હિંદુ ધર્મમાં આ કારણે મૃત્યુ પછી મૃતકના મોમાં રાખવું પડે છે તુલસી પત્ર .. જાણો તેની પાછળનું કારણ અને રહસ્ય

હિંદુ ધર્મમાં મૃત્યુ સમયે શા માટે તુલસી પત્ર મોં માં રાખવામાં આવે છે….  

મિત્રો આપણા હિંદુ ધર્મમાં ઘણી બધી એવી પરંપરાઓ રહેલી છે જેનું મહત્વ ધાર્મિક પણ રહેલું છે અને વૈજ્ઞાનિક પણ રહેલું હોય છે. આમ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની પાછળ તેનો પરિવાર અને સગા સંબંધી, મિત્રો બધા દુઃખી જ હોય છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં જીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે શિવને પામે છે. જીવ અને શિવ મૃત્યુ બાદ એક થઇ જાય છે. તો એક વાતે દેહ છોડ્યા બાદ માણસને મુક્તિ પણ મળી જાય છે. તો આવી મુક્તિ માટે હિંદુ ધર્મમાં ઘણી બધી પરંપરાઓ રહેલી છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના ધર્મ પરમને તેની અંતિમવિધિ કરવામાં આવતી હોય છે. જેના કારણે તે આ સંસારની મોહમાયાથી છૂટી જાય અને બહ્મ, તત, સત માં ભળી જાય. તો હિંદુ ધર્મમાં માણસનું મૃત્યુ થાય ત્યારે અંતિમવિધિ કરવામાં આવે છે. તેમાં એક એવી વિધિ હોય છે જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોને તેની જાણ હશે. તો ચાલો જાણીએ કે શું છે તે વિધિ અને શું છે તેનું મહત્વ. આ લેખ દરેક લોકો માટે ખુબ જ ઉપયોગી થશે અને આમાં જે માહિતી આપવામાં આવી તેમાંથી દરેક વ્યક્તિએ પસાર થવું પડે છે.

તો મિત્રો તમે જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના મોંમાં ગંગાજળ નાખવામાં આવે છે. પરંતુ તેની પછી મૃત વ્યક્તિના મોંમાં તુલસી પત્ર પણ મુકવામાં આવે છે. આપણા ધર્મમાં ધાર્મિક રીતે તુલસીનું ખુબ જ મહત્વ રહેલું છે. તો મૃત્યુ બાદ શા માટે મોંમાં તુલસીપત્ર મુકવામાં આવે તેના વિશે આજે અમે તમને જણાવશું.

તુલસીનું પૂજન દરેક હિંદુ ઘરમાં લગભગ થતું જ હોય છે. કેમ કે તુલસી ભગવાન વિષ્ણુના મુકુટ પર સજેલી હોય છે. અને ભગવાન વિષ્ણુની પત્ની પણ છે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તુલસીને ધારણ કરનાર વ્યક્તિને ક્યારેય પણ યમરાજ કષ્ટ નથી આપી શકતા. કેમ કે મૃત્યુ બાદ યમલોકમાં દરેક વ્યક્તિએ યમદંડનો સામનો અવશ્ય કરવો પડે છે. પરંતુ જો મોંમાં તુલસીપત્ર મુકવામાં આવે તો યમલોકમાં વ્યક્તિએ યમદંડનો સામનો નથી કરવો પડતો.

હિદુ ધર્મમાં ધાર્મિક કારણની સાથે સાથે વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ રહેલું હોય છે. તો હવે જોઈએ શું છે તેનું વૈજ્ઞાનિક કારણ.

મિત્રો તુલસી એક ઔષધી છે, જે ઘણા બધા ગંભીર રોગોમાં કારગર હોય છે. તેનું વૈજ્ઞાનિક કારણ એ સામે આવ્યું છે કે જો વ્યક્તિના મૃત્યુ સમયે તેના મોંમાં તુલસીની પાંદ મુકવામાં આવે તો પ્રાણ ત્યાગ કરતા સમયે કષ્ટ ન પડે અને પ્રાણ ત્યાગવામાં દેહ છોડનાર વ્યક્તિને રાહત સાથે પ્રાણ છુટ્ટી જાય. કેમ કે તુલસીપત્ર સાત્વિક ભાવ જગાવે છે.

જો વ્યહારિક રીતે જોઈએ તો મોંમાં તુલસીપત્ર રાખવાથી મૃત્યુ પામનાર વ્યક્તિ કંઈક ખાઈને ગયો છે એવું સાબિત થાય. કેમ કે ઘણી માન્યતાઓ પ્રમાણે એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે કોઈ યાત્રા કે સારા કામ માટે જાય ત્યારે ઘરથી કંઈક ખાઈને નીકળવું જોઈએ. જેના કારણે આગળ જતા કોઈ અડચણ ન આવે.

તો મિત્રો આપણા ધર્મમાં મૃત્યુ બાદ પણ વ્યક્તિને કોઈ કષ્ટ ન મળે તેના માટે તુલસીપત્રને મૃત વ્યક્તિના મોંમાં મુકવામાં આવે છે. તો તમારો અભિપ્રાય શું છે આ વિષયમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment