જો PM નરેન્દ્ર મોદી બને તો સૌથી પહેલા રાહુલ ગાંધીએ શું કરવું જોઈએ…. જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો…..

જો PM નરેન્દ્ર મોદી બને તો સૌથી પહેલા રાહુલ ગાંધીએ શું  કરશે …. જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો…..

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણીનું રિઝલ્ટ ખુબ જ નજીક છે અને લોકોમાં તેને જાણવાની તમન્ના પણ ખુબ જ વધી રહી છે. પરંતુ ભારતના રાજકીય નેતાઓમાં લોકો કરતા પણ વધારે જિજ્ઞાસા જોવા મળી રહી છે. એક બાજુ બધા ઉત્સુક છે અને બીજી બાજુ થોડી ચિંતામાં પણ છે. કેમ કે આ ચુંટણીનો માહોલ ખુબ જ દમદાર રહ્યો હતો. પરંતુ હવે રિઝલ્ટ આવે એટલે ભારતનું ભાવી કોના હાથમાં જાય તે નક્કી થશે.

પરંતુ મિત્રો અનુમાન આધારિત જો ભારતના ભાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર બને તો રાહુલ ગાંધીએ શું પગલા લેવા જોઈએ. આજે અમે તમને એ જણાવશું કે જો ફરીવાર નરેન્દ્ર મોદી PM પદ સંભાળશે તો રાહુલ ગાંધીએ સૌથી પહેલા શું કરવું જોઈએ. જે ખુબ જ રસપ્રદ વાત છે માટે આ લેખને અંત સુધી વાંચો અને અંતમાં તમારો અભિપ્રાય પણ કોમેન્ટ કરજો.

જો ફરીવાર નરેન્દ્ર મોદી PM ના હક્કદાર બને તો રાહુલ ગાંધીએ તેમને ધન્યવાદ આપવો જોઈએ અને ભગવાનને શુભકામના કરવી જોઈએ. કેમ કે પ્રધાનમંત્રી કોઈ પાર્ટી માટે નથી હોતા. તે દેશની ગરીમાને જાળવી રાખવા માટે લોકો દ્વારા તેને નિયુક્ત કરવામાં આવ્યા હોય છે. એટલા માટે સૌથી પહેલા PM મોદીના ધન્યવાદ કરવા જોઈએ.

પછી રાહુલ ગાંધીએ એ કરવું જોઈએ કે સૌથી પહેલા તો તેને પોતાના અંદર રાજનીતિની સ્કીલને વધારે ડેવલપ કરવી જોઈએ. બીજા લોકોના અનુભવથી ખુદને શીખવું જોઈએ. કેમ કે રાજનીતિમાં જે વ્યક્તિ હોય તેનામાં નીતિ કુશળતા હોવી ખુબ જ જરૂરી હોય છે. મોટા મોટા રાજકીય નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીએ થોડું રાજનૈતિક જ્ઞાન વધારે પ્રાપ્ત કરવું જોઈએ.

ભારતના જનમાનસ અને ભારતના જનમાનસની રાજનીતિને સારી રીતે સમજવા માટે રાહુલ ગાંધીએ આખા ભારતનું ભ્રમણ કરવું જોઈએ. તેનાથી તેને ભારતની વાસ્તવિકતાની ખબર પડે કે ભારતની જનતાની શું જરૂરત છે.

રાહુલ ગાંધીએ સૌથી પહેલા હિંદુ, મુસ્લિમ, દલિત, પછાત વગેરે જાતિઓ અને વર્ણના હિસાબથી ચુંટણી ન લડવી જોઈએ. કેમ કે આ તરીકો ત્યાં સુધી જ ચાલે જ્યાં સુધી કોઈ શિક્ષિત ન હોય. પરંતુ આજકાલ લોકો ખુબ જ શિક્ષિત બની રહ્યા છે. એટલા માટે તે બધી જ જાણકારી રાખતા હોય છે. તો રાહુલ ગાંધીએ જાતિઓના નામ પર ચુંટણી ન લડવી જોઈએ.

નાના મોટા ફાલતું મુદ્દા અને લોકોને લુભાવવાના વચન આપવાને બદલે રાષ્ટ્રવાદને પ્રમુખ સ્થાન આપવું જોઈએ. કેમ કે હાલ ભારત દેશ સહીત બધા જ દેશો આ રસ્તા પર જ ચાલી રહ્યા છે.

રાહુલ ગાંધીએ વિરોધ પક્ષના નેતાઓ પ્રત્યે ક્યારેય પણ અશિષ્ટ શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે પ્રધાનમંત્રી કોઈ પણ પાર્ટીના નથી હોતા, તે દેશની જનતા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મહાન હોદ્દેદાર ગણાય છે.

ભારતીય સંસદ ભવનમાં ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ બનાવી રાખવી જોઈએ. જેમ કે હંમણા જ બન્યું હતું રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્ર મોદીને ભર્યા સંસદમાં આંખ મારવામાં આવી હતી, ગળે મળ્યા અને લોકોને હસાવવાની કોશિશ કરી હતી. સંસદમાં પ્રધાનમંત્રી, અધ્યક્ષ મહોદયની ગરિમા જાળવીને રાષ્ટ્ર હિતના મુદ્દામાં વાત કરવી જોઈએ.

લગાતાર થઇ રહેલી હારના કારણે તેમણે પોતાના કામ પર અને પક્ષના કાર્યકરો પર પુરી રીતે એનાલિસિસ કરવું જોઈએ.

કંઈ પણ બોલતા પહેલા ઘણી બધી વાતોનો ખ્યાલ રાખવો જોઈએ. કેમ કે તેના પરથી મીડિયા દ્વારા રાહુલ ગાંધીનો મજાક બનાવવામાં આવે છે. જેની સીધી અસર ચુંટણીના રીઝલ્ટ પર પડે છે.

ભારતીય જનમાનસમાં રાહુલ ગાંધીની છબી રાજનેતા કરતા અભિનેતા હોય અને કોમેડી કરતા હોય તેવી વધારે છે. એટલા માટે રાહુલ ગાંધીએ પોતાની પર્સનાલીટી ચેન્જ કરવી જોઈએ.

તો મિત્રો રાહુલ ગાંધીએ ચૂંટણીના રિઝલ્ટ બાદ આ કાર્ય કરવું જોઈએ. જે તેના વિકાસ માટે જરૂરી છે. તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો કે ચુંટણીનું રીઝલટ શું હશે……….? કોમેન્ટ કરો.. BJP કે CONGRESS 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *