રાશિઓ અનુસાર રમવું જોઈએ આ રંગોથી હોળી… તમારા ભાગ્યમાં આવશે બદલાવ અને ખુલી જશે તમારું નસીબ…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

રાશિઓ અનુસાર રમવું જોઈએ આ રંગોથી હોળી…તમારા ભાગ્યમાં આવશે બદલાવ અને ખુલી જશે તમારું નસીબ…

મિત્રો આપણા જીવન માટે રંગોનું પણ પોતાનું અલગ મહત્વ હોય છે. આ રંગો આપણા જીવન સાથે અભિન્ન રૂપે જોડાયેલા છે. આ દુનિયામાં રંગ વગર કોઈ પણ વસ્તુ આપણને પસંદ નથી આવતી. કોઈ રંગ વગરનું ચિત્ર આપણે જોઈએ તો તેના પ્રત્યે આપણને આકર્ષણ નથી થતું. IMAGE SOURCE
એટલા માટે જીવનમાં રંગોનું ખુબ જ મહત્વ રહેલું છે. તો મિત્રો રંગોનું મહત્વ હોળીમાં પણ ખુબ જ હોય છે. જ્યારે પણ હોળીની વાત આવે ત્યારે આપણે બધા તેને રંગનો તહેવાર છે એવું કહીએ છીએ. મિત્રો હોળીના રંગમાં દરેક વ્યક્તિએ રંગાવું જોઈએ. તેનાથી જીવન પણ રંગીન બની જાય છે.

પરંતુ મિત્રો તમે જાણો છો કે દરેક વ્યક્તિની રાશિ સાથે રંગનું પણ ખુબ જ ખાસ મહત્વ હોય છે. જો તમે તમારા જીવનમાં ખુશીઓને લાવવા માંગો છો તો આ હોળીને રાશિ અનુસારના રંગોથી રમવી જોઈએ. આજે અમે તમને જણાવશું કે કંઈ રાશિના જાતકોએ ક્યાં રંગથી હોળી રમવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં ખુબ જ શુભ પરિવર્તનો પણ આવશે. જે તમને સફળતા તરફ લઇ જશે. તો ચાલો જાણીએ કે ક્યાં રંગોથી રમવી જોઈએ હોળી રાશિ અનુસાર.

IMAGE SOURCE
મેષ રાશિ. મેષ રાશિનો સ્વામિ મંગળ માનવામાં આવે છે. તેના કારણે આ રાશિના જાતકો ખુબ જ ઉગ્ર સ્વભાવના હોય છે. તેમજ આ રાશિએ અગ્નિની રાશિ છે. આ રાશિના લોકોએ હોળીના દિવસે લાલ અને પીળા રંગથી જ હોળી રમવી જોઈએ. આ રંગોથી હોળી રમવામાં આવે તો તમારા જીવનમાં પ્રેમ અને સકરાત્મકતાનો સંચાર થાય છે.

વૃષભ રાશિ. વૃષભ રાશિનો સ્વામિ શુક્ર ગ્રહને માનવામાં આવે છે. આ કારણે તેનો સંબંધ પૃથ્વી સાથે જોડાય છે. આ રાશિના લોકોએ હોળીના દિવસે સફેદ કપડાં પહેરીને ઓરેન્જ અને પર્પલ કલરથી હોળી રમવી જોઈએ. આ રંગથી હોળી રમવાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. તેમજ આ રાશિના લોકોએ કાળા અને લીલા રંગથી બચવું જોઈએ. કારણ કે આ રંગ તેમના માટે અશુભ માનવામાં આવે છે.

IMAGE SOURCE
મિથુન રાશિ. આ રાશિનો સ્વામિ ગ્રહ બુધને માનવામાં આવે છે. આ રાશિ વાયુ તત્વથી જોડાયેલી છે એટલા માટે આ રાશિના જાતકોએ લીલા રંગથી હોળી રમવી જોઈએ. આમ કરવાથી તેમના માન-સમ્માનમાં વધારો થાય છે અને સંબંધોમાં પણ ગહનતા આવશે. આ લોકોએ હોળી રમવાની શરૂઆત જ લીલા રંગથી કરવી જોઈએ.

કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વામિ ચંદ્ર ગણવામાં આવે છે. આથી કર્ક રાશિએ જળ તત્વની રાશિ છે. ચંદ્રના પ્રભાવથી આ રાશિના લોકો વધુ કલ્પનાશીલ હોય છે એટલા માટે આ રાશિના લોકોએ સફેદ કપડાં પહેરીને નીલા, પીળા અને લીલા રંગથી હોળી રમવી જોઈએ. આ કલર તમને સિદ્ધીની પ્રાપ્તિ કરાવશે.

IMAGE SOURCE
સિંહ રાશિ. સિંહ રાશિનો સ્વામિ ગ્રહ સૂર્યને માનવામાં આવે છે. સિંહ અગ્નિની રાશિ માનવામાં આવે છે. આ રાશિના લોકો ગોલ્ડન, પીળા, લાલ અને નારંગી રંગથી હોળી રમી શકે છે. આ રંગોથી હોળી રમવાથી આ રાશિના લોકો ઉર્જાવાન બને છે. આ ઉપરાંત આ રાશિના લોકોએ હોળી રમતા પહેલા સૂર્યદેવને પ્રણામ અવશ્ય કરવા જોઈએ. તેનાથી દરેક સફળતાઓ મળવાને પાત્ર છે.  

કન્યા રાશિ. કન્યા રાશિનો સ્વામિ બુધને ગણવામાં આવે છે. આથી તેમાં પૃથ્વી તત્વ રહેલું છે. આ રાશિના લોકો એ લીલા, ભૂરા અને નારંગી રંગોથી હોળી રમવી જોઈએ. આ રાશિના જાતકો દ્વારા જો આ રંગોથી હોળી રમવામાં આવે તો તેમની દરેક પ્રકારની આર્થીક સમસ્યા દુર થાય છે.

IMAGE SOURCE
તુલા રાશિ. તુલા રાશિના સ્વામિ શુક્રને માનવામાં આવે છે. તેથી તેમાં વાયુ તત્વ રહેલું છે. આ રાશિના જાતકોએ સફેદ કપડાં પહેરીને આછા ગુલાબી રંગથી હોળી રમવી જોઈએ. જે તેના નસીબને ચમકાવશે અને દરેક મુશ્કેલી વાળી પરિસ્થિતિ માંથી પોતાનો માર્ગ શોધી લેશે. તે તેમની કલામાં પણ આગળ વધી શકશે.  

વૃશ્ચિક રાશિ. આ રાશિનો સ્વામિ મંગળ છે. આથી તેમાં જળ તત્વની પ્રધાનતા રહેલી છે. આ રાશિના લોકોએ લાલ, મરૂન અને પીળા રંગથી હોળી રમવી જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થઈ જશે અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થશે.

IMAGE SOURCE
ધન રાશિ. ધન રાશિનો સ્વામિ ગુરુ છે. તેમજ તેમાં અગ્નિ તત્વની પ્રધાનતા રહેલી છે. આ રાશિના લોકો હોળી રમવા માટે લાલ અને પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી તમારા પરિવારિક સંબંધો ખુબ જ મજબૂત બનશે અને નવા સંબંધો પણ બનશે.

મકર રાશિ. મકર રાશિનો સ્વામિ શનિ છે અને તેમાં પૃથ્વી તત્વ રહેલું હોય છે. આ રાશિના લોકોએ નીલા, કાળા રંગથી હોળી રમવી જોઈએ. આમ કરવાથી તમારી સફળતામાં આવતા દરેક વિઘ્ન દૂર થાય છે અને તમને લક્ષ્યની પ્રાપ્તિ થશે.

IMAGE SOURCE
કુંભ રાશિ. કુંભ રાશિનો સ્વામિ શનિ છે અને તેમાં વાયુ તત્વ પ્રધાન હોય છે. આ રાશિના લોકોએ પર્પલ અને લાલ રંગથી હોળી રમવી જોઈએ. આ રંગોથી રમવાથી તેઓ જીવનની દરેક કઠિન પરિસ્થિતિનો સામનો કરી શકશે અને સફળ પણ થશે.

મીન રાશિ. મીન રાશિનો સ્વામિ ગ્રહ ગુરુ છે, આથી તેમાં જળ તત્વ વધુ હોય છે. આ રાશિના લોકોએ પીળા રંગથી હોળી રમવી જોઈએ. આ રંગોથી રમવાથી તમારા જીવનમાં ધન અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

IMAGE SOURCE
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *