હિંદુ ધર્મ અનુસાર લગ્ન કરવાની સૌથી બેસ્ટ ઉમર કઈ છે ? શું કહે છે આપની પ્રાચીન સંસ્કૃતિ ? જરૂર જાણો.

💁 હિન્દુધર્મ ખુબ જ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, આ સંસ્કૃતિ એટલી વિશાળ છે કે તે ચાર યુગ દ્વારા અને કરોડો વર્ષોની જૂની છે. પણ હવે આપણી સંસ્કૃતિ દિવસેને દિવસે મોર્ડન થતી જાય છે, ઘણા લોકો હવે જૂની સંસ્કૃતિ ભૂલીને નવી અર્વાચીન કે પશ્વિમી સંસ્કૃતિ અપનાવવા લાગ્યા છે. પણ સૌથી મોટી ભૂલ એ થઇ છે કે આપણે ના તો આપણી પ્રાચીન સંસ્કૃતિ ભૂલી શક્યા છીએ કે ના તો પૂરે પૂરી પશ્વિમી સંસ્કૃતિ અપનાવી શક્યા છીએ.

એટલા માટે હવે આપણે આપણી સમસ્યાઓના નિવારણ માટે ખુબ ગૂંચવાઈ જઈએ છીએ, શું આપણે આપની સમસ્યાનું સમાધાન જૂની પ્રાચીન પધ્ધતિથી કરવું કે નવું અર્વાચિન મોર્ડન પધ્ધતિ થી કરવું..

આવો જ એક મહત્વનો સવાલ છે કે અત્યારે મોર્ડન જમાના મુજબ સ્ત્રી અને પુરુષ માટે લગ્નની યોગ્ય ઉંમર શું છે? તો ચાલો તે મહત્વના પ્રશ્નનું આપને નિવારણ આ લેખમાં કરીએ આશા છે કે તમારો આ પ્રશ્ન બાબતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થશે.

 💁 આપને આ પ્રશ્નને બે રીતે જોઈશું… (૧) પ્રાચીન સંસ્કૃતિ લગ્નની ઉંમરના વિષયમાં શું કહે છે ? અને તે આવું કેમ કહે છે? (૨) મોર્ડન વિજ્ઞાન આ બાબતમાં શું કહે છે અને તે કેમ આવું કહે છે..
 💁 (૧) પ્રાચીન સંસ્કૃતિ મુજબ લગ્નની ઉંમર કેટલી હોવી જોઈએ તે વિશે આવું કહે છે…

 💁 પ્રાચીન  સંસ્કૃતિનું કહીએ તો દયાનંદ સરસ્વતીજીએ કહ્યું છે  કે પુરુષ 48 વર્ષે લગ્ન કરવા લાયક હોય છે અને સ્ત્રીઓ 24 -30 વર્ષે લગ્ન કરવા લાયક હોય છે… આ વાક્ય સંભાળીને તમે ચોંકી ગયા હશો પરંતુ આ વાત ક્યાં ક્યાં લોકોને લાગુ પડે છે તે જાણો. આ વાત એ સમયની છે કે જયારે મહાભારતમાં ભીષ્મ પિતામહ ૧૫૦ વર્ષ કરતા પણ વધુ ઉંમરમાં યુદ્ધ કરતા હતા, શ્રી કૃષ્ણ ૧૦૦ વર્ષ આજુબાજુની ઉંમરે  યુવાન હતા, જયારે અર્જુન, ભીમ દુર્યોધન જેવા યોધ્ધા ૫૦- ૮૦ વર્ષની ઉંમરે પણ લગ્ન કરતા હતા.

 💁આપની પ્રાચીન સંસ્કૃતિ અને આ ઉંમર પાછળનું  રહસ્ય જોવા બેસો તો એ વખતે લોકો ગુરુકુળમાં જ્ઞાન લેતા તે વખતે સ્ત્રી હોય કે પુરુષ બધા એ હંમેશા બ્રમ્હચર્ય વ્રતનું પાલન કરવાનું રહેતું, તો એ મુજબ દયાનંદ સરસ્વતીએ જણાવ્યું એ મુજબ પુરુષ 48 વર્ષની આયુષ્ય સુધી બ્રમ્હચર્ય વ્રત ગૃહાશ્રમ એટલે કે લગ્ન સુધી જાળવી રાખતા. એ પણ કહેવાય છે કે એ પુરુષના શરીરમાં એ ઉંમરે પણ વીર્યધાતુનું પ્રમાણ વધુ હોવાથી તેનું ઔજ (તેજ) પણ વધુ રહેતું. પ્રાચીન સમય અને આયુર્વેદ મુજબ 48 વર્ષની વયે પણ પુરુષ હાલના 20 વર્ષના યુવાન જેટલી સ્ફૂર્તિ અને બુદ્ધિનો અહેસાસ કરી શકતો હતો. એટલા માટે એ ઉંમર એ પુરુષ ના લગ્ન માટે બેસ્ટ કહેવાતી…

 💁 સ્ત્રીઓનું શરીર વધુ સોફ્ટ હોય છે અને તેના શરીરના ફેરફાર પણ ખુબ જ જલ્દી થાય છે માટે તેનો વિકાસ પુરુષની સરખામણીમાં જલ્દી વિકાસ પામે છે. જેમ પુરુષનું વીર્યધાતુ 4૦-48 વર્ષે પરિપક્વ થાય છે એવી જ રીતે સ્ત્રીઓના શરીરમાં રજધાતુ હોય છે જે સ્ત્રીઓની આંતરિક શક્તિઓનું મૂળ સ્થાન છે. આ પ્રાચીન સમયમાં આ રજધાતુ સ્ત્રીઓમાં 24 -30 વર્ષે પરિપક્વ થતી હતી માટે પ્રાચીન સમયમાં સ્ત્રીઓની લગ્ન કરવાની યોગ્ય આયુ 24 -30 વર્ષ ગણાતી અને એ વખતે સ્ત્રીઓને પણ ગુરુકુળમાં નિયમ મુજબ બ્રમ્હચર્ય વ્રતનું પાલન કરવાનું રહેતું, જેથી તે વખતની સ્ત્રીઓ પણ 24 – 30 વર્ષે એક પ્રતિભાશાળી, તેજસ્વીની બની જતી. પણ હવેની સ્ત્રીઓની વાત અલગ છે તે નીચે મુજબ જોઈએ..


 💁 (૨) મોર્ડન વિજ્ઞાન શું કહે છે લગ્નની બેસ્ટ ઉંમર વિશે… તે જાણીએ..

 💁 મોર્ડન  લાઈફમાં અત્યારે ટેકનોલોજી અને ખાનપાન એટલા આગળ વધી ગયા છે કે તેને લાઈફને આસન ભલે કરી હોય પણ જીવનને ખોખલું કરી નાખ્યું છે. આજના સમયમાં એવી કોઈ સ્કુલ પણ નથી જ્યાં બ્રમ્હચર્યએ શું કહેવાય કે એ પુરુષ માટે કેટલું મહત્વનું હોય તે પણ સમજાવે. જે સમયમાં પુરુષો 48 વર્ષ સુધી ગુરુકુળમાં બ્રમ્હચર્યનું પાલન કરતા એ જ સમય આજે 20 વર્ષથી પણ ઓછો થઇ ગયો છે, અત્યારે એ પણ જોવા  છે કે પુરુષ 40  વર્ષ પછી પોતાની વૃધ્ધાવસ્થાનો અનુભવ કરવા લાગે છે, એ પરથી કહી શકાય કે આજે પુરુષ 25 વર્ષે  કરવા માટે મેચ્યોર થઇ જાય છે, અને આજકાલ કેરિયરને ધ્યાનમાં રાખીને   કોઈ પુરુષ 30 વર્ષે પણ લગ્ન કરે તો યોગ્ય છે, પણ ક્યારેય કોઈ પુરુષે ૨૦ વર્ષની અંદર લગ્ન કરવા નહિ તે પુરુષના જીવનમાં વહેલી વૃદ્ધાવસ્થાને આમંત્રિત કરે છે. એ ભારતમાં કાયદેસર પણ એ માન્ય નથી.

 💁 મોર્ડન સમયમાં સ્ત્રીઓ પણ પુરુષોની જેમ વહેલા વિકાસ પામવા લાગી છે, સ્ત્રીઓનું પણ બ્રમ્હચર્ય પ્રાચીન સમય કરતા વહેલો પૂરો થતું  જોવા મળે છે, આજની ટેકનોલોજી એ સ્ત્રીઓને પણ વધુ વિકસિત તો કરી છે પણ શારીરિક રીતે ખુબ કમજોર કરી છે, આજકાલ ગર્ભાવસ્થામાં બાળકોને જન્મ પણ સરખી  રીતે આપવા જેટલી પણ શારીરિક રીતે સક્ષમ નથી થઇ આનું કારણ બ્રમ્હચર્ય તેમજ આજનો કચરા જેવો ખોરાક અને ખરાબ દિનચર્યા કહી શકાય,

 💁 જે સ્ત્રી પહેલા 24 -30 વર્ષે પૂર્ણ વિકાસ પામતી તે વર્તમાન સમયમાં 18 – 21 વર્ષ વર્ષમાં કે તે પહેલા પણ વિકાસ પામતી થઇ છે, આમ અત્યારે સ્ત્રીઓની લગ્નની યોગ્ય ઉંમર 20 વર્ષ બાદ યોગ્ય કહેવાય પણ જો કેરિયર કે જોબ કરતી સ્ત્રી હોય તો 25 વર્ષ પણ યોગ્ય કહેવાય તેમાં કોઈ પરેશાની નથી આજકાલ મોટા સીટીમાં 30 વર્ષ પણ સ્ત્રીના લગ્નની આયુ જોવા મળે છે.
 💁 આ પરથી નિષ્કર્ષ નીકળે છે કે જે આવનારો સમય છે તે પુરુષ અને સ્ત્રીને માનસિક રીતે અને શારીરિક રીતે નબળો બનાવી રહ્યો છે તેનું કારણ આપને પોતે જ છીએ અને આજની આ રહેણીકહેણી છે, આજની સ્ત્રીઓ શરીરની મજબૂતાઈ ના બદલે શરીરના શૃંગાર પર વધુ ભાર દે છે અને પુરુષો શરીરની મજબૂતાઈ ના બદલે પૈસા પાછળ દોડે છે, આ જ બાબત આવનારી પેઢીને વધુ કમજોર બનાવશે તેમ લાગે છે. અને આવનારા દિવસોમાં લગ્નની ઉંમર પણ 15 – 15 વર્ષ થાય તો પણ આશ્વર્યની વાત નથી..

આ લેખમાં બ્રમ્હચર્ય વ્રત વિશે ઘણું કહેવામાં આવ્યું છે તે પુરુષ અને સ્ત્રીને કઈ રીતે કરવું જોઈએ ? તે વ્રત  શરીરને અને મનને કઈ રીતે લાભ કરે છે અને કેવા કેવા લાભ કરે છે એ જાણવું હોય તો અમે તે પણ વિગતવાર સમજાવશું, તે માટે કોમેન્ટમાં “PART – 2 ” લખીને અમને જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment