વેપારીઓ માટે ખુશ ખબર…… મોદી સરકાર આપશે વેપારીઓને પણ પેન્શન… જાણો આ યોજના વિશે માહિતી.

વેપારીઓ માટે ખુશ ખબર…… મોદી સરકાર આપશે વેપારીઓને પણ પેન્શન… જાણો આ યોજના વિશે માહિતી.

મિત્રો ચુંટણી આપણા દેશમાં ખુબ જ રોચક રહી, ત્યાર બાદ તેનું પરિણામ પણ ખુબ જ રોચક રહ્યું પરંતુ હવે શપથવિધિ પણ થઇ ગઈ છે. મિત્રો આશ્વર્યની વાત તો એ છે કે શપથવિધિના બીજા જ દિવસે મંત્રીમંડળને પોતાના હોદ્દાઓ અને કાર્યની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. તો મિત્રો આવતા પાંચ વર્ષમાં ભાજપ સરકાર પાસે કામ કરવાના ઘણા બધા એજન્ડા છે. જેને લઈને હાલ સરકાર દ્વારા એવી તવાયફો રહેશે કે કામ ખુબ જ ઝડપી આગળ વધે અને નિશ્વિત સમયે બધી સમ્સ્યાનો ઉકેલ આવી જાય.

કેમ કે નરેન્દ્ર મોદીનું માનવું છે કે સમયને બરબાદ કર્યા વગર જો કામને ઝડપથી ગતિ આપવામાં આવે અને આગળ વધારવામાં આવે તો દેશની જનતા એટલી જ સુવિધાનો લાભ વધારે લઇ શકે. જનતાના આ મુદ્દાને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથવિધિના બીજા જ દિવસે સવારે બધા મંત્રીઓને પોતાના હોદ્દા સાથે કામમાં પણ સચેત કરી દેવામાં આવ્યા હતા. અને સાંજે જ કેબિનેટની મીટીંગ પણ બોલાવી લેવામાં આવી હતી.

તો મિત્રો બધા જ મંત્રીઓને કામ પણ ફાળવી દેવામાં આવ્યું હતું અને એક મહત્વના મુદ્દાને લઈને એક નવી યોજના પણ બનાવી નાખવામાં આવી હતી. આ યોજના દરેક વેપારી અને નાના મોટા બીઝનેસ કરતા લોકો માટે ખુબ જ આવશ્યક છે. આ યોજનાને મોદી સરકાર દ્વારા તરત જ મંજુર કરી દેવામાં આવી છે. તો ચાલો જાણીએ કંઈ છે એ યોજના.

મંત્રીમંડળની પહેલી બેઠકમાં જ દુકાનદારો, રીટેલ વ્યાપારીઓ, ખુદનો નાનો ધંધો ચલાવતા લોકો માટે એક નવી પેન્શન યોજના મોદી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાને કાલે જ મંજુરી મળી ગઈ હતી. આ યોજનામાં મોટાભાગના ભારતના નાના નાના વેપારીઓને ખુબ જ ફાયદો થાય તેના માટે બનાવામાં આવી છે.

આ યોજના અંતર્ગત વ્યક્તિના 60 વર્ષ પછી ઓછામાં ઓછું માસિક પેન્શન રૂપે 3 હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજનાનો લાભ કોઈ પણ દુકાનદાર, રીટેલર, નાનો કારોબાર ચલાવતા બધા જ લોકો આમાં ભાગ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક જીએસટી પ્રમાણે ટર્નઓવર 1.5 કરોડ કરતા ઓછું હોવું ખુબ જ આવશ્યક છે. જો આ રકમથી વધારે ટર્નઓવર હોય તો તમે આ યોજનાનો લાભ નથી લઇ શકતા.

આ યોજનાનો લાભ લેવા માટે 18 થી 40 વર્ષના આયુવર્ગના કારોબારીઓએ ખુદે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ  યોજના માટે કારોબારી વ્યક્તિએ પોતાના તરફથી અમુક અંશ ભાગની રકમ જમા કરવાની રહેશે. કારોબારી જે રકમ જમા કરશે તેની સામે સરકાર પણ કારોબારીના ખાતામાં રકમ જમા કરશે. આ યોજના માટે દેશ આખામાં ફેલાયેલા 3.25 લાખ કોમન સર્વિસ કેન્દ્ર માં જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોજના માં લગભગ દેશના 3 કરોડ નાના નાના વેપારીઓને જોડવામાં આવશે.

આ ફેસલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ યોજનાનો લાભ 3 કરોડ કરતા પણ વધારે કારોબારીઓને મળશે. દુકાનદાર અને સ્વરોજગારી મેળવતા લોકો પણ આ યોજનાઓ લાભ લઇ શકશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આખા મંત્રીમંડળ સામે અને મીડિયાને સંબોધના કરતા આ જાણકારી આઆઈ હતી.

તો મિત્રો આ લેખને દરેક નાના નાના વેપારીઓ સુધી પહોંચાડો જેનો લાભ તે અવશ્ય લઇ શકે અને તમે કોમેન્ટ કરીને તમે કોઈ બીઝનેસ કરો છો ? અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment