આ રીતે બનાવો દાંપત્યજીવનને સુખી….. લગ્ન કરેલા અને ન કરેલા ખાસ વાંચે આ લેખ…

મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે લગ્નજીવન તૂટી જવાના ખુબ જ કેસ સામે આવી રહ્યા છે. આજે ઘણા બધા લગ્નજીવનમાં જોડાય જાય છે પરંતુ તેમાંથી લગભગ ઘણા બધા કેસો એવા હોય છે જેમાં લગ્નજીવન તૂટી જતા હોય છે. પરંતુ ઘણી વાર લગ્નજીવન તૂટવાના કારણો નાના હોવા છતાં પણ તૂટી જતા હોય છે. તો આજે અમે તમને જણાવશું કે જો લગ્નજીવનને બચાવી રાખવું હોય તો માત્ર આ ઉપાયો કરવામાં આવે તો ક્યારેય પણ લગ્નજીવન નહિ તૂટે. માટે આ લેખ અંત સુધી દરેક સ્ત્રી અને પુરુષે વાંચવો જોઈએ.

સૌથી પહેલા તો મિત્ર એક બીજાને સમજાવવા કરતા એકબીજાને સમજવાની જરૂર સૌથી વધારે હોય છે. આજકાલ જીવનસાથીથી કોઈ નાની ભૂલ થઇ જતી હોય તો તેને સમજવા કરતા સમજણ આપવામાં વધારે સમય આપે છે. પરંતુ જો તેની સ્થિતિને સમજવામાં આવે અને તેનો સાથે આપીને એ ભૂલને સુધારવામાં આવે તો લગ્નજીવનમાં હંમેશા મીઠાશ રહે છે અને ક્યારેય પણ લગ્નજીવન તૂટવાની સંભાવના નથી રહેતી.

સાથીને માન અને સમ્માન આપીને તેના આત્માને મહત્વ આપો. કેમ કે જીવનસાથીને જો પ્રભુતા સમજવામાં આવે તો એ હંમેશા ખુશ રહે છે અને તમને પણ બને એટલા ખુશ રાખવાની કોશિશ કરે છે. એટલા માટે તેની નાની નાની વાતને મહત્વ આપો. જેના દ્વારા તેને મહેસુસ થાય કે મને માન સમ્માન મળે છે. તેની આત્મીયતા સાથે જોડાઈ જાવ.

બંને એ હંમેશા એકબીજાની રજામંદી વગર કામ ન કરવું જોઈએ. કોઈ પણ કામની શરૂઆત હોય તો પહેલા પતિપત્ની બંનેએ એકબીજાને જણાવવું જોઈએ અને તેમાંથી બંનેને યોગ્ય લાગે તેવો નિર્ણય લેવો જોઈએ. જો આ રીતે પતિ દ્વારા પત્નીને અને પત્ની દ્વારા પતિને સાથ આપવામાં આવે તો ક્યારેય પણ બંને વચ્ચે અલગ થવાની સંભાવના રહે જ નહિ.

ઘણી વાર એવું પણ બનતું હોય છે કે બંને માંથી એક પાત્ર ખુબ જ અગ્રેસીવ હોય એટલે કે ગુસ્સે થઇ જતું હોય. તો તેવા સમયે હંમેશા શાંતિથી વિચારવું જોઈએ. જ્યારે પણ તમારા સાથી પર ગુસ્સો આવે ત્યારે માત્ર સેકેંડ વિચાર કરી લેવાનો કે હું ગુસ્સો કરીશ એ યોગ્ય છે કે નહિ. એટલે તમારો ગુસ્સો કંટ્રોલ થઇ જશે અને કોઈ પણ પ્રશ્નનું નિવારણ પણ કરી શકશો. બને ત્યાં સુધી જીવનસાથી પર જાહેરમાં ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ.

બંને જીવનસાથેના ઝગડામાં ક્યારેય કોઈ પણ ત્રીજા વ્યક્તિને વચ્ચે ન લાવવો જોઈએ. કેમ કે મોટાભાગના ઝગડાઓ ત્રીજા વ્યક્તિના કારણે વધી જતા હોય છે. એટલા માટે જ્યારે પણ દંપતી વચ્ચે ઝગડો થાય ત્યારે કોઈ બહારનો વ્યક્તિ કે ત્રીજા વ્યક્તિને શામિલ કરવો જોઈએ નહિ. તો પણ ઘણી વાર લગ્નજીવન તૂટતા બચી જતું હોય છે.

ક્યારેય પોતાના સાથીની બુરાઈ બીજા કોઈ વ્યક્તિ સામે ન કરાવી જોઈએ. જે કોઈ પ્રશ્ન તમને તમારા સાથે સાથે હોય તેને આમને સામને બેસીને જ પૂછી લેવા જોઈએ.  તેનાથી તેનું સમ્માન પણ બની રહે છે અને બીજા લોકો સુધી વાત પણ નથી પહોંચતી. જેના કારણે બંને વચ્ચે જ સુલહ થઇ જાય છે અને વધારે પ્રશ્નો ઉદ્દભવતા નથી.

એક બીજાની પસંદ નાપસંદ પર જરૂરી ધ્યાન આપવું જોઈએ. કેમ કે ઘણી વાર એવી નાની બાબત આપણા જીવનસાથી પસંદ ન હોય તો પણ ઝગડાઓ થઇ જતા હોય છે. એટલા માટે અમુક એવી આદતને છોડી દેવી જોઈએ અને જે તેમને પસંદ હોય તેવું કામ કરો તો તમારા જીવનમાં ખુબ ક પ્રેમ વધે છે.

એકબીજાને ક્યારેય ક્યારેક પોતાના કામમાંથી સમય કાઢીને આપો. જો તમે આ રીતે સમય આપતા રહો તો તમારું લગ્નજીવન ખુબ જ સુખમય અને આનંદમય રહે છે. જો આ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવે તો લગ્નજીવન ખુબ જ સુખી અને સંપન્ન રહે છે.

તો મિત્રો જો લગ્નજીવનને આ રીતે એકબીજાની સમજણથી જીવવામાં આવે તો ક્યારેય પણ લગ્નજીવન તૂટતા નથી. તો મિત્રો તમારું શું કહેવું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here