ચાણક્યના મતે આવી સ્ત્રી સાથે કયારેય લગ્ન કરવા નહિ | લગ્ન જીવનની શરુઆત કરતા પહેલા જાણીલો.

સ્ત્રીઓ વિશે વિશ્વના તમામ વિચારકો તેમજ ચિંતકોએ પોતપોતાના મતો, વિચારો અને અનુભવો દ્વારા ઇતિહાસના ચોપડે કંઈ ને કંઈ લખેલું છે. સ્ત્રીઓ વિશે વિચાર પ્રકટ કરવામાં ભારતીય મહાનુભાવોએ પણ ઇતિહાસના પાનાઓમાં ચિત્રણ કરેલું જ છે. આવા ભારતીય મહાનુભાવોની વાત કરીએ તો સૌ પ્રથમ સ્ત્રીઓ અને તેના સ્વભાવ તેમજ ગુણાગુણ વિશે સચોટ માહિતી આપી હોય તો સૌ કોઈમાં પ્રથમ નામ આચાર્ય ચાણક્યનું જ લેવું પડે.

આચાર્ય ચાણક્ય દેશના એવા રાજનીતિજ્ઞ હતા કે તેમને કહેલી વાતો અત્યારના સમયમાં પણ એટલી જ સાર્થક છે જેટલી તે સમયમાં હતી. તેમની કુટનીતિ દ્વારા ચંદ્રગુપ્તને તેમણે એક સાધારણ છોકરામાંથી મગધનો સમ્રાટ બનાવી દીધો હતો. હવે તમે જ વિચારો આટલા મહાન વિદ્વાન વિચારક દ્વારા કહેવાયેલી સ્ત્રીઓ વિશે કહેલી વાત કેટલી સચોટ હોઈ શકે.

નીચે મુજબ સ્ત્રીઓ વિશેની વાત આચાર્ય ચાણક્યએ તમામ લોકો, યુવાનો તેમજ પુરુષોને ઉદ્દેશીને કહી છે, તેથી પુરુષો સ્ત્રીઓની આ વાતો સમજી અને તે વાતોને જાણીને પોતાનું જીવન સ્ત્રી સાથે પસાર કરે જેથી લગ્ન જીવનમાં થતી પરેશાની ઓછી કરીને સુખી લગ્નજીવન વ્યતીત કરી શકે.

આવી સ્ત્રીઓ લગ્ન કરવા યોગ્ય હોય છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે, જે સ્ત્રી સપ્રમાણ સૌન્દર્ય ધરાવતી હોય અને ઉત્તમ ગુણ ધરાવતી હોય અને સમાન કુળની કન્યા હોય તો અવશ્ય લગ્ન કરી લેવા જોઈએ. જો કોઈ કન્યા ખુબ સૌન્દર્યવાન હોય પણ જો નબળા વિચારો ધરાવતી હોય તો એ કન્યાએ વિષકન્યા (ઝેરી કન્યા) કહેવાય છે. જો આ કન્યા સાથે લગ્ન કરશો તો તમારા કુળનો નાશ અવશ્ય આજે નહીતો કાલે થશેજ.

પુરુષે હંમેશા લગ્ન કરવામાં સ્ત્રીના સૌન્દર્યને, અને આર્થીક સધ્ધરતા આ બે તથ્યોને ક્યારેય ધ્યાનમાં ન લેવા કેમ કે આ બંનેનો કોઈ ભરોસો નહિ કે ક્યારે સાથ છોડી દે.

 લગ્ન કરતી વખતે સ્ત્રીના નીચેના માપદંડ અવશ્ય જોવા.

દરેક પુરુષે લગ્ન કરતી વખતે સ્ત્રીના આવા માપદંડ (ગુણ) અવશ્ય જોવા જોઈએ.

  • જે સ્ત્રી સાથે લગ્ન કરીએ તેનું ખાનદાન અવશ્ય જોવું, કેમ કે તે ખાનદાનમાંથી જ તેને ગુણ, અવગુણ, જ્ઞાન, માર્ગદર્શન મળેલું હોય છે. તેથી હંમેશા ગુણીયલ ખાનદાનની હોય તેવી જ કન્યા પસંદ કરવી.
  • હંમેશા સ્ત્રીમાં રહેલા ગુણોને પણ જોવા, સહનશીલતા, લજ્જા, મીઠું બોલવું આ બધા સ્ત્રીના સારા ગુણો છે.
  • જે સ્ત્રી ઉચ્ચ વિચારો ધરાવતી હોય તેની સાથે અવશ્ય લગ્ન કરી લેવા કેમ કે, તેના ઉચ્ચ વિચારોથી આવનારી પેઢી પણ જ્ઞાની થાય છે.
  • જે સ્ત્રીએ જ્ઞાન અર્જિત કર્યું હોય તેની સાથે પણ લગ્ન કરી લેવા કેમકે, તે તેના પતિને અર્થ ઉપાર્જનમાં (પૈસા કમાવવામાં) સાથ અવશ્ય આપે છે.

 કેવી સ્ત્રી સાથે લગ્ન ન કરવા જોઈએ.

  • જે સ્ત્રી સુંદર હોવા છતાં અજ્ઞાની હોય, તેમજ ઘમંડી હોય તેનો ત્યાગ અવશ્ય કરી દેવો.
  • જે સ્ત્રીમાં સૌન્દર્ય હોવા છતાં તેના ગુણના નામે કઈ હોતું નથી તે પુરુષ માટે અભિશાપ રૂપી છે. તેનાથી આવનારી પેઢી ઘમંડી બને છે.
  • જે સ્ત્રી પોતે ધનનો બચાવ નથી કરતી તે અવશ્ય ગરીબીનું કારણ બને છે, આવી સ્ત્રી સાથે લગ્ન ના કરવા એજ સ્વર્ગ સમાન છે.
  • જે સ્ત્રી પતિનું કહ્યું ના કરતી હોય તે પોતાના પતિને જીવતા જ નર્કમાં ધકેલી દે છે, આવી સ્ત્રીઓથી લગ્નતો શું દુરી જ સારી.
  • જે સ્ત્રી પોતાના પતિને પ્રેમના કરતી હોય અને બીજા લોકો પર કેટલો પણ પ્રેમ દર્શાવે તો પણ તે સ્ત્રીથી દુર રહેવામાં જ ભલાઈ છે.

ચાણક્યએ સ્ત્રીઓની વિષે અમુક સચોટ વાતો કહેલી છે, જે દરેક પુરુષોએ અવશ્ય વાચી તેને સમજી લેવી જોઈએ, જેથી ભવિષ્યના લગ્નજીવનમાં ઉદ્દ્ભાવનારા પ્રશ્નો ઓછા થઇ શકે.

  1.  સ્ત્રી ભલે દયાની દેવી જેવી દેખાતી હોય, પણ તે જ્યારે વીફરે ત્યારે પુરુષ કરતા પણ વધુ આક્રમક થઇ જાય છે. આ કારણે જ નાગ કરતાં નાગણને, વાઘ કરતાં વાઘણને અને સિંહ કરતા સિંહણને વધુ ખૂનખાર માનવામાં આવે છે.
  2. જેની પત્ની પવિત્ર હોય અને જે પોતાના ધન-વૈભવથી સંતુષ્ટ તેમજ પોતાનો પુત્ર આજ્ઞાકારી  હોય તેના માટે અહીં પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે.
  3. ચાણક્યનું કહેવું હતું કે, મહિલાઓ જુઠ્ઠું બોલવામાં પાવરધી હોય છે. તેઓ કહેતા કે, બેવકૂફી કરવી, છળ-કપટનો સહારો લેવો, જૂઠ્ઠું બોલવું, ચાલાકી બતાવવી, ક્રૂર થવું આ બધા જ કેટલીક મહિલાના વ્યક્તિગત પ્રાકૃતિક દોષ છે
  4.  આચાર્ય ચાણક્યના મતે અમુક સ્ત્રીઓ સ્ત્રીઓ ગંદકીપ્રિય હોય છે અને ક્રૂર હોય છે.
  5.  જે મહિલા પોતાના પતિની ઈચ્છા વિરૂદ્ધ જઈને વ્રત કરે છે તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે. એટલું જ નહીં, તે સ્વંય પોતાના હાથેથી પોતાના માટે નર્કના દ્વાર ખોલે છે અને સાથે જ પોતાના પતિના પતનનો રસ્તો પણ તૈયાર કરે છે.
  6.  જો સમાન કુળ સ્ત્રી વચ્ચે લગ્ન થાય તો તેઓ પોતાના પારંપરિક રીત-રિવાજો અને સંસ્કારોથી સારી રીતે વાકેફ હોય છે. તેઓ બંને પોતાના કુટુંબમાં ઝડપથી હળીમળી જાય છે.
  7.  પુરુષોએ એ વાત પણ યાદ રાખવી કે, અમુક સ્ત્રીઓને કોઈ વ્યક્તિ માટે ખરો પ્રેમ નથી હોતો. તેઓ વાતચીત એક વ્યક્તિ સાથે કરતી હોય છે, બીજી વ્યક્તિ ઉપર તેમની નજર હોય છે અને મનમાં રટણ તો તેઓ કોઈ ત્રીજી વ્યક્તિનું જ કરતી હોય છે.
  8.  આચાર્ય ચાણક્ય કહે છે કે, સ્ત્રી પોતાની ઉંમરથી માંડીને પોતાના પતિની આવક બાબતમાં જેટલી સહેલાઈથી જૂઠું બોલી શકે છે, એટલી સહેલાઈથી પુરુષો જૂઠું બોલી શકતા નથી.
  9.  સ્ત્રીઓની ક્ષમતાની વાત કરતા આચાર્ય ચાણક્ય કહે છે કે, સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું ખાય છે, તેમનામાં પુરુષો કરતાં ચાર ગણી બુદ્ધિ હોય છે, છ ગણી સાહસિકતા હોય છે અને આઠ ગણી કામેચ્છા હોય છે.

તો આ વાતો આચાર્ય ચાણક્યએ પોતાના ગ્રંથ “ચાણક્ય નીતિ”માં કહી છે. દરેક પુરુષે તેમજ યુવાનોએ સ્ત્રીના આ લક્ષણો જાણી લેવા જોઈએ, જેથી આવનારા સમયમાં સ્ત્રી વિશેનો ખ્યાલ બદલાઈ શકે. અમુક વાતો ચાણક્યએ એમ પણ કહી છે કે,

  • જેના ઘરમાં પતિવ્રતા પત્ની હોય, પતિનું કહ્યું કરતી હોય તેમની સમૃદ્ધિ દિવસે ને દિવસે વધે છે.
  •  જો કોઈ પત્ની તેના પતિ માટે વ્રત તેમજ ઊપવાસ કરતી હોય તો તેનાથી પતિનું આયુષ્ય ચોક્કસ વધે છે.
  •  જો કોઈ પત્નીના આવવાથી ઘરમાં લક્ષ્મીનો વધારો થાય તો અવશ્ય માનવું કે તે સ્વયં તમારા માટે લક્ષ્મીનું સ્વરૂપ છે.
  • અભ્યાસ પામેલી તેમજ વિવિધ કલાઓ ને જાણતી પત્ની પૈસા કમાવવામાં પતિનો ડાબો હાથ બની રહે છે.

આચાર્ય ચાણક્ય દ્વારા સ્ત્રીઓ વિષે આવા સચોટ વિચારો તેમના ગ્રંથ ચાણક્ય નીતિ માં કહેવાયેલા છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.  

 

Leave a Comment