તથ્યો અને હકીકતો

જાણો એક એવા કુંડ વિશે જ્યાં તાળી પાડવાથી થાય છે કઈક આવું | તેનું સાચું કારણ આજ સુધી વૈજ્ઞાનિક પણ નથી જાણી શક્યા….

જાણો એક એવા કુંડ વિશે જ્યાં તાળી પાડવાથી થાય છે કઈક આવું …. તેનું સાચું કારણ આજ સુધી વૈજ્ઞાનિક પણ જાણી નથી શક્યા….

મિત્રો તમે ઘણા કુંડોના રહસ્યો વિશે સાંભળ્યું હશે. જેમાં કોઈ કુંડ આવનારા ભવિષ્યનો સંકેત આપે છે તો કોઈ કુંડ પોતાના શ્રાપિત પાણીના લીધે જાણીતા છે. આપણા ભારત દેશમાં એવા ઘણા બધા જળ કુંડો છે જેના રહસ્યો હજુ સુધી કોઈ પણ વ્યક્તિ ઉકેલી શક્યું નથી. તો મિત્રો આજે અમે એક એવા કુંડ વિશે જણાવશું કે જેના રહસ્યોને જાણીને તમે આશ્ચર્ય ચકિત થઇ જશો.

img source

મિત્રો આ કુંડ વિશે સાંભળ્યા બાદ તમે એક વાર એવું વિચારવા મજબુર થઇ જશો કે શું ખરેખર આવું બની શકે છે ! પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ વાત બિલકુલ સત્ય છે. મિત્રો અમે જે રહસ્યમયી કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ઝારખંડના બોકારો જીલ્લામાં સ્થિત છે. મિત્રો આ કુંડની સૌથી હેરાન કરી દે તેવી હકીકત એ છે કે આ કુંડ પાસે તાળી પાડો તો કુંડનું પાણી ઉપર આવે છે. તાળી પાડ્યા બાદ આ કુંડમાં પાણી એટલું ઝડપથી ઉપર આવે છે કે તમે કોઈ વાસણમાં પાણી ગરમ કરો અને ઉપર આવતું હોય તેવું લાગે.

img source

મિત્રો આ કુંડની હજુ એક ખાસીયત છે કે આ કુંડમાં ઠંડીમાં ગરમ પાણી નીકળે છે અને ગરમીમાં ઠંડુ પાણી નીકળે છે. બુકારો શહેરથી 27 કિલોમીટર દુર સ્થિત આ કુંડમાં સ્નાન કરવા માટે દુર દુરથી લોકો આવે છે. લોકોનું માનવું છે કે આ કુંડના પાણીમાં જે કોઈ મનોકામના માને છે તેમની મનોકામના પૂર્ણ થઇ જાય છે.

આ ઉપરાંત લોકોનું એવું પણ માનવું છે કે આ રહસ્યમયી કુંડમાં જે કોઈ એક વાર પણ સ્નાન કરી લે છે તો તે વ્યક્તિને જિંદગીમાં ક્યારેય ચામડીના રોગ નથી થતા. આ કુંડને દલાહી કુંડના નામે ઓળખવામાં આવે છે. આ કુંડમાંથી નીકળતું પાણી જમુઈ નામના નાળામાંથી પસાર થઈને ગર્ગ નદીમાં જાય છે. આ કુંડ કોન્ક્રીટની દીવાલોથી ઘેરાયેલું છે.

img source

મિત્રો તમને જણાવી દઈએ કે આ જળાશયનું પાણી એકદમ સ્વચ્છ છે અને કહેવાય છે કે તે કુંડના પાણીમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. કુંડની નજીકમાં દલાહી ગોસાઈ દેવનું સ્થાન છે. રવિવારના દિવસે શ્રદ્ધાળુઓ તેમની પૂજા અર્ચના કરવા માટે આવે છે. અહીં મકર સંક્રાંતિનો મેળો પણ ભારાઈ છે. સ્થાનીય લોકોના કહેવા અનુસાર વર્ષ 1984 થી અહીં મકર સંક્રાંતિના મેળાનું આયોજન કરવામાં આવે છે.

img source

આ અનોખા કુંડ પાસે ઘણી વખત વૈજ્ઞાનિકોએ તપાસ હાથ ધરી છે કે, આખરે આ કુંડમાં પાણી આવે છે ક્યાંથી, તેમજ તાળી પાડવાથી પાણી શા માટે ઉપર આવે છે તેનું સંશોધન પણ ઘણી વખત કર્યું. પરંતુ કોઈ ખાસ પરિણામો અને તારણો શોધી શક્યા નથી. અમુક શોધકર્તાઓનું કહેવું છે કે તાળી વગાડવાથી પાણીમાં ધૂન તરંગોના કારણે પાણી પર તેનો પ્રભાવ પડે છે. પરંતુ તાળી વગાડવાથી પાણી ઉપર શા માટે આવે છે તે રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.

img source

જો મિત્રો તમે ક્યારેય આ રહસ્યમયી દલાહી કુંડની મુલાકાત લીધી છે તેમજ સ્નાન કર્યું છે તો તમારા અનુભવો કોમેન્ટ દ્વારા અવશ્ય શેર કરજો. તેમજ જો ન ગયા હોય તો એકવાર અવશ્ય આ કુંડની મુલાકાત લેજો અને તેના ઔષધીય પાણીમાં સ્નાન કરજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *