સગાઇથી લગ્ન વચ્ચેના સમયગાળામાં કપલ્સે ક્યારેય ન કરવી આ ભૂલો.. નહિ તો પસ્તાઈ પણ નહિ શકો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સગાઇથી લગ્ન વચ્ચેના સમયગાળામાં કપલ્સે ક્યારેય ન કરવી આ ભૂલો….. નહિ તો સંબંધ તૂટી શકે છે…

મિત્રો પહેલા કરતા અત્યારે સમય ઘણો બદલાઈ ગયો છે. પહેલાના સમયમાં તો લગ્ન પછી જ છોકરી અને છોકરો એક બીજાને જોઈ શકતા હતા.પરંતુ આજના જમાનામાં આ વસ્તુ બદલાઈ ગઈ છે. આજના આધુનિક યુગમાં લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ છોકરો અને છોકરી બંને એકબીજા સાથે ફોન અને ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલા જ હોય છે.

સગાઇથી લગ્ન સુધીનો સમયગાળો એવો હોય છે જ્યારે પ્રેમની લાગણીઓ ચરમ સીમા પર પહોંચવા જઈ રહી હોય છે. આ સમય દરમિયાન કપલ્સ પોતાના ભવિષ્યને લઈને ઘણા સપનાઓ જોતા હોય છે અને ક્યારેક તેઓ સમય અને તક મેળવીને મળતા પણ હોય છે. હકીકતમાં આ બધા પ્રયાસોની પાછળ એક બીજાને જાણવા સમજવાની ભાવના હોય છે. પરંતુ આજે અમે જે બાબતો વિશે જણાવશું તે બધા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય એવું છે. એટલા માટે આ લેખને અંત સુધી વાંચો.

એ વાત બિલકુલ સાચી છે કે લગ્ન પહેલા એક બીજાને જાણવા અને સમજવા જરૂરી છે. પરંતુ મિત્રો ઘણી વાર છોકરો કે છોકરી એવી વાતો કરી બેસે છે અથવા તો એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે આગળ જતા તે સંબંધને પ્રભાવિત કરે છે. તો મિત્રો આજે અમે તમને જણાવશું કે સગાઇ પછી અને લગ્ન પહેલા કપલ્સે કંઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. જેના કારણે આગળ જતા તેની કોઈ અસર ન પડે તમારા સંબંધ પર.

મિત્રો લગ્ન પહેલા તો ઘણી વખત કપલ્સ કંઈક ખોટું બોલી દેતા હોય છે અથવા તો કંઈક છુપાવતા હોય છે. પરંતુ આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તમારા ભાવી પાર્ટનરને તમારી પાછળની જિંદગી વિશેની સત્ય હકીકત જણાવી દેવી જોઈએ. તમારે પાર્ટનરને સ્પષ્ટ વાત જણાવી દેવી જોઈએ ખાસ કરીને ભૂતકાળમાં રહેલ કોઈ સંબંધ હોય તો તેના વિશે પણ. કારણ કે આગળ જતા કોઈ અન્ય રીતે તેને ખબર પડે તેની પહેલા તમારે સત્ય જણાવી દેવું જોઈએ. વાતચીત કરતા પહેલા સત્ય હોય તે જણાવી દેવું જોઈએ.

ક્યારેય લગ્ન પહેલા શારીરિક સંબંધોની કોઈ પણ ડીલ ન કરવી જોઈએ. ઘણા કપલ્સ મળવાની ડીલ રાખતા હોય છે તો મળીને વાત ચિત કરવા સુધી તો બરાબર છે અને તે ત્યાં સુધી જ સીમિત રાખવું જોઈએ. ક્યારેય લગ્ન પહેલા શારીરિક સંબંધો ન રાખવા જોઇએ. કારણ આગળ જતા જો કોઈ સમસ્યા આવે અને સગાઇ તૂટી જાય તો તેનું પરિણામ ભોગવવું પડે છે. માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને છોકરીને છોકરો ગમે તેટલો ફોર્સ કરે પરંતુ ક્યારેય શારીરિક સંબંધો માટે હામી ન ભરવી જોઈએ.

લગ્ન પહેલા અમુક લોકો લગ્ન પહેલા પોતાના વિશે વાતો હોય તેમાં વધારો કરીને કહેતા હોય છે. પરંતુ મિત્રો એ વ્યક્તિએ હંમેશા એ વાત યાદ રાખવી જોઈએ કે સામે વાળી વ્યક્તિ માત્ર તેના ઘરનો જ નહિ પરંતુ તેની જિંદગીનો પણ એક મહત્વનો હિસ્સો બનવા જઈ રહી છે. જેને આગળ જતા બધું સત્ય ખબર પડી જશે અને તેને એ પણ જાણ થઇ જશે કે આગળ તમે વાત વધારીને કરી હતી.

લગ્ન પહેલા વધારે વાતો કરવી પણ ઠીક નથી. અમુક કપલ્સ લગ્ન પહેલા વાતચીતને લઈને એટલા ઉત્સુક રહેતા હોય છે કે પોતાનો વધારે સમય વાતો કરવામાં જ ગાળતા હોય છે. થોડી વાત કરવી તો ઠીક છે પણ એટલી બધી પણ વાતો ન કરવી કે લગ્ન પછી વાતોનો કોઈ રોમાંચ જ ન રહે.

તો મિત્રો સગાઇ બાદ લગ્ન ન થાય ત્યાં સુધી આ ભૂલો ક્યારેય ન કરવી. આ મુદ્દા વિશે તમારો શું અભિપ્રાય છે છે એ કોમેન્ટ કરીને કહો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment