જાણો ધનતેરસના દિવસે દીવો આ રીતે સળગાવવાથી થશે ખુબ મોટો લાભ.. જેના વિશે મોટા ભાગની સ્ત્રીઓ નથી જાણતી હોતી.

0
2228
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો ધનતેરસના દિવસે દીવો આ રીતે સળગાવવાથી થશે ખુબ મોટો લાભ.. 💁

🎆 મિત્રો દિવાળી આવી રહી છે. આપણે જાણીએ છીએ કે ધનતેરસથી જ દિવાળીના પવિત્ર પર્વની શરૂવાત થઇ જાય છે અને આ દિવસ દરેક વ્યક્તિના જીવનમાં કહેવાય તો સૌથી મહત્વનો દિવસ. આ દિવસે ધનના દેવતા કુબેર અને ચિકિત્સાના દેવતા ધન્વંત્રી મહારાજની પૂજા કરવામાં આવે છે. પરંતુ ધનતેરસના દિવસે શા માટે પૂજામાં દીવો સળગાવામાં આવે છે અને શા માટે તે જરૂરી છે.Image Source :

🎆 ધનતેરસના દિવસે પૂજા કરવાથી ધન અને વૈભવની પ્રાપ્તિ થાય તે માટે તે દિવસે પૂજા કરવામાં આવે છે. પરંતુ આ જ દિવસે દીવો પ્રગટાવવાથી યમરાજ દ્વારા અપાતી યાતનાઓથી મુક્ત થઇ શકીએ છીએ. આ દીવો પ્રગટાવવાના કારણે અકાળ મૃત્યુથી બચી શકાય છે. પરંતુ મિત્રો આ દિવસે દીવો સળગાવવાની રીત કંઈક અલગ જ હોય છે. જો આ રીતથી દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો જ લાભ થાય છે. તો ચાલો જાણીએ તેની સાચી રીત.Image Source :

🎆 સામાન્ય રીતે તો ધનતેરસના દિવસે સાંજે 13 દીવા ઘરની બહાર અને તેર દીવા ઘરની અંદર પ્રગટાવવા જોઈએ. આ દીવા સૂરજ ડૂબતાની સાથે જ કરવાના હોય છે પરંતુ યમ દીપક ક્યારે પ્રગટાવવો તેનો ખ્યાલ બહુ ઓછા લોકોને હોય છે. તો મિત્રો યમદીપક ઘરના દરેક સભ્યો જમી લે. રાત્રે બધું કામ થઇ જાય ત્યારબાદ રાત્રે સુવાના સમયે પ્રગટાવવાનો હોય છે.Image Source :

🎇 આ દીવાને પ્રગટાવવા જુના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે (જો તમારી પાસે માટીનો જુનો દીવો ન હોય તો તમે લોટ બાંધીને તેનો પણ દીવો બનાવી શકો છો). તેમાં સરસવના તેલનો ઉપયોગ કરવાનો છે. માટે તેમાં સૌપ્રથમ સરસવનું તેલ નાખો ત્યારબાદ એક રૂની વાટ બનાવી તેમાં વાટ લગાવો. આ દીવો ઘરમાં જ પ્રગટાવવો અને ત્યારબાદ તેને તે પ્રજ્વલીત સ્થિતિમાં જ ઘરની બહાર લઇ જવો અને દક્ષીણ દિશા તરફ તે દીવાની જ્યોત રાખી તેને કોઈ નાળા, ગટર કે કચરા પેટી પાસે રાખી દો. આ સાથે દીવાની ચારે બાજુ જળ પણ અર્પણ કરવું અને ત્યારબાદ ઘરે આવી જવું.

🎇 પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ઘર તરફ પાછા ફરો છો ત્યારે તમારે એક પણ વાર પાછું ફરીને દીવાને જોવાનું નથી સીધું પાછળ જોયા વગર જ ઘરમાં પ્રવેશી જવાનું છે.Image Source :

🎇 મિત્રો આજના સમયમાં અકાળ મૃત્યુની ઘટના વધારે પ્રમાણમાં બને છે અને કોઈ પણ અકસ્માત થતા અચાનક જ મૃત્યુ નીપજી જતું હોય છે માટે આજકાલ આ વિધિસર યમ દીપક પ્રગટ કરવો ખુબ જ આવશ્યક બની જાય છે. માત્ર એક જ દિવસ તમારે યમ દીપક કરવાનો છે ત્યારબાદ આખું વર્ષ તમારા ઘરના એક પણ સભ્યોનું અકાળ મૃત્યુ નહિ થાય અને જો તેના નસીબમાં અકાળ મૃત્યુનો યોગ પણ બનતો હશે તો પણ તે યોગ ટળી જશે.

🎇 મિત્રો જ્યારે તમે દીવો પ્રગટાવો ત્યારે તેમાં તમારે એક કોડી પણ નાખવાની છે. સવારે ઉઠતાની સાથે આ દીવામાંથી કોડી કાઢી લેવાની છે અને ત્યારબાદ એ કોડીને કાઢીને તમારે અલમારીમાં જ્યાં તમે તમારા પૈસા ધન વગેરે રાખતા હોય ત્યાં રાખવાની છે. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની અછત ઉભી નહિ થાય. તો મિત્રો આ દિવાળી પર ધનતેરસના દિવસે યમ દીપક કરવાનું ભૂલતા નહિ.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here