રોલ્સ રોયસમાં શહેરનો કચરો ઉઠાવ્યો હતો આ રાજા એ…. જાણો તેની આખી કહાની….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🚗 રોલ્સ રોયસમાં શહેરનો કચરો ઉઠાવ્યો હતો આ રાજા એ…. જાણો તેની આખી કહાની…. 🚗

🚗 ભારતના રાજાઓ અમીરી દેખાડવામાં કોઈ દિવસ પાછા નથી પડતા. એવા જ એક રાજસ્થાનના અલવરના રાજા હતા મહારાજા જયસિંહ પ્રભાકર. મહારાજા જયસિંહે જ્યારે રોલ્સ રોયસ કંપનીને પોતાનો રૂઆબ બતાવ્યો અને વિશ્વની સૌથી ફેમસ પોર્શ કાર કંપની પણ દંગ રહી રહી ગઈ. મિત્રો મહારાજા જયસિંહે રોલ્સ રોયસ કંપનીએ પોતાના પગના તળિયે બેસાડી દીધી. આવું શા માટે કર્યું તે આપણે જાણીએ.Image Source :

🚗 આ વાત છે ૧૯૨૦ ની જ્યારે મહારાજા જયસિંહ ભારતથી દુર લંડનમાં પોતાનો સમય વિતાવી રહ્યા હતા. ભારતમાં સોનાથી ઢંકાયેલા અને મોટા કાફિલામાં ફરતા હતા. અને તે લંડનમાં તેઓ સામાન્ય અને સાધારણ જીવન જીવી રહ્યા હતા. એક દિવસ ફરતા ફરતા મહારાજા જયસિંહને રોલ્સ રોયસનો શો રૂમ જોવામાં આવ્યો અને મહારાજા જયસિંહ લક્ઝરી ગાડીના ખુબ જ મોટા શોખીન હતા.

🚗 રોલ્સ રોયસ ગાડી જોઇને મહારાજાએ કાર ખરીદવાનું નક્કી કરી લીધું. પછી શો રૂમ તરફ આગળ વધ્યા તે કારને ખરીદવા માટે ખુબ જ જલ્દી શો રૂમમાં ગયા. શો રૂમમાં જતા જ મહારાજા જયસિંહની નજર ગાડી પર પડી જેને જોઇને મહારાજા ખુબ આકર્ષિત થયા હતા. તે ગાડીને મહારાજ જયસિંહ જોવા લાગ્યા. મહારાજાએ ગાડીના પાર્ટ્સ અને ફીચર જોવા માટે બાજુમાં ઉભા એક અંગ્રેજને પૂછ્યું. એ કર્મચારીએ મહારાજા જયસિંહની સામું જોયું અને ગુસ્સે થઇ ગયો. કારણ કે મહારાજા જયસિંહ ત્યાં સાધારણ વેશમાં ગયા હતા. સેલ્સમેનને લાગ્યું કે આ કોઈ ગરીબ ભારતીય છે.

🚗 એ સેલ્સમેને તરત જ ગાડી વિશે જાણકારી આપવાની ના પાડી દીધી અને મહારાજા જયસિંહને બહારનો રસ્તો દેખાડવા લાગ્યો. માનવામાં આવે છે કે આ રીતે તેનું આપમાન થવાથી પણ જયસિંહ ગુસ્સે ન થયા અને ચુપચાપ ઉભા રહી ગયા.Image Source :

🚗 થોડા સમય સુધી એ સેલ્સમેને મહારાજાનું અપમાન  કર્યું પછી મહારાજા જયસિંહને શો રૂમની બહાર કાઢી મુક્યા. મહારાજા જયસિંહ પોતાના ગુસ્સાને કાબુમાં રાખ્યો. કારણ કે મહારાજા જયસિંહ અપમાનના બદલામાં અપમાન કરવા માંગતા હતા. મહારાજા જયસિંહ શો રૂમથી બહાર આવીને સીધા પોતાની હોટેલ તરફ ચાલવા માંડ્યા. મહારાજા જેવા હોટેલ પહોંચ્યા અને તે ખુબ જ ગુસ્સામાં હતા. બસ એમના મગજમાં એક જ વાત ચાલતી હતી કે તેમણે રોલ્સ રોયસને પોતાનો રૂઆબ શું છે તે બતાવવો હતો.

🚗 મહારાજા જયસિંહ ફરીવાર રાજાના રૂપમાં હોટેલની બહાર નીકળ્યા અને રોલ્સ રોયસના શો રૂમમાં જાણ કરવામાં આવી કે અલવરના મહારાજા ગાડી ખરીદવા માટે આવી રહ્યા છે. અને આવી ખબર શો રૂમમાં પહોંચતાની સાથે જ શો રૂમની બહાર રેડ કાર્પેટ પથારી દેવામાં આવી. મહારાજા જયસિંહ આવ્યા એટલે બધા જ વ્યક્તિએ મહારાજાની આગળ માથું જુકાવ્યુ. પછી મહારાજા શો રૂમની અંદર જતા જ સીધો 7 રોલ્સ રોયસ કારનો ઓર્ડર આપી દીધો અને તે સમયે જ ગાડીઓના પૈસા ચૂકવ્યા આવડો મોટો ઓર્ડર સાંભળી શો રૂમમાં મોજુદ બધા જ લોકો દંગ રહી ગયા.Image Source :

🚗 અને તે બધી જ ગાડીઓને સીધી ભારત પહોંચાડવાનું પણ કહ્યું. સાથમાં પેલા સેલ્સમેનને પણ ભારત જવાનું કહ્યું. શો રૂમના બધા જ કર્મચારી ખુબ જ ખુશ હતા એ ખુશી માનવતા હતા. પરંતુ મહારાજા જયસિંહનો અસલી ખેલ તો હજુ બાકી હતો.

🚗 પછી તે બધી જ ગાડીઓ ભારત પહોંચી અને મહારાજા જયસિંહે પોતાનો ખેલ ચાલુ કરી દીધો. પછી બધી જ ગાડીઓને નગરપાલિકાને આપી દીધી અને કહ્યું કે આજથી શહેરનો બધો જ કચરો આ ગાડીઓથી ઉઠાવવામાં આવશે. આ વાત સાંભળતા જ સેલ્સમેનના પગ નીચેથી જમીન ખસી ગઈ.  જેવું આ કામ ચાલ થયું અને જંગલની આગ જેમ વાત બધી તરફ ફેલાઈ ગઈ. દરેક લોકો આ સાંભળી હેરાન રહી ગયા કે આટલી મોંઘી મોંઘી કાર કચરો ઉઠાવવા માટે ! રોજ સવારે નગરપાલિકા આ ગાડીઓમાં કચરો ભરીને લઇ જવામાં આવતી હતી.

🚗 આ જોઇને અંગ્રેજોના ચહેરાનો રંગ ઉડી જતો હતો. મહારાજા જયસિંહનો આ દાવ જોઇને એ સેલ્સમેન પણ સમજી ગયો કે મેં ખોટી જગ્યાએ પગલું ભરી લીધું. જ્યારે આ ખબર યુરોપ અને અમેરિકા પહોંચી ત્યારે રોલ્સ રોયસના ગ્રાહકો ખુબ જ દુઃખી થયા. દરેક વ્યક્તિ આ ગાડીઓ પર ખુબ જ મજાક ઉડાવતા હતા. કે ભારતમાં જે ગાડીમાં પોતાનો કચરો રાખે છે એ ગાડીઓને કેમ વાપરી શકાય ?Image Source :

🚗 જોત જોતામાં રોલ્સ રોયસનું માર્કેટ નીચે પાડવા લાગ્યું ગ્રાહક હવે તેની ગાડીઓમાં રસ ન દાખવતા. આ બધુ જ નજરે જોઈને મહારાજા જયસિંહ મજાક ઉડાવતા અને તેમનો આખો પ્લાન સફળ થયો. ત્યાર પછી મહારાજા પાસે કંપનીએ જુકવું પડ્યું અને એક પત્ર મોકલ્યો. તેમાં રાજાની માફી માંગી હતી અને કહ્યું હતું કે “તમે અમારી ગાડીમાં શહેરનો કચરો ન ઉઠાવો અમે તમને 6 નવી રોલ્સ રોયસ ગાડી ભેટમાં આપીશું.” હવે મહારાજનું કામ તો થઇ ગયું હતું. એટલે મહારાજાએ કંપનીને માફી આપી દીધી હતી. અને કચરો તે ગાડીઓમાં ઉઠાવાવનું બંધ કરી દીધું હતું.

🚗 ત્યારે મહારાજા જયસિંહે આખી દુનિયાને જણાવી દીધું હતું કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિની ઓળખ પોષક પ્રમાણે ન કરાવી જોઈએ. એક નાની એવી ભૂલના કારણે રોલ્સ રોયસ જેવી કંપનીના ખરાબ દિવસો આવી ગયા હતા અને આ વાતમાંથી આપણે પણ જાણવું જોઈએ કે ક્યારેય પણ કોઈ વ્યક્તિને નાનો ન સમજવો જોઈએ. આ ઈતિહાસ ગમે તો જરૂર શેર કરજો..Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment