સપ્તપદીના સાત વચનોનો અર્થ શું થાય છે? આ વચનો દ્વારા વધુ વાર પાસે માંગે છે આવા આવા વચનો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સપ્તપદીના સાત વચનોનો અર્થ શું થાય છે? આ વચનો દ્વારા વધુ વાર પાસે માંગે છે આવા આવા વચનો.

મિત્રો લગ્ન એક ખુબ જ પવિત્ર વસ્તુ છે. જે વ્યક્તિના લગ્ન થઇ જાય ત્યાર બાદ તેને કહેવામાં આવે છે કે પ્રભુતામાં પગલા થયા. લગ્ન એ સ્ત્રી અને પુરુષ માટે આજ જન્મમાં બીજા જન્મની અનુભૂતિની એક લહેર છે. જેમાંથી દરેક વ્યક્તિને પસાર થવું જોઈએ. પરંતુ મિત્રો તમે જાણો છો કે લગ્નમાં બંધાતા પહેલા સાત ફેરા લેવામાં આવે છે. પરંતુ સાત ફેરાનું મહત્વ અને તે શા માટે વરવધુને ફેરવવામાં આવે છે તેના વિશે આજે લગભગ કોઈ નથી જણાતું હોતું.

તે ફેરા શા માટે લેવામાં આવે છે તેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો આજે અમે તમને જણાવશું કે તે સાત ફેરામાં સાત વચન આપવામાં આવે છે અને તે વચન અગ્નિદેવની સાક્ષીએ લેવામાં આવે છે. જેના દ્વારા પતિ અને પત્નીનું જીવન સુખરૂપ અને પ્રેમાળ રહે. ચાલો જાણીએ કે શું છે એ વચન અને તેનું મહત્વ.

તે વચનો ફેરા પ્રમાણે બોલવામાં આવે છે. તેમાં પહેલું વચન છે.
પહેલા ફેરામાં છોકરી છોકરા પાસે વચન માંગે છે. તે વચનમાં માંગે છે કે તમે કોઈ પણ તીર્થ, યાત્રા, ધાર્મિક કાર્ય એકલા ન કરે, પરંતુ તે દરેક કાર્યમાં મને સાથે રાખે અને જીવનના આવા દરેક કાર્યમાં મને સાથે રાખીને નિભાવો. તો જ હું તમારી સાથે લગ્ન માટે સહમત થાવ છું.

બીજું વચન.
બીજા વચનમાં પણ છોકરી છોકરા પાસે માંગે છે કે તમે જેમ તમારા માતાપિતાને આદર આપો છો એ રીતે મારા માતાપિતાને પોતાના જ માતાપિતા માનીને આદર કરશો. જો તમને વાત સ્વીકાર્ય હોય તો જ તમારી સાથે લગ્નમાં સહમત થાવ છું.

ત્રીજું વચન.
વચનમાં વધુ વરને કહે છે કે જો તમે જીવનની ત્રણેય અવસ્થામાં એટલે કે યુવાવસ્થા, પ્રોઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તમે મારો સાથ નીભાવશો. તો જ તમારા સાથે લગ્ન માટે હું સહમત છું.

ચોથું વચન.
ચોથા વચનમાં કન્યા પોતાના આખા ભવિષ્યની બધી જ જવાબદારી તેના પતિ પર નાખે છે અને પછી એ લગ્ન માટે સહમત છે એવું કહે છે.

પાંચમું વચન.
આ વચનમાં કન્યા પુરુષ પાસે માંગે છે કે ઘરમાં કોઈ કામ, લેણદેણ કે પછી અન્ય કોઈ પણ ખર્ચ કે નિર્ણય લેવામાં આવે તો તેની રાય અવશ્ય લેવી. ઘરમાં કોઈ પણ શુભ કાર્ય પણ કરવામાં આવે તો પણ અવશ્ય મારો અભિપ્રાય લેવો.

છઠું વચન.
આ વચનમાં છોકરી છોકરા પાસે એવું માંગે છે કે, ક્યારેય પણ કોઇપણ બીજા વ્યક્તિ કે અન્ય લોકો સામે મારું અપમાન નહિ કરો, જાહેરમાં ક્યારેય મારા પર ગુસ્સો નહિ કરો, જુગાર અને નશીલા પદાર્થથી દુર રહેશો અને બીજા પણ ખરાબ કામોથી દુર રહેશો. તો તમારી સાથે લગ્ન માટે સહમત થાવ છું.

છેલ્લું અને સાતમું વચન.
વચનમાં વધુ વર પાસે એવું વચન માંગે છે કે તેનો પતિ દરેક બીજી સ્ત્રીને પોતાની માતા સમાન માને, પતિ પત્નીના પ્રેમ વચ્ચે ક્યારેય પણ બીજું કોઈ વચ્ચે સ્થાન નહિ મેળવી શકે, તો જ તમારી સાથે લગ્ન કરવા માટે સહમત થાવ છું.

તો મિત્રો આ સાત વચનને જે લોકો જાણી લે છે તેનું લગ્ન જીવન ક્યારેય તૂટતું નથી હંમેશા ખુશી અને પ્રેમ બંનેના જીવન આવતું રહે છે. જે સ્ત્રી પોતાના પતિનું અને જે પતિ તેની પત્નીનું સમ્માન કરે છે તેના જીવનમાં સદાય માટે લક્ષ્મીજીનો વાસ રહે છે. એટલા માટે સ્ત્રીનું સમ્માન પુરુષનો અધિકાર છે. માટે દરેક સ્ત્રીનું સમ્માન જાળવવું જોઈએ..

તો મિત્રો આજે women’s day એટલે કે વિશ્વ મહિલા દિવસ છે એટલા માટે કોમેન્ટમાં ખાસ લખો અને સ્ત્રીઓનું સમ્માન જાળવતા કહો…… Happy women’s day

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment