પાંચ લક્ષણો જે દર્શાવે છે તમારા આત્માના પૂર્વ જન્મ વિશે…. જાણો આ ઘટનાઓ વિશે કેવી રીતે પડે છે ખબર..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

પાંચ લક્ષણો જે દર્શાવે છે તમારા આત્માના પૂર્વ જન્મ વિશે…. જાણો કેવી રીતે પડે છે ખબર…

શું તમને ખબર છે તમારી આત્મા આ જન્મ પહેલા પણ કોઈ બીજા શરીરમાં જન્મ લઇ ચુકી છે. જો તમને ખબર ન હોય તો આજે અમે એવા પાંચ લક્ષણ જણાવશું જે એવું સાબિત કરશે કે તમારી આત્મા પહેલા પણ જન્મ લઇ ચુકી છે.

આપણી સાથે ઘણી વાર એવી ઘટનાઓ અને આદતો જોડાયેલી હોય છે જેનું આપણા સામાન્ય જીવન સાથે કોઈ પણ પ્રકારે લેવાદેવા ન હોય. તમે અને તમારા સાથે જે લોકો રહેતા હોય એ પણ આ વાત પર હેરાન હોય છે. કે આવી આદતો આ વ્યક્તિમાં કેમ છે. પરંતુ તે આદતો ઘણી વાર આપણ પૂર્વ જન્મ સાથે જોડાયેલી હોય છે.

આત્મા અને પૂર્વજન્મની વાત આજે પણ રહસ્ય છે. ઘણા લોકો આ વાતોને સાચી પણ માને છે તો અમુક લોકો ખોટી પણ માને છે. જો તમે પણ તમારા આત્મા વિશે કંઈક જાણવા માંગતા હોવ તો લેખને અવશ્ય વાંચો. આજે અમે પાંચ એવા લક્ષણો જણાવશું જો એ તમારામાં હોય તો તમારે સમજવાનું કે તમારી આત્મા આ પૃથ્વી પર ઘણી વાર જન્મ લઇ ચુકી છે. તો ચાલો જાણીએ તે લક્ષણો વિશે.

1. પહેલું છે અજાણ્યો ડર. જો તમે કોઈ વાતથી ખુબ જ ડર લાગતો હોય પરંતુ આશ્વર્યજનક રૂપથી તેનો વર્તમાન જીવન કોઈ જ સંબંધ ન હોય. જેમ કે ઉંચાઈ, અગ્નિ, પાણી થી ડરતા હોવ પરંતુ તમારા જીવનમાં આ ત્રણેય વસ્તુઓ સાથે ક્યારેય અનબન ન થઇ હોય, એવી કોઈ ઘટના જ ન બની હોય જેનાથી તમને કોઈ ડર લાગવો જોઈએ અને છતાં જો ડર લાગતો હોય તો અને જો આવું વારંવાર થતું હોય તો આ સંકેત તમને પૂર્વ જન્મનો સંકેત આપી રહ્યું હોય છે.

2. બીજું લક્ષણ છે એક જ સપનું વારંવાર આવવું. જો તમને એક જ સપનું વારંવાર આવતું હોય તો તેનો પણ સંબંધ પૂર્વ જન્મ સાથે જોડાયેલો હોય છે. આવા સપનાઓમાં દેખાતા લોકો તમને ઓળખીતા લાગે છે. પરંતુ એ આપણને યાદ નથી આવતું કે તેને આપણે ક્યાં જોયા છે. પરંતુ આપણે એવું જ લાગતું હોય છે કે આપણે જરૂર તેને ક્યાંક જોયા છે. તે લોકો પણ તમારા પૂર્વ જન્મ સાથે જોડાયેલા લોકો હોઈ શકે છે. એવું પણ બની શકે છે, એ લોકો પૂર્વ જન્મમાં તમારા સહયોગી પણ રહ્યા હોય. એટલા માટે  એવા લોકોના વારંવાર સપના આવતા હોય તો સમજી લેવાનું કે એ લોકો તમારા પૂર્વ જન્મમાં તમારાથી ખુબ જ નજીકના સંબંધ ધારવા હતા.

3. ત્રીજું છે પહેલી જ મુલાકાત હોય છતાં અજાણ્યું ન લાગે. તમે કોઈને પહેલી વાર મળી રહ્યા હોવ પરંતુ તમને એવું લાગતું હોય કે તમે તેને ખુબ જ પહેલેથી જાણો છો, તે વ્યક્તિને પહેલી જ વાર મળવાથી એવું લાગે કે કોઈ આપણું જ મળી રહ્યું છે એવો અહેસાસ થાય. તો ત્યારે પણ સમજી લેવાનું કે આગળના જન્મમાં તમે તે વ્યક્તિ સાથે ખુબ જ સારા સંબંધમાં રહ્યા હશો. બની શકે છે કે પૂર્વ જન્મમાં તે તમારો ખાસ મિત્ર હોય, ઘરનું સભ્ય હોય અથવા પ્રેમી પણ હોય છે.

4. ચોથું લક્ષણ છે કોઈ વસ્તુ પાછળ ખાસ દીવાનગી હોવી. જો તમે કોઈ વસ્તુ પ્રત્યે ખાસ ભાવનાત્મક લગાવ રાખો છો. જેમ કે અનાથ બાળકો, વૃદ્ધો, અપંગ, ભીખારીઓ પ્રત્યે ખાસ દયાભાવ, તમે ઈચ્છતા ન હોવ છતાં તમે કોઈ મજબુર વ્યક્તિને જોઇને દિલમાં ખુબ જ દયાભાવના અને સહાનુભુતિ મહેસુસ કરતા હોવ અને તમારા મનમાં તેના માટે કંઈક કરવાનું ઈચ્છા થતી હોય તો તમે પૂર્વ જન્મમાં આવી જ કોઈ પરિસ્થિતિ સાથે જોડાયેલા હશો. એવું પણ સંભવ છે કે પૂર્વ જન્મમાં તમે આવી કઠીન પરિસ્થિતિ માંથી નીકળ્યા હોવ. આ વાતનો પણ સાફ મતલબ છે કે તમે આના પહેલા પણ જન્મ લઇ ચુક્યા છો.

5. પાંચમું લક્ષણ છે પૂર્વ આભાસ. ઘણા લોકો એવા પણ હોય છે કે જે કહેતા હોય છે કે કંઈક ખરાબ થયા પહેલા જ તેને એ વાતનો અહેસાસ થવા લાગે છે કે કંઈક ખરાબ થવાનું છે. એટલા માટે તે લોકો અનહોનીના ડરથી ડર્યા કરે છે. તેને મનનો વહેમ અને બેકરનો ડર પણ ન કહી શકો. કેમ કે તે ડર ઘણી વાર સાચો સાબિત થતો હોય છે. આપણે બધા જ સાંભળતા આવ્યા છીએ કે ઉમરની સાથે વ્યક્તિમાં પરિપકવતા આવે છે. અહીં પણ એ જ થીયરી લાગુ પડે છે. આપણા શરીરમાં એક પ્રોઢ આત્મા હોય છે તે આપણી પહેલા પણ ઘણી  વાર જન્મ લઇ ચુકી હોય છે. એટલા માટે તે અનુભવના આધારે વર્તમાનમાં થવાના ઘટના ક્રમોની સાથે ભવિષ્યમાં થનારી ઘટનાઓને પણ જાણતા હોય છે.

પરંતુ મિત્રો પૂર્વજન્મના આ બધા અહેસસોનો આપણા વર્તમાન જન્મ સાથે કોઈ લેવાદેવા નથી હોતા. પરંતુ એ સંકેતોથી એટલું નક્કી થાય છે કે પૂર્વજન્મમાં તમે ઘણી વાર જન્મ લીધો છે એ જ રીતે તમારી આત્મા આગળ પણ જન્મ લેતી રહે છે.

જો તમારી સાથે પણ આ પાંચ લક્ષણો માંથી એકનો અનુભવ થયો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. કોમેન્ટમાં લખો 1, 2, 3, 4, કે 5 

 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment