તથ્યો અને હકીકતો

વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં પડ્યા બાદ તેની સાથે શું શું થયું… તે જ્યાં પડ્યા ત્યાના સરપંચે કહેલી વાત.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં પડ્યા બાદ તેની સાથે શું શું થયું… તે જ્યાં પડ્યા ત્યાના સરપંચે કહેલી વાત.

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું પ્લેન જયારે પાકિસ્તાનમાં ક્રેશ થયું, ત્યાર બાદ તેની પર પાકિસ્તાને કબજો કર્યો હતો. અને તેમને બંદી બનાવ્યા હતા. આજે પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી દીધી કે પાકિસ્તાન કાલે (શુક્રવારે) અભિનંદનને ૧૨ વાગ્યા આજુબાજુ વાઘા બોર્ડરે છોડશે. આવી જાહેરાત પાકિસ્તાની PM ઇમરાન ખાને સંસદમાં આવી જાહેરાત કરી હતી. આ ખબર સંભાળીને સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

પણ હવે અમે તમને એ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જયારે વિંગ કમાન્ડર પાકિસ્તાનમાં પડ્યા ત્યાર બાદ તરત જ તેમની સાથે શું શું થયું, અને કેવી રીતે તે ઘાયલ થયા અને કેવી રીતે પાકિસ્તાની આર્મી સુધી પહોચ્યા.

જાણો આ તમામ વાત જે આત્યાર સુધી છુપાયેલી રહી હતી. આ વાત એક પાકિસ્તાની સ્થાનિક એટલે કે અભિનંદન જ્યાં પડ્યા ત્યાના નજીકના ભીંબર જીલ્લાના હોરાંન ગામના સરપંચે બતાવેલી છે, કે જે તેમણે તેમની આંખોથી આ ઘટના જોઈ હતી. 

આ ગામ ભરત પાકિસ્તાનની સરહદથી લગભગ 7 કિલોમીટર દુર આવેલું છે, ત્યાના લોકોએ આકાશમાં બે પ્લેનની લડાઈ જોઈ. જેમના એક વિમાનમાં આગ લાગી હતી અને તે ઝડપથી નીચે આવતું હતું. અને આ વિમાનમાંથી અભિનંદન પહેલા જ બહાર કુદી ગયા હતા અને તે પેરાશુટ વડે નીચે ઉતરતા હતા. એમણે નીચે ઉતરીને પૂછ્યું કે આ પાકિસ્તાન છે કે ભારત છે?  ત્યારે એક છોકરાએ જણાવ્યું કે આ ભારત છે. ત્યાર બાદ અભીમન્યુએ ભારતના અમુક નારા લગાવ્યા.

ત્યારે ત્યાં રહેલા પાકિસ્તાનીઓએ તેમના નારા લગાવવાના શરુ કર્યા. આ સરપંચ બતાવે છે કે મારો ઈરાદો આ પાયલોટને જીવતો પકડવાનો હતો. પણ સ્થાનિક લોકો એ દોડીને પાયલટ તરફ ગયા. આ નારા બાજીમાં સ્થાનિક લોકો રોષે ભરાયા અને હાથમાં પથ્થર લઈને તેમને મારવા માટે આગળ ગયા તો અભિનંદનએ તેની પાસે રહેલી પિસ્તોલનિ ગોળીઓ આકાશમાં ફોડી ને તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો.

ભારતીય પાયલોટ અભિનંદન અડધો કિલોમીટર ભાગ્યા અને તેમની પિસ્તોલની અણી પેલા યુવાન લોકો તરફ હતી પણ પેલા યુવાનો પણ પિસ્તોલથી ડર્યા નહિ, અને સતત તેમનો પીછો કર્યો. અને પછી ત્યાં જે લોકો દોડ્યા હતા એમના કહેવા મુજબ અભિનંદન દોડ્યા પછી એક તળાવમાં છલાંગ લગાવી દીધી હતી અને તેના ખીસ્સામાં રહેલા અમુક ડોક્યુમેન્ટ ગળી જવાની કોશિશ કરી અને અમુક ડોક્યુમેન્ટ પાણીમાં નાખીને ખરાબ કરી નાખવાની કોશિશ કરી.

ત્યારે ફટાફટ ત્યાં પેલાનું જવાનો આવી ગયા અને તેમને વિંગ કમાન્ડર અભિનંદનને પકડીને તેમને મારવા લાગ્યા, લાત અને ઘુસાથી અભિનંદનને મારતા હતા, ત્યારે ત્યાં પાકિસ્તાની આર્મી ત્યાં પહોચી ગઈ અને અભિનંદનને પેલા લોકો મારતા હતા તેમની પાસેથી છોડાવ્યા. અને પોતાની સાથે લઈને જતા રહ્યા. વિંગ કમાન્ડર અભિમન્યુને આકાશમાંથી પડ્યા ત્યારે કઈ વાગ્યું ના હતું, આ સ્થાનિક લોકોએ જે તેમને માર્યા એનાથી તેમને વાગ્યું હતું. આ આર્ટીકલ BBC ન્યુઝ (હિન્દી) દ્વારા તેમજ અન્ય બીજી ઈન્ટરનેટ પરથી મળેલી માહિતી પરથી લખવામાં આવ્યો છે. 👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *