ધનતેરસના દિવસે રાશિ અનુસાર એક વસ્તુ ઘરે લાવો પછી પૈસાથી ભરેલી રહેશે તમારી તિજોરી..

0
5514
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ધનતેરસના દિવસે રાશિ અનુસાર એક વસ્તુ ઘરે લાવો પછી પૈસાથી ભરેલી રહેશે તમારી તિજોરી. 💁

મિત્રો  5 નવેમ્બર 2018 ના દિવસે એટલે કે કાલે ધનતેરસનો પાવન દિવસ  ઉજવવામાં આવશે. મિત્રો તમે જો ધનતેરસના દિવસે તમારી રાશિ અનુસાર એક વસ્તુ ખરીદશો તો તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ સબળ બનશે. આ તમારા માટે સૌથી મોટી તક છે. ધનતેરસના પવિત્ર દિવસે તમે જો આ એક ઉપાય કરશો તો તમારું જીવન સંપૂર્ણ રીતે બદલી જશે.

Image Source :
સૌથી પહેલા આપણે વાત કરીએ કે આ વસ્તુ ખરીદવા માટે શુભ મુહુર્ત કયું છે. ધનતેરસના દિવસે શુભ મુહુર્ત સાંજે 6 વાગ્યેને 5 મિનીટથી શરૂ થશે અને રાત્રે 8 વાગ્યેને 1 મિનીટે સમાપ્ત થઇ જશે. મતલબ શુભ મુહુર્તની કુલ અવધી 1 કલાક અને 55 મિનીટની રહેશે. તો ચાલો જાણીએ આ સમય દરમિયાન તમારે તમારી રાશિ અનુસાર કંઈ એક વસ્તુ ઘરે લાવવાની રહેશે જેથી તમારા ધનમાં વૃદ્ધિ થાય.

શરૂઆત કરીએ મેશ રાશિના લોકોથી તો, આ રાશિના લોકોએ ધનતેરસના દિવસે પોતાના ઘરમાં સવા સો ગ્રામ આખા ધાણા તમારા ઘરે લાવવાના રહેશે. દિવાળીની પૂજા સમયે આ ધાણાને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખવાનું રહેશે.

Image Source :
વૃષભ રાશિના જાતકોએ સાત કોડી પોતાના ઘરમાં લાવવાની છે. ત્યાર બાદ આ કોડીને ગંગા જળથી ધોઈને મંદિરમાં રાખવી અને દિવાળીની પૂજા કરતા સમયે ત્યાં રાખવી. ત્યાર બાદ તેને એક લાલ કપડામાં વીંટીને તિજોરીમાં મૂકી દેવી.

મિથુન રાશિના લોકોએ આ દિવસે સ્ટીલનો પાણીનો લોટો ખરીદીને લાવવાનો છે. ત્યાર બાદ પૂજા કરતી વખતે આ લોટમાં પાણી ભરી માતા લક્ષ્મીની ફોટો પાસે રાખવાનો છે. પૂજા સમાપ્ત થયા બાદ તેનું પાણી તુલસીના છોડમાં રેડી ત્યાર બાદ તેને હંમેશાને માટે તમારી તિજોરીમાં સાચવવાનો રહેશે.

Image Source :
કર્ક રાશિના લોકોએ એક શંખ ખરીદીને લાવવાનો છે. દિવાળીની પૂજામાં આ શંખનો ઉપયોગ કરવો ત્યાર બાદ લાલ કપડામાં વીંટીને તિજોરીમાં રાખી દેવો.

હવે વાત કરીએ સિંહ રાશિની તો આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સ્ટીલની થાળી ખરીદવાની છે. આ થાળીમાં જ દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાની છે અને ત્યાર બાદ આ થાળીને સાચવીને ઘરની તિજોરીમાં રાખવાની છે.

Image Source :
કન્યા રાશિના જાતકોએ આ દિવસે સાત સોપારી ખરીદીને લાવવાની છે અને દિવાળીની પૂજા દરમિયાન આ સોપારીને લાલ કપડામાં બાંધીને રાખવી. ત્યાર બાદ તેને તિજોરીમાં મૂકી દેવી.

તુલા રાશિના લોકોએ ચાંદીની પાયલ પોતાના ઘરના કોઈ વ્યક્તિ માટે લાવવાની છે અને ઘરના કોઈ સભ્યને તે પાયલ ભેટ સ્વરૂપે આપવાની છે. આવું કરવાથી ઘર ધન ધાન્યથી ભરાયેલું રહેશે.

વૃષિક રાશિના જાતકોએ ધનતેરસના શુભ મુહુર્તના સમયે સાત આખી હળદરની ગાંઠ લઈને આવવાની છે અને તેને લાલ કપડામાં બાંધીને હંમેશાને માટે તિજોરીમાં સંભાળીને રાખવી.

Image Source :
ધન રાશિના જાતકોએ કેસરની ડબ્બી ધનતેરસના દિવસે લાવવાની છે ત્યાર બાદ દિવાળીના દિવસે માતા લક્ષ્મીને આ કેસરનો જ તિલક કરવાનો છે અને ત્યાં રાખવાની છે. પૂજા સમાપ્ત થયા બાદ તમારે તેને એક લાલ કપડામાં વીંટીને તિજોરીમાં સાચવીને રાખવાની છે.

મકર રાશિના લોકોએ એક નાની ચાંદીની ડબ્બી ખરીદવાની છે જેમાં સિંદુર રાખી શકાય. તેવી ડબ્બી ખરીદી તેમાં સિંદુર ભરી તેને તિજોરીમાં રાખવાની છે.

કુંભ રાશિના લોકોએ ધનતેરસના દિવસે સાત ચાંદીની સિક્કા ખરીદવાના છે અને ત્યાર બાદ તેને ગંગાજળથી ધોઈને દિવાળીના દિવસે પૂજામાં રાખવાના છે ત્યાર બાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખવાના છે.

Image Source :
મીન રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સાત સ્ટીલની ચમચી ખરીદવાની છે. ત્યાર બાદ તેને ગંગાજળથી ધોઈ પૂજામાં રાખવાની છે ત્યાર બાદ તેને લાલ કપડામાં વીંટીને હમેંશાને માટે તિજોરીમાં રાખવાની છે.

તો મિત્રો રાશિ અનુસાર જો તમે આ વસ્તુ ધનતેરસના શુભ મુહુર્ત પર ખરીદીને ઘરે લાવશો તો દરેક સમસ્યાઓ દુર થશે તેમજ તમને તમારા ઘરમાં ધનની અછત ક્યારેય ઉભી નહી થાય અને તમારું ઘર ધનધાન્યથી પરિપૂર્ણ રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 Image Source: Google

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here