જાણો નરેન્દ્ર મોદીના ભાઈઓ શું શું કામ કરી રહ્યા છે… જાણશો તો દંગ રહી જશો.

જાણો નરેન્દ્ર મોદીના ભાઈઓ શું શું કામ કરી રહ્યા છે… જાણશો તો દંગ રહી જશો.

મિત્રો આજે અમે દેશના સૌથી તાકાતવર અને વિશ્વના સૌથી નામદાર વ્યક્તિ નરેન્દ્ર મોદીના પરિવાર વિશે અમુક રહસ્યની વાત જણાવશું. સામાન્ય રીતે દરેક રાજનેતાઓના પરિવાર ખુબ જ સમૃદ્ધ હોય છે. ઘણા કેસમાં એવું જોવા પણ મળ્યું છે કે રાજનેતાના પરિવાર ખુબ જ સુખ સુવિધાઓ વાળું જીવન પસાર કરતા હોય છે. પરંતુ મિત્રો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેસમાં એવું બિલકુલ નથી. કારણ કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેના પરિવારજનો એક સામાન્ય જિંદગી જ પસાર કરી રહ્યા છે. તો આજે અમે તમને તેના ભાઈઓ કંઈ રીતે જીવન પસાર કરે છે એ જણાવશું. તેના ભાઈઓની જિંદગી જોઇને તમે પણ દંગ રહી જશો.

મિત્રો આજે અમે આ લેખમાં જણાવશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિવાર શું કરી રહ્યો છે અને અને તેઓ નરેન્દ્ર મોદી વિશે શું વિચારે છે. નરેન્દ્ર મોદીના પરિવારના વિચારો નરેન્દ્ર મોદી વિશે કેવા છે તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આ સમગ્ર વાત જાણવા માટે આજનો આ લેખ ખાસ વાંચજો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી મોટા ભાઈ છે સોમાભાઈ મોદી. જેની ઉંમર 75 વર્ષની આસપાસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશના પ્રધાનમંત્રીના મોટા ભાઈ સોમાભાઈ મોદી વડનગરના એક વૃદ્ધાશ્રમમાં રહે છે. તમને જણાવી દઈએ કે પુણેમાં એક વખત વૃદ્ધાશ્રમને લાગતો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોમભાઈ પણ ઉપસ્થિત હતા. એવામાં ત્યાંના એક સભ્યએ એલાન કર્યું કે સોમાભાઈ મોદી દેશના પ્રધાનમંત્રીના મોટાભાઈ છે.

ત્યારે સોમાભાઈએ જે જણાવ્યું તે જાણીને તમને પણ ગર્વ થશે. સોમા ભાઈએ જણાવ્યું કે મારી અને નરેન્દ્ર મોદી વચ્ચે એક પરદો છે. જે તમે નથી જોઈ શકતા, પણ હું જોઈ શકું છું. નરેન્દ્ર મારો નાનો ભાઈ છે એ સાચું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કોઈ સંબંધ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે તો હું દેશના 123 કરોડ નાગરીકોમાંથી એક છું, બીજું કંઈ નહિ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા ભાઈ છે પંકજભાઈ મોદી. જેમની સાથે હાલ નરેન્દ્ર મોદીના માતા હીરાબેન રહે છે. તેથી ઘણી વખત નરેન્દ્ર મોદી માતાને મળવા પંકજભાઈના ઘરે પહોંચી જાય છે. જો કે પંકજભાઈની આર્થિક સ્થિતિ પણ સારી છે. કારણ કે તે ઇન્ફોર્મેશન વિભાગમાં ઓફિસર છે.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીના બીજા મોટા ભાઈ છે અમૃતભાઈ મોદી. અમૃતભાઈ એક સમયે નાની એવી કંપનીમાં ફીટરનું કામ કરતા હતા અને તેમનો મહિનાનો પગાર 10,000 રૂપિયા હતો. હાલ તેમની ઉંમર 72 વર્ષની ઉપર છે તેથી તેઓ નિવૃત થઇ ગયા છે. તેમનો દીકરો સંજય નાના મોટા કાર્યો કરે છે. પરિવારે ગયા વર્ષે પૈસા બચાવીને ખુબ જ જતનથી થોડા વર્ષ પહેલા મારુતિ લીધી હતી. જે તેઓ કોઈ ખાસ પ્રસંગો પર જ બહાર કાઢે છે અને એક સામાન્ય વ્યક્તિ જેમ લાઈફને માણે છે.

મિત્રો સંજયે પોતાની પાસે એક વસ્તુ સાચવીને રાખી છે અને તેનું કહેવું છે કે, નરેન્દ્ર કાકા જ્યારે આ વસ્તુને જોશે એટલે તરત જ તેની આંખમાં એક નવી ચમક આવી જશે. જ્યારે નરેન્દ્ર મોદી તેમના મોટા ભાઈ સાથે રહેતા હતા ત્યારે તે એક લોખંડની વજનદાર ઈસ્ત્રી વડે પોતાના કપડા પર ઈસ્ત્રી કરતા હતા. તે ઈસ્ત્રી તેણે સાચવીને રાખવી છે અને તેનું એવું પણ કહેવું છે કે નરેન્દ્ર કાકા માટે આ ઈસ્ત્રી ટાઈટેનિકના ખોવાયેલો પાર્ટ મળી ગયા સમાન હશે.

નરેન્દ્ર મોદીના ચોથા ભાઈ છે અશોકભાઈ મોદી. થોડા વર્ષો પહેલા તે રોડ પર બાંકડો લગાવીને પતંગો, ફટાકડા અને ખાવા પીવાની વસ્તુઓ વહેંચતા હતા. ત્યાર બાદ તેણે એક નાની દુકાન ભાડે લીધી અને તે દુકાનના સહારે તેઓ પોતાની રોજીરોટી કમાઈ રહ્યા છે. એક જૈન પરિવાર દર અઠવાડિયે ગરીબોમાં ભોજન વહેંચે છે. તે કાર્ય ક્રમમાં પણ અશોકભાઈ અને તેમના પત્ની કામ કરવા માટે જાય છે. જેમાં અશોક ભાઈ કઢી ખીચડી બનાવે છે અને તેમના પત્ની વાસણ સાફ કરે છે. તેમાંથી તેમને વધારાની થોડી આવક મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હજુ એક ભાઈ છે ભરતભાઈ મોદી. જે વડનગરથી 80 km દુર લાલવાડા ગામમાં એક પેટ્રોલ પંપ પર અટેડેન્ટનું કામ કરે છે. તેનો પગાર મહિનાના 6000 રૂપિયા છે જે આજના સમયમાં ખુબ જ ઓછો છે. તેથી તે 10 દિવસે એક વાર પોતાના ઘરે જઈ શકે છે. તેમની પત્ની રમીલા બહેન ઘરેથી કરીયાણાનો સમાન વહેંચે છે અને મહીને 2000 જેટલું કમાઈ છે.

નરેન્દ્ર મોદીના કાકાના દીકરો ભાઈ અરવિંદભાઈ મોદી વડનગરના આસપાસના વિસ્તારમાં ભંગારનું કામ કરે છે અને તેમની પત્ની પણ નાના મોટા કામો કરીને પરિવારમાં આર્થિક મદદ કરે છે અને તેમને કોઈ બાળકો નથી.

હવે વાત કરીએ નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પ્રહલાદ મોદીની. જે ઘણી વખત ચર્ચામાં આવી ચુક્યા છે. પ્રહલાદ ભાઈ એક ગલ્લાની નાની દુકાન ચલાવે છે અને તેની સાથે જોડાયેલ એક યુનિયનના પ્રદેશ અધ્યક્ષ પણ છે. તેથી તેઓ ઘણી વખત ગુજરાતની મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શનો પણ કરી ચુક્યા છે. તેમનું માનવું છે કે રાજ્ય સરકારની નીતિઓ ગલ્લાના નાના કારોબારીઓ માટે અનુકુળ નથી. તેથી સાર્વજનિક રૂપે તેઓ મોદી સરકારનો વિરોધ કરતા નજર આવ્યા હતા.

મિત્રો આજે નરેન્દ્ર મોદી જે દેશના સૌથી તાકાતવર વ્યક્તિ ગણાય છે તેનું પરિવાર આજે પણ પોતાની રીતે જાત મહેનતથી કમાઈને એક સામાન્ય જિંદગી પસાર કરી રહ્યું છું. આ બાબતે નરેન્દ્ર મોદીજીનું કહેવું છે કે તેઓ તેમના ભાઈઓ અને પરિવારનો આભાર માને છે કે તેમણે ક્યારેય મોદીજી પર દબાણ નથી કર્યું. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે “પદ દેશની સેવા માટે છે, પરિવારની સમૃદ્ધિ માટે નહિ.” નરેન્દ્ર મોદીના આ વિચાર પર તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર લખજો. આ ઉપરાંત તમારા સૌથી પ્રિય નેતા કોણ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.

આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment