જાણો શિરડીના સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય.. જે આજ સુધી કોઈ નથી જાણી શક્યું

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો શિરડીના સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય..

મિત્રો સાંઈબાબા એક એવા દેવ થઇ ગયા કે જેમને કોઈપણ  ધર્મ સાથે સંબંધ નથી. સાંઈબાબા સર્વધર્મ સમભાવ પર જ ચાલતા હતા. તેથી તેમના ભક્તો પણ કોઈ એક ધર્મના હોતા નથી.

મિત્રો શિરડીના સાંઇબાબા એ ઈશ્વરનો લોકો સાથે સાક્ષાત્કાર કરાવ્યો હતો. તેથી જ તો  સાંઈબાબાને એક ભગવાનની જેમ પૂજવામાં આવે છે. તો મિત્રો આજે અમે તમને આ શેરડીના સાંઈબાબાના આ મંદિર અને તેમાં રહેલી મૂર્તિ વિશે કંઈક રહસ્ય વાતો જણાવીશું જે જાણીને તમને નવાઈ લાગશે. જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે.

શિરડીમાં આવેલ સાંઈબાબાનું મંદિર એ ઈચ્છાપૂર્તિ માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને લોકો અહીં આવવા માટેની માનતા પણ રાખતા હોય છે. તેમજ બીમાર લોકો પણ અહીં આવે છે અને સ્વસ્થ થઇને જાય છે.

આ મંદિરનું નિર્માણ 1922 માં કરવામાં આવ્યું હતું. આ મંદીર સાંઈબાબાની સમાધિ પર બનાવામાં આવ્યું છે. સાંઈબાબા 16 વર્ષની ઉંમરે જ આવ્યા હતા અને આ સમાધિમાં લીન થયા ત્યાં સુધી ત્યાં જ રહ્યા. અહીં લોકો ખુબ જ આસ્થા લઈ  દૂર દૂરથી આવે છે. અહીં એવું માનવામાં આવે છે કે હજુ સુધી સાંઈબાબા હાજરાહજૂર છે. તેથી અહીં સાંઈબાબાની સેવા પૂજા કરવામાં આવે છે.

ત્યારબાદ અહીંની વિશેષતાની વાત કરીએ તો અહીં એક પ્રસાદી આપવામાં આવે છે. એ ભભૂતિની પડીકી હોય છે. જેનો ઉપયોગ કરવાથી બીમાર લોકોની બીમારી દૂર ભાગે છે. અહીં આપવામાં આવતી ભભૂત કોઈ સાધારણ નથી. સાંઈબાબા દ્વારા હવન કુંડમાં અગ્નિ પ્રજવલિત કરી ભસ્મ મેળવવામાં આવતી હતી અને આ હવનકુંડની અગ્નિ આજે પણ શિરડીમાં પ્રજવલિત થયેલી જોવા મળે છે. આ ભસ્મ દરેક માટે ઈલાજ રૂપ સાબિત થાય છે.

સાંઈબાબાના સમયમાં એક બાળકને કેન્સર જેવી ભયાનક બીમારી થઈ હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ બાળકનો ઇલાજ કરી શક્યા નહીં ત્યારે સાંઈબાબા એ ભસ્મથી તેને એકદમ કેન્સર મુક્ત કરી દીધો. ત્યારબાદ ઈલાજ માટે સાંઈબાબાએ આ ભસ્મનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું.

સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય જાણીએ કે આ મૂર્તિ  1954 પછી બનાવવામાં આવી હતી. ત્યારે એક ઘટના બની હતી કે મુંબઈના બંદર પર ઈટલીથી માર્બલ આવ્યો હતી હતી. પરંતુ તે કોઈ જાણતું ન હતું કે આ માર્બલ કોણે અને શા માટે મોકલેલ છે. માત્ર તેના પર ઈટલી લખેલ હતું. ત્યારબાદ શિરડી સંસ્થાએ આ માર્બલને સાંઈબાબાનું મંદિર બનાવવા માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું .

મૂર્તિ બનાવવા વાળા વ્યક્તિઓને સમજમાં આવતું ન હતું કે મૂર્તિ કેવી બનાવવી અને તે લોકો હતાશ થઈ ગયા ત્યારબાદ તેમણે સાંઈબાબાની પ્રાર્થના કરી અને ત્યારે સાંઇબાબા એ દર્શન આપ્યા. ત્યારબાદ તે પ્રમાણે આસન ધારણ કરેલ સાંઈબાબાની મૂર્તિ બનાવી. તેથી  આજ સુધી કોઈ પણ નથી જાણતું કે આ મૂર્તિ બનાવવા માટેના પથ્થર કોને મોકલ્યા હતા.

તેથી મિત્રો તમે આ સાંઈબાબાના મંદિર જાઓ તો ત્યાંની ભસ્મ જરૂર લેજો અને જો ક્યારેય ગયા હોવ શિરડી તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. જય સાંઈબાબા……

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *