જાણો ચોકલેટનો ઇતિહાસ કે ચોકલેટ કેવી રીતે દુનિયામાં આવી… જાણશો તો દંગ રહી જશો…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો ચોકલેટનો ઇતિહાસ કે ચોકલેટ કેવી રીતે દુનિયામાં આવી….

મિત્રો આમ તો દરેક લોકોને ચોકલેટ પસંદ હોય છે. ચોકલેટ ખાઈને બધાના મન પ્રફુલ્લિત થઇ જાય છે. ખાસ કરીને છોકરીઓને ચોકલેટ ખુબ જ પસંદ હોય છે. અને આમ પણ આજના સમયમાં લોકો ચોકલેટને ગિફ્ટના સ્વરૂપમાં પણ આપે છે. આ ચોકલેટ નાનાથી લઈને મોટા દરેક લોકોને પસંદ આવે જ છે અને આ જ કારણે આ ચોકલેટ સમગ્ર વિશ્વમાં એક પસંદગીદાર ખાદ્ય પદાર્થ બની ગયો છે.

પરંતુ શું મિત્રો તમે તેના ઇતિહાસ અને તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેના વિશે જાણો છો. તો ચાલો જાણીએ ચોકલેટનો રોચક ઇતિહાસ…

મિત્રો આમ તો ચોકલેટ શબ્દ માટે અનેક તથ્યો છે. તેમાંના એક તથ્યો અનુસાર ચોકલેટ શબ્દ મૂળ સ્પેનિશ ભાષાનો છે. ચોકલેટ શબ્દએ એસ્ટેક સભ્યતાની દેન છે. તેનો સંબંધ મધ્ય અમેરિકા સાથે છે. એસ્ટેક સભ્યતા અનુસાર ચોકલેટ શબ્દનો અર્થ ખાટો કે કડવો એવો થાય છે.

ચોકલેટ માટેની મહત્વની સામગ્રી કોકોની ખોજ 2000 વર્ષ પહેલા અમેરિકાના જંગલોમાં થઈ હતી. કોકોના વૃક્ષમાં રહેલા બીજથી ચોકલેટ બનાવવામાં આવે છે. સૌપ્રથમ ચોકલેટ બનાવનાર મધ્ય અમેરિકા અને મેક્સિકોના લોકોએ બનાવી હતી.

જ્યારે 1528માં સ્પેન દ્વારા મેક્સિકો પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સંપૂર્ણ મેક્સિકો પર કબજો કરી નાખ્યો. અને સ્પેનના રાજાએ ખુબ મોટા પ્રમાણમાં કોકોના બીજ અને ચોકલેટ બનાવવાના યંત્રોને તેની સાથે લઈ ગયો. થોડા સમય બાદ સ્પેનમાં આ ચોકલેટ અમીરો માટે બહુ ખાસ બની ગઈ.

ઇટલીના એક યાત્રી ફેન્સીસોકારલેટીએ મધ્ય અમેરિકાના લોકોને ચોકલેટ બનાવતા જોયું અને તેને ઇટલીમાં પણ આ ચોકલેટનો પ્રચાર પ્રસાર કર્યો.  1673માં ચોકલેટ ખુબ જ પ્રસિદ્ધ થઈ ગઈ.

ત્યારબાદ ફ્રાન્સે ડ્રિંક ચોકલેટનો સ્વાદ ચાખ્યો. ફ્રાન્સના લોકોને આ ચોકલેટ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક પદાર્થ લાગ્યો અને સાથે સાથે ઇંગ્લેન્ડમાં આ ચોકલેટ નામનો પદાર્થ 1650 ખ્યાલમાં આવ્યો.

અત્યાર સુધી લોકો માત્ર ચોકલેટને પીય શકતા હતા. એક અંગ્રેજ ડોક્ટરે હિંસ્લોન દક્ષિણ અમેરિકાનો સફર કર્યો. અને તેને  ખાવા વાળી ચોકલેટની રેસિપી તૈયાર કરી. મિત્રો તમે વિચારમાં પડી ગયા હશો કે આ ડોક્ટર અને ચોકલેટની રેસિપી સાથે શું સંબંધ. પરંતુ મિત્રો આ હકીકત છે તેણે ખાવા વાળી ચોકલેટની રેસિપી તૈયાર કરી. કેડબરી મિલ્ક ચોકલેટની રેસીપી આ ડોક્ટર દ્વારા જ બનાવવામાં આવી હતી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલાના સમયમાં આ ચોકલેટનો  સ્વાદ તીખો હતો અને તેને માત્ર પીય શકાતી હતી. અમેરિકાના લોકો કોકોના બીજને પીસીને તેમાં મસાલા જેવા કે મરચા અને વેનિલા મિશ્રિત કરી તીખો પદાર્થો બનાવતા હતા.

ચોકલેટને સૌપ્રથમ મીઠી બનાવનાર યુરોપિયન લોકો હતા. આ લોકોએ મરચાના બદલે દૂધ અને ખાંડનો ઉપયોગ કર્યો અને તેમણે પીવાની ચોકલેટ માંથી ખાવાની ચોકલેટ પણ બનાવી હતી.

ચોકલેટ વધુ પ્રસાર પામે તે માટે 7 જુલાઈએ ચોકલેટ ડે મનાવવામાં આવે છે. ચોકલેટ ચિપ કૂકીનો આવિષ્કાર કરનાર વ્યક્તિએ તેનો આ આઈડિયા નેસ્લે ટોલ હાઉસને વહેંચ્યો હતો. તેના બદલામાં તેને લાઈફ ટાઈમ ચોકલેટ ફ્રીમાં આપવામાં આવી.

ચોકલેટ બનાવવા માટેની પહેલી મશીન 1780 માં સ્પેનના બાર્સિલોનામાં બનાવવામાં આવી હતી. ઇંગ્લેન્ડમાં ચોકલેટ 1650 માં પહોંચી હતી અને વિદેશી કંપનીએ 1842 માં સૌપ્રથમ ચોકલેટ બાર બનાવ્યો હતો. દુનિયાની 40 ટકા બદામનો ઉપયોગ આ ચોકલેટ બનાવવામાં થાય છે.

અમેરિકાની સૌથી મોટી અને જૂની કંપની હર્સિસ છે. એ દર વર્ષે 40 કરોડ કિલો ચોકલેટનું ઉત્પાદન કરે છે.

આમ તો કોકોનો સ્વાદ કડવો હોય છે પરંતુ તેમાં પ્રક્રિયા કરી તેને દૂર કરવામાં આવે છે. આમ તો  કોકોની ખોજ અમેરિકામાં થઈ હતી પરંતુ વર્તમાન સમયમાં 70% ટકા ઉત્પાદન આફ્રિકાના લોકો કરે છે.

એક કિલો ચોકલેટ બનાવવા માટે 800 કોકો બીજનો ઉપયોગ થાય છે. બેલ્જિયમને ચોકલેટનું સ્વર્ગ માનવામાં આવે છે. અહીં બે હજારથી પણ વધુ ચોકલેટની દુકાનો આવેલી છે.

એક ચોકલેટ ચિપ ખાવાથી  દોઢસો મીટર સુધી ચાલવાની ઊર્જા આવી જાય છે. જર્મનીનો હિટલરને પણ ચોકલેટ ખુબ પસંદ હતી. તે એક દિવસમાં એક કીલો ચોકલેટ ખાઈ જતો હતો.

તો મિત્રો તમને આ ચોકલેટ વિશેની માહિતી જાણીને ખુબ આનંદ થયો હશે. કોમેન્ટ કરીને જણાવો કે તમને ચોકલેટ કેટલી પસંદ છે ?

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *