તથ્યો અને હકીકતો

સાત વર્ષ પછી બની રહ્યો છે હોળીના દિવસે આ મહાસંયોગ…. ચમકી જશે આ છ રાશિના જાતકોનું ભાગ્ય…

સાત વર્ષ પછી બની રહ્યો છે હોળીના દિવસે આ મહાસંયોગ…. ચમકી જશે આ છ રાશિના જાતકોનું ભાગ્ય…

જ્યોતિષ અનુસાર આ વર્ષે હોલિકા દહનના દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ અનુસાર 2019 માં હોળી હિંદુ નવ વર્ષના પહેલા દિવસે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં આવે છે. જેને સૂર્યનો નક્ષત્ર માનવામાં આવે છે. સૂર્ય આત્મ સમ્માન અને પ્રગતિનો કારક માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જ્યારે બધા ગ્રહો સાત સ્થાન પર હોય છે ત્યારે તેને વિણાયોગનો સંયોગ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે પુરા સાત વર્ષ બાદ દેવગુરુ બૃહસ્પતિના દિવસે એટલે કે ગુરુવારના દિવસે હોલિકા દહન કરવામાં આવશે. જેના દર્શન ખુબ જ દુર્લભ છે. આ મહાસંયોગનો પ્રભાવ ખુબ જ સકારાત્મક જોવા મળશે. પરંતુ અમુક રાશિઓ પર આ મહાસંયોગનો ખાસ પ્રભાવ જોવા મળશે. હોલિકા દહનના દિવસે આ મહાસંયોગ બનવાના કારણે આ છ રાશિનું ભાગ્ય ચમકી જશે. તો ચાલો જાણીએ તે રાશિ અને તેને થતા લાભો વિશે.

સૌથી પહેલી રાશિ છે મેષ. આ રાશિના જાતક માટે આ વર્ષે હોળી ખુબ જ જબરદસ્ત પરિણામ લઈને આવશે. હોળી પર બનતા આ દુર્લભ સંયોગના કારણે ખુબ જ વધારે ધનલાભ થશે. આ સાથે વેપારીઓ માટે પણ હોળી ઘણા લાભો અપાવશે. હોળીના મહિનામાં તમારા જીવનમાં ભૌતિક સુખ સમૃદ્ધિમાં વધારો થશે. વેપારમાં રોકાણ માટે આ સમય ખુબ શુભ છે. જો આ રાશિના જાતકો હોળીના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરે તો તે ખુબ જ શુભ રહેશે. તેમજ આ લોકોએ એક વાત ધ્યાન રાખવી કે પોતાની અંગત વાતો અન્યને ન જણાવવી.

વૃષભ. રાશિના જાતકો માટે પણ આ હોળી ખુબ જ શુભ રહેશે. કારણ કે ચંદ્ર અને ગુરુની દ્રષ્ટિથી આ રાશિના જાતકોના જીવનમાં ખુબ જ જબરદસ્ત યોગ બની રહ્યો છે. જેના કારણે આર્થિક લાભ થશે અને પારિવારિક ફાયદાઓ પણ થશે. જો હોળીના દિવસે વૃષભ રાશિના જાતકો સફેદ રંગના વસ્ત્રો ધારણ કરે તો તે ખુબ વધારે લાભદાયી સાબિત થશે.

મિથુન : ત્યાર બાદ છે મિથુન રાશિ. હોળી પર બનતા આ દુર્લભ સંયોગના કારણે મિથુન રાશિના જાતકોની જિંદગીનો ખુબ જ શુભ સમય ચાલુ થવા જઈ રહ્યો છે. અમુક એવા સમાચાર પણ પ્રાપ્ત થશે કે જે ખુશીની અનુભૂતિ કરાવશે. આ ઉપરાંત મિથુન રાશિના જાતકો માટે ચારેય બાજુથી અચાનક ધનલાભ થવાનો યોગ બનશે. આ રાશિના બધા મિત્ર ગ્રહો પોતાની શુભ સ્થિતિ પર હશે. જેના કારણે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

કર્ક: જ્યોતિષ અનુસાર કર્ક રાશિના જાતકો માટે હોળીનો સમય અગાઉના દિવસો કરતા વધારે શુભ રહેશે. આ રાશિના જાતકો સમયને વ્યર્થ કરવાને બદલે જો પોતાના કાર્યમાં સમય લગાવશે તો ખુબ જ ફાયદો થશે. હોળીની સાથે સાથે હોળી પછીનો સમય પણ ખુબ જ શુભ રહેશે. કારણ કે તમને ધનલાભ થવાની સંભાવના છે. તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે અને આ સમય પારિવારિક સંબંધો માટે પણ મહત્વનો રહેશે.

વૃષિક: હોળી પર બનતા આ મહાસંયોગના કારણે વૃષિક રાશિના જાતકોને પણ પોતાના ક્ષેત્રમાં લાભ થવાની સંભાવના છે. આ સમય વૃષિક રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે. આ રાશિના જાતકોના જીવનમાં જે પણ મુશ્કેલી અને સમસ્યાઓ હશે તે દુર થઇ જશે અને સારા સમયનું આગમન થશે. આ રાશિના પરણિત જાતકોને સંતાન તરફથી સુખ મળવાનો યોગ બની રહ્યો છે. આ સમયે ભાગ્ય પ્રબળ હોવાના કારણે કાર્યમાં આવતા દરેક વિઘ્નો દુર થશે અને સફળતા પ્રાપ્ત થશે.

મકર : હોળીના દિવસે બનતા શુભ સંયોગ પર જો કોઈ રાશિને જબરદસ્ત લાભ થવા જઈ રહ્યો હોય તો એ છે મકર રાશિ. આ હોળી પર મકર રાશિના જાતકો માટે ખુબ જ શુભ સમય ચાલુ થઇ રહ્યો છે. જીવનસાથીનો પુરેપુરો સહયોગ મળશે. આ રાશિના જાતકોને પોતાની દરેક યોજનાઓમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આકસ્મિક ધનલાભ થવાની પણ સંભાવના છે.  જમીન, મકાન કે ગાડી ખરીદવા માટે પણ આ સમય શુભ રહેશે. કારણ કે, સમય મકર રાશિના જાતકો સાથે છે. આ ઉપરાંત મકર રાશિના જાતકોની મનોકામના પણ પૂર્ણ થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *