જાણો પંજો નિશાન કેમ મળ્યું કોંગ્રેસને. એ પંજો કોનો છે? આ યોગી અને પંજા નિશાનની રહસ્યમય વાત જાણો, દંગ રહી જશો

 જાણો પંજો નિશાન કેમ મળ્યું કોંગ્રેસને. આ યોગી અને પંજા નિશાનની રહસ્યમય વાત જાણો, દંગ રહી જશો

આજે અમે એક એવા મહાન યોગી વિશે જણાવશું જેનો જન્મ ક્યારે થયો તેનાથી લગભગ બધા અજાણ છે. કહેવાય છે કે તે યોગી લગભગ 500 વર્ષ કે તેનાથી વધારે વર્ષ  સુધી જીવિત રહ્યા. એવી માન્યતાઓ છે કે આ યોગી કોઈ મહિલાના ગર્ભમાંથી નહિ, પરંતુ પાણીમાંથી ઉત્પન્ન થયા હતા. આ યોગી હંમેશા માંચડા પર જ બેસી રહેતા હતા અને માંચડા પર બેઠા બેઠા જેના માથા પર પગ રાખી દેતા તે ધન્ય થઇ જતા હતા. એટલું જ નહિ વૃક્ષો અને છોડવાઓ પણ તેની સાથે વાતો કરતા હતા.

મિત્રો આ મહાયોગીના આશ્રમમાં બાવળના વૃક્ષો તો હતા, પરંતુ તેમાં એક પણ કાંટો ન હતો અને તે આખા આશ્રમમાં એક ખુબ જ મનમોહક સુગંધ પણ ફેલાવતા હતા. તેઓ ભક્તોની વાત કહ્યા વગર જ સમજી જતા હતા. તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ અન્ન ગ્રહણ કર્યું ન હતું. તેમણે પોતાનું સમગ્ર જીવન દૂધ અને મધનું સેવન કરીને જ પસાર કર્યું હતું. તેમને શ્રીફળનું પાણી ખુબ જ પસંદ હતું. મિત્રો આજે અમે જે મહાન યોગીની વાત જણાવી રહ્યા છીએ તેના અદ્દભુત ચમત્કારો સાંભળીને તમને ભારત દેશ પર અને તેના સાધુઓ પર ગર્વ થશે.

આ સિદ્ધ યોગી અને મહાન પુરુષને લોકો દેવરાહા બાબા કહેતા હતા. આજે અમે તે જ મહાન યોગી દેવરાહા બાબાના ચમત્કારો વિશે જણાવશું. જેમણે પોતાના આશીર્વાદ અને ચમત્કારોથી ભારત ભૂમિને પવિત્ર અને ગૌરવવંતી બનાવી. તમને જણાવી દઈએ કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મહામના મદન મોહન માલવિય, પુરુષોત્તમદસ ટંડન જેવા પ્રખ્યાત વ્યક્તિઓએ પણ સમય સમય પર બાબાના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.

દેવરાહા બાબા પૂજ્ય મહર્ષિ પતંજલિ દ્વારા પ્રતિપાદિત અષ્ટાંગ યોગમાં પારંગત હતા. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ યુપીના નાખ નાદોલી ગામ લાલ રોડ દેવરિયા જીલ્લાના રહેવાસી હતા. 19 જુન મંગળવાર 1990 ના યુગની એકાદશીના દિવસે આ બાબાએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો હતો. મિત્રો ચાલો હવે તેના ચમત્કારો વિશે જાણીએ.

લોકોનો વિશ્વાસ હતો અને એવું કહેવું હતું કે બાબા પાણી પર પણ ચાલતા હતા અને કોઈ પણ અલગ અલગ સ્થાન પર જવા માટે તેઓએ ક્યારેય સવારીની મદદ લેતા ન હતા.  બાબા દર વર્ષે કુંભના સમયે પ્રયાગ પણ જતા હતા. માર્કેન્ડેય સિંહ અનુસાર તેઓ કોઈ મહિલાના ગર્ભમાંથી નહિ પરંતુ પાણીથી અવતરિત થયા હતા. યમુનાના કિનારે વૃંદાવનમાં તેઓ 30 મિનીટ સુધી પાણીની અંદર શ્વાસ લીધા વગર રહી શકતા હતા. બાબા પ્રાણીઓની ભાષા પણ સમજતા હતા. ક્ષણવારમાં તેઓ જંગલી અને ખતરનાક પ્રાણીને પણ પોતાના કાબુમાં કરી લેતા.

કહેવાય છે કે બાબા પોતાની પાસે આવનાર દરેક વ્યક્તિને ખુબ જ પ્રેમથી મળતા હતા અને મળવા આવનાર દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રસાદ જરૂર આપતા. પ્રસાદ દેવા માટે બાબા માંચડાના ખાલી ભાગમાં હાથ રાખતા હતા અને તેમના હાથમાં ફળ, મેવા કે અન્ય ખાદ્ય પદાર્થ આવી જતા હતા. જ્યારે માંચડા પર તેવી કોઈ વસ્તુઓ પડી હોય તેવું જોવા મળતું ન હતું. શ્રદ્ધાળુઓ પણ આશ્ચર્ય ચકિત રહી જતા કે આખરે બાબાના હાથમાં આ પ્રસાદ ક્યાંથી આવે છે. લોકોનું કહેવું હતું કે તેઓ ક્યાંય પણ ગમે ત્યારે જતા રહેતા અને પોતાની ભૂખ અને આયુષ્ય પર નિયંત્રણ પામતા હતા.

તેમની આસપાસ ઉગતા બાવળના વૃક્ષમાં કાંટા ન આવતા અને ચારેય બાજુ સુગંધનું વાતાવરણ રહેતું હતું. લોકોનું એવું પણ માનવું છે કે બાબા એક અવતારી પુરુષ હતા તેમનું જીવન ખુબ જ સરળ અને સૌમ્ય હતું. તેમના વિશે કોઈ ક્યારે ચર્ચા કરે છે તે દરેક વાતની તેમણે ખબર રહેતી હતી.

મિત્રો એક વખત 1987 માં પ્રધાનમંત્રી રાજીવ ગાંધી બાબાને મળવા આવવાના હતા ત્યારે સરકારે તેના અધિકારોને ત્યાં મોકલ્યા હતા તે વિસ્તારનું માર્કિંગ કરવા માટે, અધિકારીઓએ હેલિપેડ બનાવવા માટે ત્યાંના બાવળના વૃક્ષને કાપવાનો આદેશ આપ્યો. આ વાતની જાણ થતા જ બાબાએ એક પોલીસ અધિકારીને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું  કે તેઓ શા માટે વૃક્ષને કાપવા માંગે છે. ત્યારે અધિકારીએ કહ્યું કે પ્રધાનમંત્રીની સુરક્ષા માટે તે જરૂરી છે. ત્યારે બાબાએ તેને સમજાવ્યા કે તમે અહીં તમારા પ્રધાનમંત્રીને લાવશો તેની પ્રશંસા મેળવશો. આ ઉપરાંત પ્રધાનમંત્રીનું પણ નામ ઊંચું આવશે કે તે સાધુ સંતો પાસે જાય છે. પરંતુ તેનો દંડ બિચારા વૃક્ષે ભોગવવો પડશે. તે વૃક્ષ મને જ્યારે આ વાત પૂછશે ત્યારે હું શું જવાબ આપીશ. અને બાબાએ આદેશ કર્યો કે આ વૃક્ષ નહિ કાપવામાં આવે. ત્યારે અધિકારીઓએ પોતાની મજબૂરી જણાવી કે આ દિલ્લીથી આવેલ અધિકારીનો આદેશ છે માટે તેને કાપવું જ પડશે. અને આખું વૃક્ષ પણ નથી કાપવાનું માત્ર તેની અમુક શાખાઓ જ કાપવાની છે.

પરંતુ બાબા જરા પણ રાજી ન થયા અને કહ્યું કે તમારી નજરોમાં આ એક સામાન્ય વૃક્ષ હશે પરંતુ મારી નજરમાં આ મારો સૌથી જુનો સાથીદાર છે. આ વૃક્ષ દિવસ રાત મારી સાથે વાતો કરે છે. માટે આ વૃક્ષ નહિ કાપી શકાય. અંતે બાબાએ તેમને કહ્યું કે તમે ગભરાઓ નહિ તમારા પ્રધાનમંત્રી અહીં આવશે જ નહિ. હું જ એનો અહીં આવવાનો કાર્યક્રમ રદ કરી નાખું છું અને આશ્ચર્યની વાત તો ત્યારે થઇ જ્યારે 2 કલાક પછી પીએમ ઓફિસથી રેડિયો ગ્રામ આવી ગયો કે પ્રોગ્રામ સ્થગિત થઇ ગયો છે. ત્યાર બાદ થોડા અઠવાડિયા બાદ રાજીવ ગાંધી ત્યાં આવ્યા પણ પરંતુ તે વૃક્ષ કાપવામાં ન આવ્યું.

તમને જણાવી દઈએ કે દેશમાં આપાતકાલીન બાદ થયેલ ચૂંટણીમાં જ્યારે ઇન્દિરા ગાંધી હારી ગયા હતા. ત્યારે તે પણ દેવરાહા બાબા પાસે આશીર્વાદ લેવા ગયા હતા. કહેવાય છે કે બાબાએ ઇન્દિરા ગાંધીને પોતાના હાથના પંજાથી આશીર્વાદ આપ્યા અને ત્યાંથી પાછા આવ્યા બાદ જ તેમણે કોંગ્રેસનું ચિન્હ હાથનો પંજો રાખ્યું હતું. ત્યાર બાદ ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે પ્રચંડ બહુમત પ્રાપ્ત થયો અને ઇન્દિરા ગાંધી દેશની પ્રધાનમંત્રી બની ગયા.

આ વાત પણ એક તર્ક એવો પણ છે કે આપાતકાલીન બાદ ઇન્દિરા કાંચી કમિટી પીઠના શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખર સરસ્વતી પાસે આશીર્વાદ લેવા ગયા હતા. ત્યાં તેમણે પોતાનો જમણો હાથ ઉઠાવીને આશીર્વાદ આપ્યા અને જમણા હાથના પંજાને પાર્ટીનું ચિન્હ બનાવવાનું કહ્યું.

મિત્રો દેવરાહા બાબાની ખ્યાતી વિશ્વમાં એટલી પ્રાખ્યાત હતી કે જ્યારે જ્યોર્જ પંચમ ભારત આવ્યો ત્યારે તે પુરા લશ્કર સાથે બાબાના દર્શન કરવા માટે આવ્યો હતો. જ્યારે જ્યોર્જ ઈંગ્લેન્ડથી ભારત આવી રહ્યો હતો ત્યારે તેણે તેના ભાઈને પૂછ્યું હતું કે શું ખરેખર ભારતના સાધુ સંતો મહાન હોય છે ? પ્રિન્સ ફિલિપ એટલે કે તેના ભાઈએ જવાબ આપ્યો કે હા.અને તમારે તે મહાનતા જોવી હોય તો દેવરાહા બાબાને જરૂર મળજો. આ વાત વર્ષ 1911ની છે, જ્યારે જ્યોર્જ પંચમ વિશ્વયુદ્ધના વાતવરણના ચાલતા ભારતના લોકોને બાર્ટાનિયા હકુમતના પક્ષમાં કરવા માટે આવ્યો હતો. જ્યોર્જ પંચમ સાથે થયેલ વાતચીત બાબાએ પોતાના અમુક શિષ્યોને જણાવી પણ હતી. પરંતુ કોઈ પણ તે વાતચીત વિશે વાત કરવા માટે આજે પણ તૈયાર નથી.

દેવરાહા બાબાજીનું સમગ્ર જીવન માંચડા પર જ પસાર થયું છે. લાકડીના ચાર થાંભલા પર ટકેલો માંચડો જ તેમનો મહેલ હતો. મેઈલ ગામમાં તેઓ વર્ષના 8 મહિના પસાર કરતા,  અમુક દિવસો બનારસના રામ નગરમાં માગમાં પ્રયાગ, ફાગણ મહિનામાં મથુરાના મઠમાં પોતાનો સમય પસાર કરતા. આ ઉપરાંત તેઓ થોડો સમય હિમાલયમાં એકાંત વાસ પણ કરતા હતા.

મિત્રો દેવરાહા બાબાએ દૂધ, મધ અને શ્રીફળના પાણી સિવાય બીજી કોઈ વસ્તુ ક્યારેય સેવન નથી કર્યું. પરંતુ તે જે પણ લાવતા તે ભક્તો અને શ્રદ્ધાળુઓમાં પ્રેમથી વહેંચી દેતા. તેમના પતાસા મખાનાનો પ્રસાદ મેળવવા માટે હજરો લોકોની ભીડ જામતી. પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે અચાનક વર્ષ 1990 માં 11 જુનથી બાબાએ દર્શન આપવાનું બંધ કરી દીધું. એવું લાગ્યું કે જાણે કોઈ અનહોની થવાની છે. કહેવાય છે કે તે દિવસે મોસમનો પણ મિજાજ બદલાય ગયો હતો. યમુનાની લહેરો પણ બેચેન થઇ ગઈ હતી. માંચડા પર બાબા ત્રીબંધ સિદ્ધાસન પર બેસી રહ્યા. આ જોઈ ડોક્ટરની ટીમે થર્મોમીટર પર જોયું તો પારો અંતિમ સીમા પર આવી ગયો હતો. 19 તારીખ અને મંગળવારના દિવસે કે જ્યારે યુગની અગિયારસ હતી ત્યારે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. તે સમયે યમુનાનો નજારો પણ જોવા લાયક હતો લહેરોનો ઉછાળો છેક બાબાના માંચડા સુધી પહોંચવા લાગ્યા હતા અને આ સમય દરમિયાન જ સાંજે 4 વાગ્યે બાબાનું શરીર સ્પંદન રહિત થઈ ગયું અને તે પરમાત્મામાં વિલીન થઇ ગયા.

મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિએ આ બાબાના દર્શન કર્યા છે ત્યારે તેના જીવનની દરેક સમસ્યાઓ દુર થઇ ગઈ હતી અને તે વ્યક્તિ પ્રેમથી ભરપુર થઇ ગયો હતો. તો મિત્રો આ આપણી ભારત ભૂમિના એવા સંત હતા કે જેના ચમત્કારો વિશ્વ વિખ્યાત રહ્યા હતા. માત્ર ભારતીય જ નહિ પરંતુ અંગ્રેજો પણ તેના સત્યને માનતા થયા હતા. તો તેવી ભારત ભૂમિ પર જન્મ લેવાનો જો તમને પણ ગર્વ હોય તો કોમેન્ટ જય દેવરાહા બાબા અને મેરા ભારત મહાન જરૂર લખજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment