ગુજરાત આટલી બાબતોમાં દેશમાં તો શું પુરી દુનિયામાં સૌથી આગળ છે… આ લેખ દરેક ગુજરાતીને જરૂર વંચાવો અને શેર કરો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁  ગુજરાત…… 💁

💁 ભારતના પશ્વિમ તટ પર ગુજરાતને દેશના સૌથી સમૃદ્ધ રાજ્યમાં એક માનવામાં આવે છે. ગુજરાતમાં એક બાજુ દુનિયાનું સૌથી મોટું સફેદ રણ છે જેને જોતા જ એવું લાગે છે કે આપણે ચંદ્ર પર પહોંચી ગયા હોઈએ. અને બીજી બાજુ અરબસાગર વાદળી પાણી જેને જોઇને લાગે છે કે આપણે નીલગગનને અડી રહ્યા હોઈએ.Image Source :

💁 ગુજરાતને સિંહો અને મહાપુરુષોની ભૂમિ માનવામાં આવે છે. એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે તો બીજી બાજુ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાન પુરુષોની જન્મ ભૂમિ છે. ગુજરાતના ગરબા ભારતમાં જ નહિ આખા વિશ્વમાં ફેમસ છે. પરંતુ ગુજરાતના માત્ર ગરબા જ ફેમસ નથી પરંતુ ઘણી બધી જગ્યા છે જે દુનિયામાં ખુબ જ અલગ ઓળખ ધરાવે છે. તો ચાલો જાણીએ આજે આપણા શાનદાર રાજ્ય ગુજરાત વિશેની  ખાસ અને મહત્વની વાતો.

Image Source :

💁 પ્રાચીન સમયથી ગુજરાતનો એક અલગ જ  ઈતિહાસ રહ્યો છે જે ઘણા રાજ્યોના ઈતિહાસ સાથે સંબંધ રાખે છે. ગુજરાતનો ઈતિહાસ લગભગ 2000 વર્ષ જુનો છે. વિશાળ સમુદ્ર તટ પર સ્થિત હોવાથી અનેક વિદેશી જાતિઓ અહિયાં આવી અને અહિયાં જ રહી ગયા. ગુજરાતમાં 28 આદિવાસી જાતિઓ છે તેના કારણે આપણા ગુજરાતમાં અનેક પ્રકારની સંસ્કૃતિ પણ જોવા મળે છે.

ગુજરાત ભારતનું સૌથી અધિક ઔદ્યોગિક અને સમૃદ્ધિ વાળું રાજ્ય છે. જો વિકાસની વાત આપણે કરીએ તો ગુજરાતનો જીડીપી ચીનના જીડીપી કરતા પણ વધારે ઝડપથી વધી રહ્યો છે. આખા ગુજરાતની આવક જોવામાં આવે તો તે આખા ભારતમાં ત્રીજા ક્રમમાં આવે છે. ગુજરાતમાં સુરત શહેર ભારતના સૌથી અમીર શહેરમાં મોખરે આવે છે જે બેંગલોર અને ચેન્નઈથી પણ આગળ છે.

Image Source :

💁 ભારતમાં સૌથી અમીર લોકોની વાત કરીએ તો પાંચ માંથી બે લોકો ગુજરાતના હોય છે. એટલું જ નહિ ભારતીય મૂળના પાંચ અમેરિકન માંથી એક ગુજરાતી હોય છે. ગુજરાતમાં આધુનિક પરિવેશ અને સદીયો પહેલાની પરંપરાઓ પણ જોવા મળે છે. અહીયાના લોકો રંગબેરંગી કપડા પહેરે છે અને સ્ત્રીઓ જુના ઘરેણા પહેરવાનું પસંદ કરે છે.

💁 ભારતના કોઈ પણ રાજ્યના મુકાબલામાં ગુજરાત સૌથી વધુ શાકાહારી લોકો રહે છે. ગુજરાત રાજ્યમાં ભારતના  સૌથી વધારે લોકો પ્રિય સ્થળો અને પર્યટક આવેલા છે. ભારતના સૌહી લોક પ્રિય પર્યટક સ્થળો ગુજરાતમાં આવેલા છે. આ રાજ્ય પોતાની સંસ્કૃતિ, વિરાસત, શિલ્પ અને અનેક પર્યટક સ્થળોથી જાણીતું છે.

💁 ભારતનું સૌથી ઔદ્યોગિક ક્ષેત્ર અને દેશનું સૌથી મોટું ટુરિસ્ટહબ પણ ગુજરાત છે. દરિયા કિનારે બનેલા મહાન મંદિરો પર્યટકોને ખુબ જ આકર્ષિત કરે છે. ગુજરાતમાં ઘણા બધા પ્રકારના સંગ્રહાલયો, કિલ્લા, મંદિર અને ઘણી બધી રોચક જગ્યાઓ છે જે ખુબ જ રોચક છે. ગુજરાતમાં ગાંધીનગરને એશિયાનું સૌથી વધારે હરિયાળી વાળું શહેર માનવામાં આવે છે જ્યાં આખા એશિયાના બધા શહેરો કરતા વધારે વુક્ષો છે. ગુજરાતને આખા ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે.

Image Source :

💁 આ ભારતનું પહેલું એવું રાજ્ય છે જ્યાં અપરાધોની સંખ્યા ખુબ જ ઓછા પ્રમાણમાં છે. સફસફાય અને સ્વચ્છ રાજ્યમાં ગુજરાત આખા ભારતમાં ત્રીજા ક્રમ પર છે. ગુજરાત ભારતનું તે રાજ્ય છે જ્યાં સંપૂર્ણ રીતે દારૂબંધી છે જે આ રાજ્યના વિકાસનું એક કારણ પણ છે.

💁 ગુજરાત ભારતનું પેટ્રોકેમીકલ્સ હબ પણ છે અને ભારતમાં 81 % પેટ્રોકેમિકલનું ઉત્પાદન ગુજરાત એકલું કરે છે. આ રાજ્ય ભારતનું સૌથી વધારે તમાકુ ઉત્પાદક રાજ્ય પણ છે. તમને જાણીને હેરાની થશે કે દુનિયામાં જેટલા પણ હીરા પોલીશ થાય છે તેના 80% હીરા ગુજરાતમાં કરવામાં આવે છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં એશીયાય સિંહ જોવા મળે છે.

💁 જો તમે એક ગુજરાતી છો તો આ લેખને આગળ શેર કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો……..

💁 જય જય ગરવી ગુજરાત… 💁   અથવા ગુજરાતને લગતી તમને ગમે તો બીજી પણ એક બે લાઈન તમે કોમેન્ટમાં લખી શકો છો. 

શું તમને ખબર છે જો ગુજરાત એક અલગ દેશ હોત તો ચીન અને દક્ષિણ કોરિયા પછી ત્રીજા નંબરની દુનિયાની સૌથી વધુ ઝડપથી વિકાસ કરવા વાળી ઈકોનોમી બની જાત.. જો આ ભાગ તમારે વાંચવો છે તો તમે કોમેન્ટમાં પાર્ટ – ૨ લખીને પણ અમને જણાવી શકો છો.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment