી નંદીવદ્રધન ખાઈમાં  ધસતો જ રહ્યો. ત્યારે મૂનીએ ભગવાન શિવને તેને રોકવા માટે કહ્યું એટલે કે અચલ, સ્થિર કરવા માટે કહ્યું. અને ભગવાન શિવે પોતાના ડાબા પગના અંગૂઠાથી અચલ એટલે કે સ્થિર કરી દીધો. ભગવાન શિવના આ ઉપકાર બાદ આ જગ્યાનું નામ અચલગણ પડ્યું ત્યારથી અહીં અચલેશ્વર મહાદેવના રૂપે તેમની પૂજા કરવામાં આવે છે. મિત્રો ખાસ વાત તો એ છે કે તે અંગૂઠાની નીચે બનેલ પ્રાકૃતિક ખાડામાં ગમે તેટલું પાણી નાખો તે ભારાતો જ નથી આ ઉપરાંત તેમાં ચડાવાતું પાણી ક્યાં જાય છે તે રહસ્ય કોઈ જાણી શક્યું નથી.

🏫 તો મિત્રો આ હતો ભગવાન શિવજીનો એક અનોખો ચમત્કાર.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

2 thoughts on “આ શિવલિંગ દિવસમાં ૩ વાર રંગ બદલે છે, તેમજ ઘણી વાર ખોદવા છતાં છેડો ક્યાય મળ્યો જ નથી… જાણો રહસ્ય.”

Leave a Comment