વ્યક્તિના મૃત્યુ સમયે કરો આ પાંચ વસ્તુ…. જીન્દગીમાં કરેલા બધાજ પાપ થશે નાશ. મળી જશે મોક્ષ

વ્યક્તિના મૃત્યુ સમયે કરો આ પાંચ વસ્તુ….. કોઈ પણ પાપ કર્યા હશે તેની સદ્દ્ગતી જ થશે…. 

મિત્રો આજે અમે એવી પાંચ વસ્તુ વિશે જણાવશું જે કોઈ પણ વ્યક્તિના ગમે તેવા પાપકર્મ હોય તેને નાશ કરી નાખશે અને વ્યક્તિને સ્વર્ગલોકમાં સ્થાન મળે છે. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો કંઈ એ પાંચ વસ્તુ છે જે વ્યક્તિને સ્વર્ગમાં લઇ જાય છે. 

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ એ આપણા જીવનનું સૌથી મોટું સત્ય છે. તેનાથી કોઈ બચી શકતું નથી. પરંતુ આપણને છતાં સવાલ થતો હોય કે આપણા મૃત્યુ પછી શું થશે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર જે દર્શાવવામાં આવ્યું છે તેના અનુસાર મૃત્યુ પછી જીવની મુખ્ય રૂપથી બે ગતી થાય છે. તે પોતાના સદ્કર્મોથી સ્વર્ગમાં જાય છે અથવા ખરાબ કર્મ કરેલા હોય તો એ કર્મોને ભોગવામાં માટે નર્કમાં જાય છે. 

આપણા શાસ્ત્રોમાં નર્કને સ્વર્ગ કરતા ખુબ જ દુઃખદાયી બતાવવામાં આવ્યું છે. શરીરમાં રહેલ આત્મા નર્કના નામથી જ કંપી ઉઠે છે. પરંતુ જ્યારે સ્વર્ગ અને મોક્ષની કલ્પના માત્રથી આત્મા પ્રસન્ન થઇ જાય છે. એટલા માટે આત્માને નર્ક જતી બચાવવા માટે પુરાણોમાં ઘણા બધા ઉપાય બતાવવામાં આવ્યા છે. જેના દ્વારા સ્વર્ગ અથવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમાંથી પાંચ ઉપાય એવા છે જે કોઈ પણ પણ વ્યક્તિ ખુબ જ આસાનીથી કરી શકે છે. 

પુરાણોમાં  કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી અથવા મૃત્યુના સમયે જે વ્યક્તિનની પાસે આ પાંચમાંથી કોઈ એક વસ્તુ હોય તો એ વ્યક્તિએ નર્કમાં નથી જવ પડતું. એટલું જ નહી મૃત્યુના સમયે જ્યારે શરીર માંથી પ્રાણ નીકળતા હોય તો એ સમયે થતા કષ્ટોથી પણ છુટકારો મળી જાય છે. તો ચાલો જાણીએ તે પાંચ વસ્તુ વિશે જે આપણા દરેક પાપને નાશ કરે છે અને આપણી મોક્ષગતિ કરાવે છે. 

તેમાં સૌથી પહેલું છે તુલસીનનો છોડ અથવા તુલસીના પાંદ. મૃત્યુના સમયે જો આપણા માથા પાસે તુલસીનું પાંદ રાખવામાં આવે તો યમદૂતનો ભય નથી રહેતો. તેનું કારણ એવું છે કે પુરાણોમાં તુલસીને પ્રિયા તરીકે દર્શાવવામાં આવ્યું છે અને તે ભગવાન વિષ્ણુના મસ્તક પર શોભા મેળવે છે. મૃત્યુના સમયે અથવા મૃત્યુ પછી વ્યક્તિના મસ્તિષ્ક પાસે તુલસી રાખી દેવાથી મુક્તિની રાહ ખુબ જ સરળ થઇ જાય છે.

મૃત્યુના સમયે ગંગાજળને મોં માં અથવા  આપણા મસ્તિષ્ક પાસે હોય તો જો નરકમાં જઈને યમ દંડ નથી ભોગવાવાવો પડતી. કેમ કે મૃત્યુના સમયે મોં માં ગંગાજળ હોવાથી વ્યક્તિનું શરીર અને મન શુદ્ધ અને પવિત્ર થઇ જાય છે. ગંગાજળથી આપણા દરેક પાપો ધોવાઇ જાય છે પરંતુ જો મૃત્યુના સમયે ગંગાજળને પાસે રાખવામાં આવે તો મૃત્યુ પામનાર વ્યક્તિને સદ્દગતિ પ્રાપ્ત થાય છે. ગંગાજળ અઆપના તમ, મનને શુદ્ધ કરી નાખે છે. એટલે જ પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે શુદ્ધ અને પવિત્ર મનમાં પ્રાણ જ્યારે શરીરને ત્યાગે છે તો કષ્ટ નથી ભોગવવું પડતું અને મોક્ષ્નની પ્રાપ્તિ થાય છે. 

શ્રી મદ્દ ભાગવત ગીતાનો પાઠ. ગીતાજીનો પાઠ મૃત્યુના સમયે સંભાળવાથી આત્માનો શરીરથી મોહ દુર થાય છે. અને કોઈ પણ કષ્ટ વગર જ આત્મા શરીરનો ત્યાગ કરી દે છે અને પોતાના મોક્ષ તરફ આગળ વધે છે. એટલા માટે જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર બાદ ગીતાજીનો પાઠ બોલવામાં આવે છે. 

રામાયણનો પાઠ સાંભળવો એ મરણ પથારી પર સુતા વ્યક્તિ માટે ખુબ જ લાભદાયક છે. રામાયણ ભગવાન વિષ્ણુના રામ આવતરની લીલા કથા છે જે વ્યક્તિના મનને આનંદિત કરી નાખે છે  અને મૃત્યુના સમયે થતા કષ્ટોને દુર કરે છે. રામ રામ નામને જપતા જે વ્યક્તિનું મૃત્યુ થાય એ વ્યક્તિ સ્વર્ગ લોકોને આધીન છે એવું રામાયણમાં કહેવામાં આવ્યું છે. 

શ્રી મદ્દ ભગાવત કથા સહીત બીજા પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના સમયે વ્યક્તિ જે વિષયને વિચારે છે મૃત્યુ પછી તેને એવી જ ગતિ મળે છે. રામાયણ ગીતા અથવા પુરાણમાં જે કોઈ જે ધર્મ હોય તેનો ગ્રંથ હોય તેને સાંભળતા સંભળાતા પ્રાણ ત્યાગવાથી નર્કનું કષ્ટ નથી ભોગવવું પડતું. કેમ કે વ્યક્તિનું મન પોતાના ઈશ્વર તરફ લાગેલું રહે છે. 

તમે આમાંથી કઈ વસ્તુ કરો છો, કોમેન્ટ કરજો તમને શું લાગે છે .

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment