તમારા લગ્નનો મહિનો પણ  કરે છે તમારા જીવનને પ્રભાવિત…. જાણો કેવી રીતે… જાણો તમારો મહિનો શું કહે છે.

તમારા લગ્નનો મહિનો પણ  કરે છે તમારા જીવનને પ્રભાવિત…. જાણો કેવી રીતે…..

મિત્રો લગ્નનો સંબંધ એક એવો સંબંધ છે જેમાં બે વ્યક્તિ હંમેશા હંમેશા માટે એકબીજા સાથે બંધાઈ જતા હોય છે. હંમેશા એક બીજાનો સાથ આપતા હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય છે કે આ સંબંધમાં વિવાદો આવવા લાગતા હોય છે અને સંબંધ નબળો પાડવા લાગતો હોય છે. લગ્નનો સંબંધ એક એવો સંબંધ છે, જેમા બંનેએ એકબીજાને સમજવા અને તેનું સમ્માન કરવું ખુબ જરૂરી બની જાય છે.

આ ઉપરાંત બંનેના વિચારો અને ગુણો પણ સંબંધને પ્રભાવિત કરતા હોય છે. માટે જ તો લગ્ન પહેલા બંનેની કુંડળી મેળવવામાં આવે છે. પરંતુ કુંડળી ઉપરાંત મહિનો પણ આપણા લગ્ન સંબંધો માટે શુભ સાબિત થતો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણે ક્યાં મહિનામાં લગ્ન કરીએ છીએ તે મહિનો પણ આપણા લગ્ન સંબંધને પ્રભાવિત કરે છે. તો ચાલો જાણીએ ક્યાં મહિનામાં લગ્ન કરવાથી તમારા જીવન પર તેની શું અસર પડે છે.

સૌથી પહેલા જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો આ મહિનામાં જે લોકોના લગ્ન થાય છે તે કુંભ રાશિથી પ્રભાવિત થતા હોય છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકોનું લગ્ન જીવન હંમેશા જોશથી ભરેલું રહે છે. આ લોકો સમય સમય પર એકબીજાને સરપ્રાઈઝ આપતા હોય છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકોનો લગ્ન સંબંધ સરળતાથી નથી તૂટતો અને જીવનભર સાથ નિભાવે છે.

ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરનાર લોકો ખુબ જ ભાવમુક પ્રકારના હોય છે. આ મહિનામાં થતા લગ્ન મીન રાશિથી પ્રભાવિત હોય છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકોને એક બીજાની જવાબદારીનો પૂરે પૂરો ખ્યાલ હોય છે. આ લોકો એકબીજાની ખુશીઓનું ધ્યાન રાખવાના દરેક સંભવ પ્રયાસ કરતા હોય છે.

માર્ચ મહિનામાં લગ્ન કરનાર લોકોનો સંબંધ હંમેશા ખાટી-મીઠી તકરારોથી ભરેલો હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આ લોકો એકબીજાના વિચારોથી સહેમત નથી થતા. તેથી બંને વચ્ચે તકરાર થઇ જતી હોય છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકોનો સંબંધ મેષ રાશિથી પ્રભાવિત હોય છે. જેના કારણે થોડો સંબંધમાં ગુસ્સો ભળેલો હોય છે.

એપ્રિલ મહિનામાં લગ્ન કરનાર લોકોનો સંબંધ વૃષભ રાશિથી પ્રભાવિત હોય છે. તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગ્ન માટે એપ્રિલ મહિનાને સૌથી શુભ માનવામાં આવે છે. આ મહિનામાં લગ્ન કરનાર દંપત્તિ વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે. જે તેમના લગ્ન જીવનનો પુરેપુરો આનંદ મેળવે છે.

જે લોકોના લગ્ન મેં મહિનામાં થાય છે તે લોકોનો સંબંધ હંમેશા મિથુન રાશિથી પ્રભાવિત હોય છે. આ લોકોનો સંબંધ થોડો લટકતી તલવાર જેવો હોય છે. આ લોકો હંમેશા દરેક વાતમાં અતિ કરી બેસતા હોય છે અને ક્યારેક એક બીજાને સમજદારી ન દેખાડી શકે તેવું પણ બની શકે છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકો જો રહે તો આખી જિંદગી સાથ નિભાવે છે, નહિ તો સંબંધ તૂટી પણ શકે છે.

જુન મહિનામાં લગ્ન કરનાર લોકોનો સંબંધ કર્ક રાશિથી પ્રભાવિત થાય છે. આ મહિનામાં થતા લગ્ન એક મિસાલ રૂપે ગણાય છે. આ લોકોમાં એકબીજા માટે પ્રેમ અને આદર હંમેશા બરકરાર રહે છે. આ લોકો માત્ર એક બીજાની  જ નહિ, પરંતુ એક બીજાના પરિવારની ભાવનાઓનું પણ સમ્માન કરે છે.

જુલાઈ મહિનામાં લગ્ન કરનાર લોકો હંમેશા પોતાના સંબંધને સાચવીને ચાલે છે. આ લોકોને મોટા સપનાઓ જોવા અને તેને પુરા કરવાની આદત હોય છે. આ ઉપરાંત આ મહિનામાં લગ્ન કરનાર દંપત્તિને એકબીજા પ્રત્યે હંમેશા આકર્ષણ બનેલું રહે છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકોની જિંદગી સિંહ રાશિથી પ્રભાવિત હોય છે.

ઓગસ્ટ મહિનામાં લગ્ન કરનાર લોકોનું જીવન સંઘર્ષોથી ભરેલું હોય છે. તેથી તેમણે હંમેશા સંઘર્ષ કરવો પડતો હોય છે. ઓગસ્ટ મહિનામાં લગ્ન કરનાર લોકોના જીવનમાં કન્યા રાશિનો પ્રભાવ જોવા મળતો હોય છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકો જો પોતાના જીવનસાથીની જરૂરિયાતોને બરાબર રીતે સમજે તો બંનેનો સંબંધ વધારે સારો બની શકે છે.

સપ્ટેમ્બર મહિનામાં લગ્ન કરનાર લોકોને પોતાની જિંદગીમાં સંતુંલીતતા જાળવતા આવડતી હોય છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકો તુલા રાશિથી પ્રભાવિત હોય છે. આ ઉપરાંત બંને વચ્ચે નાની મોટી નોકજોક રહેતી હોય છે. પરંતુ તે પરિસ્થિતિને કંઈ રીતે સંભાળવી તે પણ તે લોકો સારી રીતે જાણતા હોય છે.

ઓક્ટોબર મહિનામાં લગ્ન કરનાર લોકો પોતાની જિંદગીની દરેક ક્ષણને જીવતા હોય છે. આ લોકો મુશ્કેલીઓમાં પણ સારી રીતે જીવન પસાર કરવાની કળા ધરાવતા હોય છે. આ લોકોના જીવનમાં વૃષિક રાશિનો પ્રભાવ જોવા મળે છે. આ ઉપરાંત આ લોકો પોતાનું જીવન પૂરું પ્લાનિંગ સાથે અને પરિવારની સાથે લઈને જીવે છે.

નવેમ્બર મહિનામાં લગ્ન કરનાર લોકોની જિંદગીમાં ધન રાશિનો પ્રભાવ જોવા મળે છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકો પોતાના જીવનને કંઈ રીતે સારું બનાવી શકાય તે વાત ખુબ સારી રીતે જાણતા હોય છે. આ લોકોનું બંધન એટલું મજબુત હોય છે ક્યારેય તેમને એકલતાનો અનુભવ જ નથી થતો.

ડીસેમ્બર મહિનામાં લગ્ન કરનાર લોકો પોતાના ભવિષ્યની ચિંતામાં પોતાના વર્તમાનને સારી રીતે નથી જીવતા. આ લોકો પોતાની આખી જિંદગી પૈસા બચાવવામાં અને સમજોતો કરવામાં પસાર કરે છે. આ લોકોએ ભવિષ્યની વ્યર્થ ચિંતા છોડીને પોતાના વર્તમાનને જીવતા શીખવું જોઈએ, તેનાથી સંબંધ વધારે ગાઢ બનશે.

તો મિત્રો તમે પરણિત હોય તો અવશ્ય જણાવજો કે તમારા લગ્ન ક્યાં મહિનામાં થય છે અને જે લોકો અપરણિત છે તે અવશ્ય જણાવે કે તમને લગ્ન માટે ક્યાં મહિનો સૌથી બેસ્ટ લાગે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

 

Leave a Comment