આ નદીમાંથી નીકળે છે સોનું… ત્યાના રહીશો સોનું ગોતીને જ રોજગારી મેળવે છે.. તમે પણ ત્યાં જઈ શકો છો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 એકદમ સત્ય વાત છે આ નદીમાંથી નીકળે છે સોનું……જાણીને તમે થશો હેરાન… 💁

મિત્રો આજે આપણે એક એવી નદી વિશે જાણશું જેમાંથી સોનું નીકળે છે. આ નદી એવી છે કે જ્યાં જાળ ફેંકવાથી જાળમાં માછલી નહિ પણ સોનું આવે છે. આ નદીમાંથી નીકળે છે અઢળક સોનું. અને ત્યાના લોકોની રોજી રોટી પણ આ નદીમાંથી સોનું શોધીને જ ચાલે છે..વાંચો આ સત્ય વાત.Image Source :

હા મિત્રો આ વાત બિલકુલ સાચી છે અને આ નદી આપણા ભારત દેશમાં જ આવી છે.  મિત્રો તમને વિશ્વાસ નહિ આવતો હોય, પરંતુ આ વાત એકદમ સત્ય છે. આ નદીમાં હમણાંથી જ સોનું નથી નીકળતું પરંતુ ઘણા બધા વર્ષોથી નીકળે છે અને ત્યાંના સ્થાનિક લોકોને પણ ખબર નથી કે આ સોનું કેટલા સમયથી નીકળે છે.ખુબ જ જુના સમયથી આ નદીમાં સોનું નીકળે છે.

આ નદીની ખાસ વિશેષતા એ છે કે આ નદીના લીધે ત્યાંના ઘણા બધા પરિવારોને રોજગાર મળી રહે છે. આ નદીમાં માછલી એક પણ જોવા નથી મળતી. પ્રાચીન કાળમાં ભારતને “સોને કી ચીડિયા” એમ જ કહેવાતું. કેમ કે આ દેશના પાણીમાં પણ સોનું નીકળતું અને બધા લોકો પાસે ખુબ જ સોનું હતું અને કોઈ પણ ગરીબ ન હતું. એટલા માટે આખી દુનિયા ભારતને સોનાની ચીડિયા કહેતા હતા.Image Source :

આપણે બધા એ તો જાણીએ છીએ કે ભારત દેશને વીરોની ભૂમિ અને અન્ય ઘણા નામોથી નવાજવામાં આવી છે. અને આપણા ભારત દેશના રહસ્યોનો ઉકેલ આજ સુધી આવ્યો નથી. ઘણા રહસ્યોના રાજ ખુલ્યા છે પણ તેના પ્રૂફ બોદા છે અને હજી અમુક રહસ્યોનો ઉકેલ કોઈ શોધી પણ નથી શક્યું. આપણા ભારતમાં ક્યાંકને ક્યાંક એવા ચમત્કાર અને રહસ્યમય સ્થળો જોવા મળે છે.

આજે અમે એક એવા ચમત્કાર વિશે કહીએ છીએ જેના વિશે સંભાળીને તમે વિસ્મય પામશો. જેના વિશે સાંભળીને કોઈક લોકો પરેશાન થાય છે, કોઈક લોકો આ વાતને ખોટી પણ માને છે. પરંતુ મિત્રો હકીકત છે તેને કોઈ બદલાવી નથી શકતું. ભારત નદીઓનો દેશ છે. આપણી નદીઓ આપણી આસ્થા સાથે જોડાયેલી છે. નદીઓ આપણને પાણી આપીને આપણા આખા સંસારને આગળ વધારે છે.Image Source :

ઝારખંડના રત્નાગઢ ક્ષેત્રમાં સ્વર્ણ રેખા નામની નદી આવેલી અને તેમાંથી સોનું નીકળે છે. અને ત્યાંના આદિવાસીઓએ આ નદીનું નામ નંદા રાખ્યું છે. ત્યાંના લોકોનું કહેવું છે કે આ નદીમાં સોનાના કણો મળે છે. આ નદીમાથીં  આદિવાસી લોકોએ પાણીને ગાળીને તેમાંથી સોનાના કણો શોધી કાઢે છે. એ સોનાને કાઢ્યા બાદ તેને વહેંચે અને તે લોકોનું ગુજરાન પણ નદીમાંથી નીકળતા સોનામાંથી જ થાય છે.

આ વાત સાંભળીને આપણને લાગે કે ભારત દેશ સાચે જ ચમત્કારનો બનેલો છે. આ નદીની અંદર બહુ મોટું રાજ છુપાયેલું છે. જેને હજુ સુધી કોઈ જાણી નથી શક્યું. ઝારખંડની રાજધાની રાંચીથી નજીક રત્નાગઢ નામના ગામમાં સ્વર્ણ રેખા નામની નદી પસાર થાય છે.Image Source :

આ એક એવી નદી છે જેની અંદર એટલો ભંડાર સમાયેલો છે જેને તમે વિચારી પણ શકતા નથી.  કહેવામાં આવે છે કે આ નદીમાંથી સોનાના કણ મળે છે એટલા માટે નદીનું નામ સ્વર્ણ રેખા પાડવામાં આવ્યું છે. અહિયાંના લોકો નદીમાંથી રેતીને ગાળીને દિવસ રાત કણો ભેગા કરે છે. જેનાથી તેની રોજી રોટી ચાલે છે.

આ નદીમાં નીકળતા સોનાના કણોમાં પોતાનું અલગ જ રહસ્ય છે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Image Source: Google

 

Leave a Comment