દરેક વ્યક્તિ દ્વારા કરવામાં આવતી આ ભૂલ થી પ્રવેશી શકે છે ભૂત પ્રેત….. જાણો કંઈ છે એ ભૂલો…

ઘણા લોકો ભૂત પ્રેતને એક ભ્રમ માનતા હોય છે, આ બધી વાતો ઘણા લોકોને કાલ્પનિક લાગતી હોય, વિજ્ઞાન આ વાતને માનતી નથી, તે ભૂત પ્રેતની વાતને માત્ર એક અંધશ્રદ્ધા કે એક વહેમ જણાવે છે. જ્યારે આપણા અમુક શાસ્ત્રો જણાવે છે કે જે રીતે આ પૃથ્વી પર મનુષ્યનું અસ્તિત્વ છે, તેવી જ રીતે ભૂત પ્રેતનું પણ અસ્તિત્વ છે.  શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિ અકાળ મૃત્યુ પામે, તો તેની આત્મા ભૂત પ્રેત બની શકે છે. તો મિત્રો આ પ્રેત એટલે કે અકાળ મૃત્યુના કારણે જે આત્માઓને શરીર કે મોક્ષ નથી મળતું તેવી ભટકતી આત્માઓ.

હવે તમને જણાવી દઈએ કે ઘણી જગ્યાએ હવામાં આત્માઓ અદ્રશ્ય ફરતી હોય છે. તેને આપણે જોઈ નથી શકતા. કહેવાય છે કે આપણી અંદર જે સેન્સ રહેલી હોય છે જેમ કે સુંઘવું, અનુભવવું વગેરે જેવી સેન્સ આપણા શરીરની ન હોય, પરંતુ એ આપણી આત્માની હોય છે. તેથી મૃત્યુ બાદ જો કોઈ વ્યક્તિની આત્મા પ્રેત બનીને ભટકતી હોય તો તેનામાં રહેલી સેન્સના કારણે તે તમારા તરફ આકર્ષાઈ શકે છે. એટલું જ નહિ પોતાની કોઈ પણ અધુરી ઈચ્છા પૂર્ણ કરવા માટે તે તમારા શરીરમાં પ્રવેશ કરી શરીરના માધ્યમથી તે પૂરી કરે છે.

તો મિત્રો આજે અમે દરેક વ્યક્તિ દ્વારા કરવામાં આવતી એવી પાંચ ભૂલો વિશે જણાવશું, જે ભૂત પ્રેતને આમંત્રણ આપે છે. તે જાણવા માટે આ લેખ પુરેપુરો અવશ્ય વાંચજો. જાણતા અજાણતા તમે પણ આવી ભૂલો કરી જ હશે.

સૌથી પહેલી ભૂલ છે સૌથી વધારે પરફ્યુમ લગાવવો. તમને જણાવી દઈએ કે આત્માઓ પાસે સુંઘવાની સેન્સ બોવ સારી હોય છે. તેથી તે તમારા તરફ આકર્ષિત થઇ શકે છે. આપણે પરફ્યુમ લગાવીએ ત્યાર બાદ તેની સુગંધ હવામાં પ્રસરતી હોય છે અને તે હવાના આધારે આત્માઓ પણ આકર્ષિત થતી હોય છે. માટે બને ત્યાં સુધી વધારે પરફ્યુમ ન લગાવવું જોઈએ અને ખાસ કરીને બપોરના સમયે અને રાત્રીના સમયે પરફ્યુમ લગાવી બહાર ન જવું જોઈએ. નહિ આત્માઓ તમારામાં પ્રવેશી શકે છે. 

આ ઉપરાંત તમે જ્યારે પણ કોઈ મીઠી વસ્તુનું સેવન કર્યું હોય તો તેના પર પાણી પી લેવું, તેમજ કોગળા કરીને ત્યાર બાદ જ ઘરની બહાર નીકળવું જોઈએ. કારણ કે આત્માઓને પણ મીઠું ખાવાની ઈચ્છા હોય છે, તો તે તમારા શરીરમાં પ્રવેશી પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે. તમે જ્યારે મીઠાઈ ખાઈને એઠું મોં બહાર લઈને જાવ તો તમે જે ખાધું છે તેના મીઠા કણ તમારા મોમાં રહી જતા હોય છે અને તે હવામાં પ્રસરતા હોય છે. જેના દ્વારા પ્રેતને સંકેત મળે છે કે તમે કોઈ મીઠી વસ્તુ ખાધી છે અને તે વિચારે છે કે તમે બીજી વાર પણ કંઈક મીઠું ખાશો જ, માટે તે તમારા શરીરમાં પ્રવેશ કરે છે અને પછી પોતાની ઈચ્છાને પૂરી કરે છે. એટલે રાત્રે સુતી વખતે પણ પાણી પી ને સુવું.

ત્યાર બાદ ક્યારેય પણ મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા રાખીને બહાર ન નીકળવું જોઈએ. વાળથી આત્માઓ સરળતાથી આપણા શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત વાળ પર ઘણા ટોટકાઓ પણ કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત આત્મા પણ વાળનો સહારો લઈને શરીરમાં પ્રવેશી શકે છે. માટે મહિલાઓએ વાળ ખુલ્લા રાખીને બહાર ન નીકળવું જોઈએ. કેમ કે ખુલ્લા વાળ જોઇને પ્રેત આત્માઓ આકર્ષાય છે અને મોહિત થાય છે. જેના કારણે તે આપણા શરીરમાં પ્રવેશે છે.

હવે પછીનો સંકેત પુરુષો માટે વધારે લાગુ પડે છે. ક્યારેય કોઈ વૃક્ષ કે અવાવરું જગ્યા પર પેશાબ ન જવું જોઈએ. કારણ કે ત્યાં આસપાસ કોઈ કબર હોય કે આત્માઓ હોય તો તેને આ વસ્તુ ગમતી નથી હોતી અને તે તમને નુકશાન પણ પહોંચાડી શકે છે. આ ઉપરાંત તે તમને નુકશાન પહોંચાડવા માટે તમારા શરીરમાં પણ પ્રવેશી શકે છે. માટે બને ત્યાં સુધી કોઈ વૃક્ષ નીચે કે કોઈ અવાવરું જગ્યાઓ પર પેશાબ જવાનું ટાળવું અને તેમ છતાં જો જવું પડે તેમ હોય તો, સૌથી પહેલા ગાયત્રી મંત્ર બોલવો, ત્યાર બાદ તમારા ઈષ્ટદેવનું નામ લઇ, ભગવાનનું નામ લઇને પછી જ પેશાબ જવું જોઈએ. નહિ તો ભૂત પ્રેત તમારામાં પ્રવેશી શકે છે.

પાંચમી ભૂલ કે ક્યારેય કોઈ સુમસાન જગ્યાએ બુમો ન પાડવી. સામાન્ય રીતે લોકો પોતાના પડઘા સાંભળવા માટે સુમસાન જગ્યાઓ પર બુમો પાડતા હોય છે અથવા તો કોઈ વ્યક્તિને બોલાવવામાં પણ બુમો પાડતા હોય છે. પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે ત્યાં જો કોઈ પ્રેત હોય તો તેને એવું લાગે છે કે તમે તેને બોલાવી રહ્યા છો અને તે તમારા શરીરમાં પ્રવેશી જાય છે. એટલા માટે કોઈ પણ જગ્યાએ બોલો ત્યાર ધીમે ધીમે જ બોલવું જોઈએ.

તો મિત્રો આ પાંચ ભૂલો ભૂત પ્રેતને આમંત્રણ આપે છે. શરૂઆતમાં ભૂત પ્રેત તમારા શરીરમાં પ્રવેશ્યા બાદ કંઈ જ કરતા નથી, તેવું એટલા માટે કે તેઓ તમારા શરીરમાં ઘર કરવા માંગતા હોય છે. ત્યાર બાદ થોડા સમય બાદ તેઓ તમારી પાસેથી કંઈ પણ કરાવી શકે છે. માટે જો તમે પણ આવા પ્રેત આત્માઓથી બચવા માંગો છો તો આ પાંચ ભૂલો ક્યારેય ન કરવી. અને જો ભૂલ થઈ જાય તો મનોમન હનુમાનજી દાદા નું સ્મરણ કરી આ મંત્ર બોલવો  ॐ નમો હનુમતે રુદ્રાવતારાય વિશ્વરુપાય અમિત વિક્રમાય, પ્રકટપરાક્રમાય મહાબલાય સૂર્ય કોટિસમપ્રભાય રામદૂતાય સ્વાહા…

મિત્રો આ વાત અમે ઈન્ટરનેટના માધ્યમથી લખી છે, અને અમારો કોઈ ઉદ્દેશ્ય નથી કે અંધશ્રદ્ધા ફેલાય. જેથી દરેક લોકોએ આ બાબતોને પોતાની આસ્થા પ્રમાણે સ્વીકારવી. અને ખાસ તમે કોઈ ભૂત પ્રેતમાં માનતા હોવ કે ન માનતા હોવ કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   

Leave a Comment