નવરાત્રિમાં લાલ રંગના દોરાનો કરો આ રીતે ઉપાય… જે તમારી સમસ્યાનું કરશે સમાધાન અને આપશે અનેક લાભ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 નવરાત્રિમાં લાલ રંગના દોરાનો કરો આ રીતે ઉપાય જે તમારી સમસ્યાનું કરશે સમાધાન અને આપશે અનેક લાભ.. 💁

આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે નવરાત્રિમાં લાલ દોરાનો ઉપયોગ કરી કંઈ રીતે તમે તમારી સમસ્યાઓનું સમાધાન કરી શકો તે.આ નવરાત્રિમાં અમે, તમને લાલ દોરાનો ઉપયોગ કહીશું તમારા ઘરની બહાર લાલ દોરાને બારણાં પર બાંધો અને તેને બાંધતા પેહલા ની  વિધિ આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

સૌપ્રથમ લાલ દોરો લો. જે કોઈ પણ લાલ રંગનો દોરો ચાલશે અથવા તો તમે નવો પણ લઈ શકો છો. આ લાલ દોરો લઈ તેને પૂજા ઘર સામે લઈને  બેસી જાઓ અને જો પૂજા ઘરમાં દુર્ગામાંનો ફોટો હોય તો વધુ શુભ રહેશે. આ દોરાને પૂજાઘરમાં મૂકો અને ત્યાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો શુદ્ધ ઘી ન હોય તો, સામાન્ય તેલનો પણ દીવો કરી શકાય.

Image Source :

ત્યારપછી હાથ જોડી આખો બંધ કરી “સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ  શાર્દીકે શરણેય ત્ર્યમબ્કે ગૌરી નારાયણી નમોસ્તુતે” આ શ્ર્લોકનો 21 વાર જાપ કરો. આ એક ખુબ જ અસરકારક  મંત્ર છે જેને તમારે મનોમન 21 વાર જાપ કરો. ત્યારબાદ પેલો પૂજા ઘરમાં મુકેલ લાલ રંગના દોરોને ડાબા હાથમાં લો અને તે દોરામાં ૯ ગાંઠ બાંધી લો. આ ગાંઠો થોડા થોડા અંતરે બાંધવી અને આ દરેક ગાંઠો પર સિંદૂર લગાવો.

Image Source :

ત્યારબાદ તમારે તમારી મુશ્કેલીઓ હોય  તેને બોલવી ધ્યાન રાખો કે તમારે માત્ર મુશ્કેલીઓ જ બોલવી તમારી ઈચ્છા ન બોલવી. મુશ્કેલીઓ બોલ્યા બાદ તે શુદ્ધ ઘીના દીવાની ઉપર થી ૯ વાર આ લાલ દોરાને ઊંધો ફેરવો, જેમ તમારા ઘડિયાળના કાંટા ફરે છે તેની ઊંધી દિશા તરફ લાલ દોરાને દીવા ઉપરથી ૯ વાર ફેરવો. ત્યાંથી ઊભા થઈ ત્યારે જ આ લાલ દોરાને મુખ્ય દરવાજે ક્યાંય પણ  બાંધી લો .

આ સામાન્ય રીતે તો કોઈ પણ દોરા આપણે બાંધી દેતા હોઈએ છીએ પરંતુ તેની કોઈ અસર થતી નથી. પરંતુ જ્યારે તમે આ વિધિ પૂર્વક મંત્રોચાર કરીને આ દોરો બાંધી લેશો તો  તેનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રવેશ થતો નથી. સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે અથવા તમારા ઘરના સભ્યો પર આવેલી મુશ્કેલીઓનો અંત આવી જશે.

Image Source :

નવરાત્રિના નવ દિવસ ‌લાલ રંગનો દોરો બાંધી  રાખવો અને દશેરાના દિવસે  આ લાલ દોરાને નદીમાંં પધરાવી દેવો અથવા તેને વૃક્ષની નીચે દાંટી દેવો. આ ખુબ પ્રભાવશાળી ઉપાય છે. આ ઉપાય તમે નવરાત્રિના પહેલા નોરતે અથવા કોઈપણ દિવસે કરી શકો છો .પરંતુ આ ઉપાય કરતી વખતે ખાસ વાત એક ધ્યાનમાં લેવી કે આ ઉપાય સાંજે સાત વાગ્યા પછી જ કરવો. આ ઉપાય જેટલો  જલ્દી કરવામાં આવે તેટલો વધુ લાભ થશે અને આનાથી તમને ઘણો ફાયદો પણ થશે.

આ ઉપાય તમને ખુબ લાભદાયી નીવડે તેવી આશા રાખીએ છીએ અને આ આટીકલ તમને ખુબ ઉપયોગી બને.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment