મોદીની જીતથી આ બોલીવુડ સિતારાઓ છોડશે દેશ? પહેલા કહેતા હતા કે મોદી જીતશે તો ભારત રહેવા લાયક નહિ હોય.

મોદીની વાપસીથી આ બોલીવુડ સિતારાઓ છોડશે દેશ? પહેલા કહેતા હતા કે મોદી જીતશે તો ભારત રહેવા લાયક નહિ હોય.

મિત્રો લોકસભા 2019 નું પરિણામ સામે આવી ગયું છે જેમ નરેન્દ્ર મોદી બહુમતથી વિજય થયા એ આપણે બધા જાણીએ છીએ. જેનાથી મોદીના ચાહકો અને રાષ્ટ્રવાદી લોકો ખુબ જ ખુશ નજર આવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદીના વિરોધીઓ ખુબ જ નારાજ નજર આવી રહ્યા છે. તો તેવામાં અમુક બોલીવુડમાં પણ એવા અભિનેતાઓ છે જે નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી છે. તે ક્યારેય પણ એવું ઇચ્છતા ન હતા કે નરેન્દ્ર મોદી ફરી વાર વડપ્રધાન બને.

પરંતુ તે સિતારાઓએ પોતાનું મોં શર્મથી છુપાવવું પડશે. કેમ કે હવે ફરીવાર વડાપ્રધાન પદ નરેન્દ્ર મોદી જ સંભાળવા જઈ રહ્યા છે. જેના કારણે આ અભિનેતાઓ ખુબ જ નાખુશ થયા છે. કેમ કે આ અભિનેતાઓ એક સમયે એવી એવી કોમેન્ટ કરી હતી કે “હવે આ દેશમાં અમને ડર લાગી રહ્યો છે, અમારા બાળકોની સુરક્ષા હવે આ દેશમાં નથી.” તો મિત્રો આવું કહીને નરેન્દ્ર મોદીનો અને દેશની ગરિમાનો વિરોધ આ અભિનેતાઓ કર્યો હતો. પરંતુ ફરીવાર નરેન્દ્ર મોદીની વાપસીથી આ અભિનેતાઓ નાખુશ થયા છે અને જો નરેન્દ્ર મોદી ઈચ્છે તો આ અભિનેતાઓએ દેશ પણ છોડવો પડે. તો ચાલો જાણીએ કોણ કોણ છે એ અભિનેતાઓ.

તમને જણાવી દઈએ કે મોદી વિરોધી બોલીવુડ સિતારાઓના લીસ્ટમાં અભિનેતા ફરહાન અખ્તર સૌથી પહેલા નંબર પર છે. મિત્રો ફરહાન અખ્તરે એકવાર કંઈક એવું ટ્વીટ કર્યું હતું કે જેના કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સે તેનો ખુબ જ મજાક ઉડાવ્યો હતો. ફરહાને પોતાના ટ્વીટના માધ્યમથી ભોપાલમાં ચૂંટણી લડનાર ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાને મત ન આપવાની વાત કહી હતી. મિત્રો ફરહાન અખ્તરે કરેલું ટ્વીટ બીજેપી વિરુદ્ધ હતું, એટલું જ નહિ, ઘણા સમયથી ફરહાનના પિતા ઝાવેદ અખ્તર અને માતા શબાના આઝમી પણ એન્ટી બીજેપી રહ્યા છે. જે આ દેશમાં ક્યારેય પણ મોદી સરકાર ઈચ્છતા નથી.

આ વાત પરથી એવું સાબિત થાય છે કે ફરહાન અખ્તર અને તેનો આખો પરિવાર હિન્દુત્વ અને નરેન્દ્ર મોદી વિરોધી છે.તે ક્યારેય પણ એવું નહિ ઈચ્છે કે ભારત સરકાર પર બીજેપીનું શાસન આવે. તમને જણાવી દઈએ કે કનૈયા કુમારને લોકો દેશનો દુશ્મન માને છે. પરંતુ ઘણા અવસરોમાં કનૈયા કુમારને અખ્તર પરિવારને સાથે જોવામાં આવ્યા છે અને તેઓ તેની પ્રશંસા કરતા પણ નજર આવ્યા છે.

મિત્રો અભિનેત્રી સ્વરાં ભાસ્કરે પણ મોદી સરકાર વિરુદ્ધ એક બયાન આપ્યું હતું. જ્યાર બાદ તેની ફિલ્મ વિરે દી વેડિંગમાં સ્વરના એક સીન પર લોકોએ તેને ખુબ ટ્રોલ કરી હતી કે તે પોતાની આંગળીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ સાચી રીતે કરે. સામાન્ય રીતે તો સ્વરાં ભાસ્કર સોસીયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે. પરંતુ ચુંટણીના રીઝલ્ટ બાદ એક પણ ટ્વીટ નથી કર્યું. એક પણ શબ્દ બોલવાનો મોકો નથી હવે સ્વરાં ભાસ્કર પાસે.

મિત્રો ત્યાર બાદ બોલીવુડ નિર્દેશક પ્રકાશ રાજ પણ એન્ટી બીજેપી રહી ચુક્યા છે. પ્રકાશ રાજે તો નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેમ્પેઈન પણ ચલાવ્યું હતું. અને ઘણા અવસરો પર તેણે નરેન્દ્ર  મોદી વિરુદ્ધ ટીપ્પણી પણ કરી છે. પ્રકાશ રાજ બીજેપીના વિરોધી નેતા કનૈયા કુમારની તારીફોના પુલ બાંધતા ઘણી વાર નજર આવ્યા છે.

એટલું જ નહિ મિત્રો, બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આમીર ખાન અને શાહરૂખ ખાન પણ એન્ટી બીજેપી છે. આ બંને સિતારાઓ મોદી સરકારથી બિલકુલ પણ સંતુષ્ટ નથી. થોડા સમય પહેલા શાહરૂખ ખાને પોતાના એક શોમાં જાણાવ્યું હતું કે બીજેપીની સરકાર બનવાથી દેશમાં ઇનટોલરન્સ ખુબ જ વધી ગયું છે. પરંતુ હવે તો ભાજપની સરકાર બની ગઈ છે તો આ બંને ખાનો એ શું કરવું જોઈએ ?

મિત્રો બોલીવુડ અભિનેતા નસરુદ્દીન શાહ પણ ફરીથી બીજેપી આવતા દેશ છોડવાનો વિચાર કરી શકે છે. મિત્રો આપણે જોતા આવ્યા છીએ કે નસરુદ્દીન શાહ ભારતમાં હિન્દુત્વ વાળી અને રાષ્ટ્રવાદી સરકાર ખિલાફ રહ્યા છે. તેણે પણ શાહરૂખ અને આમીરની જેમ પોતાના બાળકોની આડમાં મોદી સરકાર પર નિશાનો સાધવાની કોશિશ કરી હતી. હાલમાં જ તેણે પોતાના એક બયાનમાં કહ્યું કે તે ભારતમાં પોતાના બાળકોના ભવિષ્યને લઈને તે ચિંતિત છે. ત્યાર બાદ તેણે જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં એક માતા પોતાના બાળકને પૂછે કે તે હિંદુ છે કે મુસલમાન તો તેના બાળકો પાસે તેનો કોઈ જવાબ નહિ હોય. મિત્રો લોકોએ નસરુદ્દીન શાહને આ વાત પરથી ટ્રોલ કરતા દેશદ્રોહી પણ ગણાવ્યા હતા. આ સાથે જ લોકો દ્વારા તેને ભારત છોડવાની નસીહત પણ દેવાઈ હતી.

તો મિત્રો આ હતા બોલીવુડના એ સિતારા જે દેશ વિરોધી બયાન આપી ગયા છે. તો હવે ફરીવાર ભાજપની સરકાર બનવાની છે તો શું આ અભિનેતાઓએ દેશ છોડવો જોઈએ કે નહિ ? તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment