આ ઉપાયોથી મળશે સરળ રીતે હોમ લોન… જાણો જરૂરી વાતોને…. બેંક સામેથી તમને લોન આપવા માટે હશે ખુશ

હોમ લોન મળતા વાર લાગે છે? તો કરો આ ઉપાય…  બેંક સામેથી તમને લોન આપવા માટે હશે ખુશ.

આજે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે ખુબ જ મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે. આ સમયમાં કોઈએ ઘર ખરીદવું હોય તો સામાન્ય રીતે ક્યારેય પણ ન ખરીદી શકાય. આજે ઘર બનાવવા માટે દરેક વ્યક્તિએ હોમ લોનનો સહારો અવશ્ય લેવો પડતો હોય છે. પરંતુ મિત્રો આજે હોમ લોનને પાસ કરાવવામાં પણ ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. સરળ કે સામાન્ય રીતે બેંકો પણ આજે હોમ લોન આપતા નથી હોતા. ઘણા બધા કારણોના કારણે બેંકો આપણી હોમ લોન રિજેક્ટ કરતા હોય છે.

તો તેના માટે આજે અમે તમને જણાવશું કે કંઈ રીતે હોમ લોનને ખુબ જ સરળતાથી મંજુર કરાવી શકાય. આ ઉપાયો તમને ખુબ જ ઉપયોગી છે. કેમ કે દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય એવું સપનું હોય છે. પરંતુ આ સમયમાં લોન લીધા વગર એ સપનું સાકાર કરવું ખુબ જ મુશ્કેલ છે. માટે આ લેખને દરેક લોકોએ વાંચવો જોઈએ. જેમાં અમે તમને ખુબ જ મહત્વના ઉપાયો જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો.

સૌથી પહેલા તો લોન ફટાફટ મંજુર કરાવવા માટે પાત્રતા વધારવી જોઈએ. એટલે કે નવી લોન મેળવવી હોય તો જૂની લોનની ભરપાઈ કરી દેવી જોઈએ. બેંક દ્વારા તમારી રોજની આવકના રેશિયા પ્રમાણે તમારી લોનને મંજુરી આપે છે. બેંક દ્વારા આ રેશિયાને માસિક ખર્ચ બાદ બચતી આવક પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આ પ્રકારની ચૂકવણીઓમાં કાર લોન, પર્સનલ લોન વગેરેનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિમાં જો તમે જૂની લોનને ખતમ કરી નાખો તો તમારો ડેટ ટુ ડેટ આવકનો રેશિયો વધારી શકો છો. આ ઉપરાંત જો તમે જૂની લોનના હપ્તાની ચુકવણી સમયસર કરેલી હોય તો પણ તમારો ક્રેડીટ સ્કોર વધારશે. તેથી જે લોકો હોમ લોન લેવા માંગે છે તેમણે સૌથી પહેલા પોતાની બધી જ જૂની અને વર્તમાનમાં ચાલતી લોનની ભરપાઈ કરી દેવી જોઈએ. આ ઉપરાંત લોન ખતમ થયા બાદ બેંક પાસેથી નો ડ્યુઝ સર્ટીફીકેટ જરૂર લઇ લેવું જોઈએ.

બીજો ઉપાય છે સિવિલ સ્કોર સુધારવા. સિવિલ સ્કોર સુધારવા માટે તમારે લોન તેમજ ક્રેડીટ કાર્ડના હપ્તાની ચુકવણી સમયસર કરી દેવી જોઈએ. આ ઉપરાંત ક્રેડીટ કાર્ડનું યુટીલાઈઝેશન રેશિયો નીચા સ્તરનો રાખવો. એટલે કે તમને ક્રેડીટ કાર્ડમાં જેટલી લીમીટ આપેલી હોય તેના માત્ર 20 થી 30 % જ ખર્ચ કરવો. ક્રેડીટ કાર્ડ પર એક સાથે વધુ પ્રોડક્ટ ન ખરીદવી. તેનાથી ક્રેડીટ સ્કોર ઘટે છે. આ ઉપરાંત ડીફોલ્ટ અને લોન સેટલમેન્ટથી પણ બચવું. કારણ કે તે પણ તમારા ક્રેડીટ સ્કોરને ઘટાડે છે. ક્રેડીટ કાર્ડ રીપોર્ટ ચેક કરતા રહેવું, તેમાં કોઈ ગડબડી થાય તો પણ સ્કોર ઘટી જાય છે. આ ઉપરાંત બેંક સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનું સમાધાન ન થાય ત્યાં સુધી લોન માટે અરજી ન કરવી.

ત્રીજો મહત્વનો ઉપાય છે જોઈન્ટ લોન. તમને જણાવી દઈએ કે જોઈન્ટમાં હોમ લોન લેવાથી લોન મળવાની તક ખુબ જ વધી જાય છે. આ પ્રક્રિયામાં કોઈ એક જીવનસાથીને કો-એપ્લીકન્ટ બનાવવામાં આવે છે. તેનાથી પાત્રતા વધી જાય છે. એટલું જ નહિ પરંતુ આ પ્રક્રિયામાં ઘણા અન્ય વધારાના બેનીફીટ પણ મળે છે અને આ રીતે જોઈન્ટમાં લોન લેવા માટે સૌથી શ્રેષ્ઠ કો-એપ્લીકન્ટ તમારા જીવનસાથી જ રહે છે.

ત્યાર બાદ જો તમારે હોમ લોન લેવી હોય તો સ્ટેપઅપ હોમ લોનનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. આ લોન લાંબા સમય ગાળાની હોય છે. પરંતુ નિવૃત્તિ બાદ આ લોન મળવી ખુબ જ મુશ્કેલ છે. તેથી 30 થી 40 વર્ષના લોકોને આ લોન મળવાની સંભાવના વધારે રહે છે. પરંતુ આ લોનમાં લગભગ યુવાનોને હપ્તા ચુકવવામાં મુશ્કેલી પડતી હોય છે. સ્ટેપઅપ લોનમાં શરૂઆતમાં હપ્તાની રકમ ઓછી હોય છે અને થોડા સમય બાદ ધીમે ધીમે હપ્તાની રકમ વધતી જાય છે. જેમ આપણે કોઈ જગ્યાએ નોકરી માટે લાગીએ તો શરૂઆતમાં આપણો પગાર ઓછો હોય છે પરંતુ અનુભવ વધતા પગારમાં પણ વધારો થતો હોય છે. તેવી જ રીતે સ્ટેપઅપ લોન માં પણ હોય છે.

જો તમારે હોમ લોન જોઈતી હોય તો લાંબા ગાળાની લોનની પસંદગી કરવી જોઈએ. જો કે આ રીતની લોન લેવામાં વ્યાજ વધી જતું હોય છે. પરંતુ તેના હપ્તાની રકમ નાની હોય છે અને સરળ પણ હોય છે. તેથી ઓછી આવક ધરાવતા લોકોની પણ આ લોન માટેની પાત્રતા વધી જાય છે. ઉદાહરણ તરીકે જો તમે 20 વર્ષ માટે 9% ના વ્યાજના દરે 50 લાખની લોન લો તો તો દર મહીને તમારા હપ્તાની રકમ 44,986 થશે આ રીતે તમે તેમાં વ્યાજ સહીત 57.96 લાખ ચૂકવવાના રહેશે, જ્યારે આ જ લોન તમે 25 વર્ષ માટે લો તો હપ્તાની રકમ 41,960 થશે. FOIR રેશિયો ના કારણે  આ સંભવ બને છે. કારણ કે આ રેશિયો આવકને અનુકુળ કુલ દેણદારી દેખાડે છે. આદર્શ રૂપે તે 40% થી ઓછી હોવી જોઈએ. જેના કારણે લોનમાં ખુબ જ સરળતા રહે છે.

જો બેંક પાસેથી ફટાફટ હોમ લોન લેવી હોય તો આવકનો વધારે સ્ત્રોત દેખાડવો જોઈએ. એટલે તમને રેન્ટલ અને બીઝનેસની આવક હોય તો પણ લોનની પાત્રતા વધી જાય છે. જો તમે કોઈ મકાન ભાડે આપ્યું હોય તો તે ભાડાની આવક પણ તમારા માસિક ઇન્ફ્લોમાં દેખાડવી જોઈએ. જેના કારણે લોન માટે આગળ જતા પણ ખુબ જ સરળતા રહે છે.

Leave a Comment