આ એક રાજ્ય છે BJP માથાનો દુખાવો, અહી ભાજપની સરકાર નહિ બની શકે ?… જાણો કયું રાજ્ય છે તે.. જાણો તેનું કારણ.

મોદી માટે આ એક રાજ્ય છે માથાનો દુખાવો, અહી ભાજપની સરકાર નહિ બની શકે ?… જાણો કયું રાજ્ય છે તે… શા માટે નહિ બને BJP ની સરકાર.

ચૂંટણીના પરિણામો ના અવાજ સંભળાઈ રહ્યા છે, આ વખતે પણ 2014 માફક મોદી લહેર પુરા દેશમાં જોવા મળી રહી છે. ભારતભરમાં એમ બોલી રહ્યું છે કે આ વખતે BJP બહુમત સાથે સરકાર બનાવશે.

અને EXIT POLL ના જણાવ્યા મુજબ પણ સૌથી વધુ સીટો ભાજપને જ મળી રહી હોવાનો દાવો છે. EXIT POLL ની બધી માહિતી મુજબ BJP ને ૩૦૦ થી વધુ સીટો મેળવશે એમ કહેવાઈ રહ્યું છે. અને EXIT POLL મુજબ નક્કી જ છે કે મોદી ફરી વડાપ્રધાન બનશે.

પણ હવે આપણે એક એવા રાજ્ય વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાંથી BJP ની જીત મેળવવી ખુબ  મુશ્કેલ છે. ત્યાં ભાજપને અમુક સીટો જ મળશે તેમ કહેવાઈ રહ્યુ છે, તો ઓ જાણીએ કે   પૂરો દેશ એમ કહે છે કે મોદી એ ખુબ સારું   કામ કર્યું છે એમ તો આ રાજ્ય કેમ મોદી ને મત નથી આપી રહ્યું, જ્યાં મોદી   શાહનો પણ કોઈ જાદુ ચાલતો નથી, તો ચાલો જાણીએ તે  રાજ્ય  કયું છે તે અને જાણીએ કે શા માટે ત્યાં BJP ની સીટો વધુ આવી શકશે નહિ.

આ રહ્યનું નામ છે પશ્વિમ બંગાળ. નામ સંભાળતા જ તમને ખબર પડી ગઈ હશે કે આ રાજ્યની કમાન અત્યારે મમતા બેનર્જીના હાથમાં છે, તે બંગાળની વાઘણ ના નામે પણ ઓળખાય છે, તો ચાલો તમને કેટલાક એવા મુદ્દા જણાવીએ કે જેનાથી તમને ખબર પડે કે અહી કેમ BJP  નો હાથ ઉપર નથી.

બંગાળમાં TMC એટલે કે તૃણમુલ કોંગ્રેસ કે જે મમતા બેનર્જીની પાર્ટી છે, તેનું બંગાળમાં જોર વધુ છે. BJP ના કહેવા મુજબ અને અમુક બંગાળી જનતા ના કહેવા મુજબ  TMC પાર્ટી એ એક ગુંડા ધરાવતી પાર્ટી છે અને તે પાર્ટી પબ્લિક પર અત્યાચાર કરીને તેના મત મેળવે છે અને તે બંગાળની  જનતા ને  હેરાન કરે છે, છતાં પણ 2014 ની ચુંટણીમાં TMC 42 માંથી 34 સીટો સાથે આગળ હતું અને BJP ને ફક્ત 42 માંથી 2 સીટ જ મળી હતી.

BJP ના નેતાઓએ હાલમાં  મમતા બેનર્જીને ભગવાન શ્રી રામનું નામ સાંભળતા ચિડાયા હતા તેવું કહીને સકંજા માં લીધા હતા, અને જયારે મમતા બેનર્જીએ  અમિત શાહ અને BJP ના કાર્યકરો પર એવો  આરોપ લગાવ્યો હતો કે તેમને ઈશ્વરચંદ્ર વિધ્યાસગરની મૂર્તિ તોડી અને બંગાળની અસ્મિતા પર નુકશાન નો આરોપ પણ લગાવ્યો હતો,

બીજી બાજુ BJP ના મહાધ્યક્ષ અમિત શાહ જયારે બંગાળમાં રેલી કરવા ગયા ત્યારે તેમની રેલી થઇ શકી ના હતી અને તેમાં તોફાન મચી ગયુ હતું, BJP ના કાર્યકરો નું કહુવું છે કે આ બધું મમતા દીદી ના કહેવા મુજબ થયું હતું, અને પછીથી મમતા બેનર્જીએ તે જ જગ્યા પરથી ચાલીને રેલી કાઢી હતી.

અને મમતા બેનર્જી બીજા એક વિવાદમાં પણ ફસાયા હતા, બંગાળની એક મહિલા કાર્ટુનનીસ્ટ એ તેમની મજાક કરતી પોસ્ટ શેર કરી હતી તો તેને મમતા દીદીએ પોતાનું અપમાન ગણીને તે મહિલાને જેલ ભેગી કરી દીધી હતી, કેમ કે તેને મુખ્ય મંત્રી મમતા બેનર્જીનું અપમાન કર્યું એટલે અને પોતે મમતા દીદી નરેન્દ્ર મોદીને દેશની બહાર કાઢી નાખો એવા જાહેરમાં બયાન આપે છે, અને મોદીને તે બીજા પણ કેટલાક ના ખેવના શબ્દો કહેતી રહેતી હોય છે, તે શું વડાપ્રધાનનું આપમાન નથી ? આના માટે મમતા ને જેલ ના થવી જોઈએ.

ત્યાના સ્થાનિકોની વાત જોઈએ તો ઘણા લોકો TMC ના કાર્યકર્તાઓને ગુંડા ગણે છે, કેમ કે તે લોકો પૈસાના જોરે અને ધમકી આપીને TMC ને મત દેવાનું કહેતા હોય છે, થોડા સમય પહેલા એવો જ એક વિડીઓ વાયરલ પણ થયેલો. અને ઘણા લોકો TMC ના સારી પાર્ટી પણ ગણે છે. અને તે લોકો મમતા દીદીનો જ સાથ આપી રહ્યા છે. છતાં મોદીજીની સભાને પણ બંગાળમાં ખુબ માન અપાયું હતું.

હાલ, એ કહી શકાતું નથી કે બંગાળના લોકો BJP પર પોતાની મહોર મારશે કે TMC પર તે રીઝલ્ટ માં જ ખબર પડશે, પણ એવું ઘણા લોકોનું કહેવું છે કે BJP માટે બંગાળમાં સરકાર બનાવવી તે લગભગ ખુબ જ અઘરું કામ છે…
તમને શું લાગે છે બંગાળ માં કોની સરકાર બનશે? BJP કે TMC કોમેન્ટ કરો પ્લીઝ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *