રણબીર અને આલિયા ને કરવા છે લગ્ન પણ આવી રહી છે આ સમસ્યા | જો આ સમસ્યા હલ થાય તો અત્યારેજ કરી શકે છે લગ્ન

0
471
views

રણબીર અને આલિયા ભટ્ટના લગ્નની તારીખ એક મહિના બાદ થઇ જશે નક્કી…..રાહ જોવાય રહી છે માત્ર ઋષિ કપૂરની….

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરના લીંક અપની ખબરો છેલ્લા કેટલાક સમયથી આવી રહી છે. રણબીર પહેલા દીપિકાને ડેટ કરી ચુક્યા છે અને ત્યાર બાદ તે બંને વચ્ચે બ્રેક અપ પણ થઇ ગયું હતું અને દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન પણ કરી લીધા. પરંતુ બીજી બાજુ આલિયા ભટ્ટ રણબીરને મળી અને છેલ્લા કેટલાક સમયથી રણબીર અને આલિયાને બધી જ જગ્યા મુંબઈમાં સાથે જોવામાં આવ્યા છે.  ખબરો અનુસાર તે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે અને બંનેના લવ અફેરની ચર્ચા ચાલી રહી છે.

પરંતુ એવામાં હજુ એક ખબર સામે આવી છે કે બંનેના લગ્ન પણ થઇ જશે તેવા સંકેતો મળી રહ્યા છે. એક મહિના બાદ બંનેના લગ્નની તારીખ નક્કી થઇ જશે તેવું સામે આવ્યું છે. લગ્નની તારીખ માટે રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરની વાટ જોવાઈ રહી છે. ઋષિ કપૂર અત્યારે વિદેશમાં છે તે પરત આવે તેની રણબીર અને આલિયા દ્વારા વાટ જોવાઈ રહી છે. તે ભારત પરત ફરે એટલે તરત લગ્નની તારીખ નક્કી કરી નાખવામાં આવશે.

હાલ બોલીવુડ અભિનેતા ઋષિ કપૂર યુએસમાં મેડીકલ સારવાર કરાવી રહ્યા છે. પરંતુ હવે થોડા સમયમાં ઋષિ કપૂર ભારત પાછા આવી જશે. ઋષિ કપૂરનો ભારત દેશમાં પાછા આવવાનો ખુલાસો તેમની પત્ની નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કર્યો હતો. ઋષિ કપૂર આ મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં ભારત પાછા આવી જશે.

ખબર અનુસાર એવી વાત સામે આવી રહી છે કે ઋષિ કપૂર ભારત આવશે ત્યાર બાદ સૌથી પહેલા પોતાના પુત્ર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન કરાવશે. ઋષિ કપૂર એવું ઈચ્છે છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જાય.

 

ટીવી ટુડેની ન્યૂસ મુજબ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંનેની ફેમેલી સાથે જ પંડિતને મળવા જશે. તેઓ રણબીર અને આલિયાના લગ્ન માટે શુભ મુહરતની તારીખ નક્કી કરાવશે. પંડિત સાથે મુલાકાત કરવાની તારીખ એપ્રિલ મહિનામાં ફિક્સ કરવામાં આવી છે. આ વાત પર હજુ કોઈ સચોટ તપાસ નથી કરવામાં આવી. પરંતુ રણબીર અને આલિયાના લગ્ન થોડા સમય બાદ નક્કી થવા જઈ રહ્યા છે તે વાત જાણીને તેમના ચાહકો ખુબ જ આશ્ચર્ય પામ્યા અને તેમના લગ્ન માટે ઉત્સુક પણ થઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે એ વાત પહેલાથી જ સામે આવી ચુકી છે અને આલિયા અને રણબીર જ્યાં સુધી ઋષિ કપૂર ઠીક નહિ થાય ત્યાં સુધી પોતાના સંબંધને કોઈ પણ પ્રકારનું અધિકારીક નામ નથી આપવા માંગતા. તો બીજી બાજુ મહેશ ભટ્ટનું એવું કહેવું છે કે આલિયા અને રણબીર બંનેએ લગ્ન કરી લેવા જોઈએ. આ પરિસ્થિતિમાં હવે ઋષિ કપૂર ભારત પાછા આવશે ત્યાર બાદ રણબીર આલિયાના લગ્ન પર મહોર લાગશે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આ વર્ષમાં થઇ જશે તેવા અણસાર મળી રહ્યા છે. આમ જોઈએ તો રણબીર અને આલિયાના લગ્ન માટે બંનેની ફેમીલી તરફથી પણ આ સંબંધ માટે મંજુરી મળી ગઈ છે. તાજેતરમાં જ સ્વીઝરલેન્ડમાં આકાશ અંબાણી અને શ્ર્લોકા મહેતાની પ્રી વેડિંગ સેરેમનીમાં કરણ જોહરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને લગ્ન કરી લેવાની સલાહ આપી હતી.

તો મિત્રો તમારું શું કહેવું છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એકબીજા સાથે લગ્ન કરી લેશે કે નહિ કરે…. તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જણાવો. 

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here