સ્ત્રીની રચના શા માટે કરવામાં આવી અને કેવી રીતે…. ભગવાન દ્વારા આ અદ્દ્ભુત રચના પાછળનું શું કારણ છે….. જાણો આ લેખમાં….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સ્ત્રીની રચના શા માટે કરવામાં આવી અને કેવી રીતે…. ભગવાન દ્વારા આ અદ્દ્ભુત રચના પાછળનું શું કારણ છે….. જાણો આ પુરા લેખમાં, શેર જરૂર કરજો

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રી અને પુરુષ વગર આ સંસાર અધુરો હોત. ભગવાન દ્વારા આ બંને પાત્રની ખુબ જ જીણવટ ભરી રચના કરવામાં આવી છે. તેમાં સ્ત્રી પાત્રની રચના પાછળ ઘણા બધા રાઝ છુપાયેલા છે. આ દુનિયાની સૌથી અજીબ જો કોઈ પહેલી હોય તો એ સ્ત્રી છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે સ્ત્રીને સમજવી અને સમજાવવી એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નહિ. ખુદ ભગવાન પણ આ પાત્રને જાણી નથી શક્યા, એવું લોકો કહેતા હોય છે. જો કોઈ સ્ત્રી પોતાના અસ્તિત્વ પર આવી જાય તો, આખી દુનિયા એક તરફ અને સ્ત્રી એક તરફ હોય તેવી સ્થિતિ સર્જાય છે. આ વાતને એ જ પુરુષ સમજી શકે છે જે સ્ત્રીને જાણી શકતો હોય સમજી શકતો હોય.

કહેવાય છે કે ભગવાને સ્ત્રી જાતિને ખુબ જ ફુરસતથી બનાવી હતી. હિંદુ પૌરાણિક ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે, ભગવાન બ્રહ્માએ સમગ્ર સૃષ્ટિનું સર્જન માત્ર એક દિવસમાં કરી નાખ્યું હતું. પરંતુ બ્રહ્માજી જ્યારે સ્ત્રીની રચના કરી રહ્યા હતા ત્યારે તેમને સાત દિવસથી પણ વધારે સમય લાગ્યો હતો. તેમ છતાં પણ તેમની રચના અધુરી જ હતી. છેલ્લે પ્રતીક્ષા કરી કરીને થાકેલા દેવદૂતે અંતે ભગવાનને સવાલ પૂછ્યો કે ભગવાન તમે સમગ્ર સૃષ્ટિની રચના આંખના પલકારામાં જ કરી નાખી હતી તો પછી સ્ત્રીની રચનામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે ?

ત્યારે ભગવાને જણાવ્યું કે, આ મારી અત્યાર સુધીની સૌથી અનોખી અને અદ્દભુત રચના છે. આ મારી એવી રચના છે જે કઠીનમાં કઠીન પરિસ્થિતિમાં અડગ રહે છે, કોઈ પણ પરિસ્થિતિમાં તે સૌને ખુશ રાખી શકે છે, માત્ર પોતાના બાળકોને જ નહિ પરંતુ આખા પરિવારને એક સાથે પ્રેમ આપી શકે છે, આ રચનામાં વિકટમાં વિકટ પરિસ્થિતિને સંભાળવાની શક્તિ હોય છે, આ એક સાથે ઘણા બધા કાર્યો કરવામાં સક્ષમ હોય છે અને પોતાના સ્નેહ અને દુલારથી નાનામાં નાના ઘાવથી લઈને મોટા ઘાવ ભરી શકે છે. આ રચના પાછળ દુનિયાના દરેક પુરુષો મોહિત હશે.”

બ્રહ્માજી સ્ત્રીની રચના વિશે આગળ જણાવે છે કે, “આ થાકી જાય છે તેમ છતાં પણ કાર્ય કરી શકે છે અને બીમાર હોવા છતાં પણ પોતાનું ધ્યાન સ્વયં પોતે જ રાખી શકે છે.”

આ બધું સાંભળીને દેવદૂત આશ્ચર્યચકિત રહી ગયા અને આશ્ચર્યથી પૂછ્યું કે, “શું આ બધું બે હાથ વડે કરવું સંભવ છે ?” તેના પર ભગવાને કહ્યું કે, “એ ન ભૂલો કે આ રચના અત્યાર સુધીની સૌથી અદ્દભુત અને સર્વશ્રેષ્ઠ રચના છે અને તેના માટે કંઈ પણ અસંભવ નથી.”

આ સાંભળી દેવદૂત વધારે ઉત્સાહી થઇ ગયા અને તે રચના પાસે જઈ તેનો સ્પર્શ કર્યો. પરંતુ સ્પર્શ કરતા જ દેવદૂત બોલ્યા કે, “ભગવાન આ તો ખુબ જ નાજુક છે !”

ત્યારે ભગવાન બોલ્યા, “આ રચના માત્ર દેખાવમાં જ નાજુક છે, પરંતુ મેં તેની અંદર અસીમ ધૈર્ય અને સાહસ ભરેલા છે. આટલું સાંભળી દેવદૂત સ્ત્રીની અનુપમ રચનામાં ખોવાઈ ગયા અને એકીકરણથી, ઉત્સાહથી તે રચનાને નિહાળવા લાગ્યા.

ત્યારે દેવદૂતને સ્ત્રીના મુખ પર કોઈ ભીનો પદાર્થ નજર આવ્યો. ત્યારે દેવદૂતે જીજ્ઞાશા પૂર્વક ભગવાનને પૂછ્યું કે આ રચનાના ગાલ તો ભીના છે લાગે છે તેની આંખમાંથી કંઈક વહે છે ? ત્યારે ભગવાને જવાબ આપ્યો કે, “તે તેના આંસુ છે જે તેની સૌથી મોટી તાકાત છે. જેની સામે પથ્થર પણ પીગળી જાય છે. પરંતુ આ જ આંસુ સ્ત્રીનો પ્રેમ જતાવવા અને એકલતા દુર કરવાનું માધ્યમ પણ બને છે. જ્યારે તે દુઃખી હોય છે ત્યારે તે રડે છે અને જ્યારે તે સુખી થાય છે ત્યારે તે વધારે રડે છે.

ભાગવાનનું આ કથન સાંભળી દેવદૂતે ફરી એક પ્રશ્ન પૂછ્યો,  “શું સ્ત્રી જાતી વિચારી પણ શકે ?” તેના પર ભગવાને કહ્યું કે, “હા, સ્ત્રી વિચારી પણ શકે છે અને જરૂર પડે ત્યારે મજબુત થઈને સામનો પણ કરી શકે છે.

આટલું સાંભળી દેવદૂત બોલી ઉઠ્યા કે ભગવાન તમારી આ રચના ખરેખર ખુબ જ અદ્દભુત છે અને તમે તેને ફૂરસતમાં બનાવી છે એટલા માટે આ રચના સંપૂર્ણ પણ છે. પરંતુ ત્યારે ભગવાન બોલ્યા કે, “ના આ રચના સંપૂર્ણ નથી તેમાં એક તૃટી છે.” આટલા ગુણધર્મો હોવા છતાં પણ તે સ્વયં પોતાની મહાનતાથી અજ્ઞાન તેમજ અજાણ રહેશે.

મિત્રો આ વાત પરથી આપણે જાણીએ શકીએ છીએ કે ભગવાન દ્દ્વારા આ રચનાને ખૂબ જ અદ્દભુત રીતે બનાવવામાં આવી છે. દુનિયાનો પ્રત્યેક પુરુષ કોઈને કોઈ નારી પર આશ્રિત છે. ભલે તે માં હોય, બહેન હોય, પત્ની હોય કે પછી મિત્ર હોય. તેથી નારીનું કોઈ પણ રૂપ હોય, પુરુષ જો તેનું સમ્માન કરે છે તો તે હંમેશા સુખી રહે છે. પરંતુ જો પુરુષ દ્વારા નારીનું સમ્માન ન રાખવામાં આવે તો તે પુરુષનું પતન નક્કી હોય છે.

તો મિત્રો આ રીતે સ્ત્રી ભગવાનની એક અદ્દભુત રચના છે અને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આવતી દરેક સ્ત્રીનું સમ્માન અને રક્ષણ કરવું જોઈએ. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે તમે તમારા જીવનમાં કંઈ સ્ત્રીને વધારે મહત્વ આપો છો માતા, બહેન કે પત્ની.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Leave a Comment