એક એવું મંદિર જ્યાં ભગવાનને ચડાવેલ દૂધનો રંગ બદલાઈ જાય છે.. જો તમારી પર ગ્રહોનો દોષ હોય તો

0
486
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

એક એવું મંદિર જ્યાં ભગવાનને ચડાવેલ દૂધનો રંગ બદલાઈ જાય છે

હિન્દુ ધર્મના દરેક ગ્રંથ સાથેનો સબંધ કોઈકને કોઈક દેવી-દેવતાઓ સાથે છે. ભારતમાં આવેલ દરેક મંદિર સાથે રહસ્યમય તથ્યો અથવા પરંપરા રહેલી છે. મિત્રો આજે અમે એક તેવાજ ચમત્કારિક અને રહસ્યમય પરંપરા ધરાવનાર મંદિર વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આજે અમે ભારતના એવા મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ કે જ્યાં દેવતાને ચડાવવામાં આવતા દુધનો રંગ બદલાય જાય છે. તો ચાલો જાણીએ કે શા માટે આવું થાય છે.

img source

આવું જ એક મંદિર જે કેરળના ખીજા પેરુપલમ નામના ગામ આવેલું છે અને તે જ ગામમાં એક નાગનાથ નામનું મંદિર આવેલું છે. એ જેને  ‘કેતિ’ સ્થળના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર કાવેરી નદીના કિનારે આવેલું છે. આ મંદિર કેતુ દેવને સમર્પિત છે. પરંતુ અહી કેતુ દેવને સમર્પિત હોવા છતાં મુખ્ય દેવ શિવ ભગવાન છે. તેથી આ મંદિરને નાગનાથ મંદિર કહેવામાં આવેલ છે.

img source

મિત્રો આ મંદિરની એક ખાસ વિશેષતા છે. અહીં એવી પરંપરા છે કે જે કેતુથી પીડિત હોય તેને અહીં આવીને પૂરી શ્રદ્ધાથી કેતુને દૂધ ચડાવે તો તેની પીડા દૂર થાય છે. આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે જે લોકો કેતુંના દોષથી પીડિત  હોય અને જો તે અહીં દૂધ ચડાવે તો તે દૂધનો રંગ લીલો થઇ જાય છે અને તેમના કેતુ પ્રત્યેના દોષો દૂર થાય છે.

img source

આ મંદિર સાથે સંબંધિત એક પૌરાણિક કથા પણ છે. એકવાર કેતુને કોઈક સાધુએ શ્રાપ આપ્યો હતો અને તે સાધુના શ્રાપથી મુક્તિ મેળવવા માટે કેતુ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે આરાધના શરૂ કરી. આખરે કેતુની સાધના એક દિવસ સફળ થઇ. શિવરાત્રીના પાવન દિવસે ભગવાન શિવજીએ કેતુને દર્શન આપ્યા અને તેની સાથે કેતુ પર લાગેલ શ્રાપથી પણ મુક્તિ અપાવી.

અહીં ભગવાન પ્રસન્ન થયા હોવાના કારણે શિવરાત્રીના પવિત્ર અને શુભ દિવસે એક મોહત્સવનું  આયોજન કરવામાં આવે છે. અહીં દૂર દૂરથી લોકો શિવ ભગવાનના દર્શન કરવા માટે આવે છે.

img source

આમ પણ કેતુને નાગનો દેવતા પણ માનવામાં આવે છે. કારણ કે તેનું અડધું શરીર સાપનું અને અડધુ શરીર મનુષ્યનું છે. આ મંદિરની એક બીજી સામાન્ય વિશેષતા એ છે કે બીજા મંદિરોથી કેતુનું મંદિર અલગ છે. કારણ કે બીજા મંદિરોમાં કેતુની સર્પની મૂર્તિ હોય છે. પરંતુ અહીં મનુષ્યની મૂર્તિ રાખેલ છે.

img source

જો મિત્રો તમે પણ કેતુના દોષથી પીડિત હોવ તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો. કારણ કે અહીં જો શ્રદ્ધાથી તમે કેતુને દૂધ ચડાવશો અને જો તે દુધનો રંગ બદલાઈ જાય તો સમજી લેવું કે હવે તમારા જીવનમાંથી કેતુનો દોષ ખતમ થયો છે.

તો મિત્રો તમને અમારી આ માહિતી વિશે કોઈપણ અભિપ્રાય જણાવવો હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો.હર હર મહાદેવ…..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here