કોલ્ડ્રીંક પીધા બાદ શું થાય આપણા શરીરમાં જાણો…. આ વાંચીને આજે જ બંધ કરી દેશો કોલ્ડ્રીંકસ પીવાનું

કોલ્ડ્રીંક પીધા બાદ શું થાય આપણા શરીરમાં જાણો…. આજે જ બંધ કરી દેશો કોલ્ડ્રીંકસ પીવાનું…. આ લેખ વાંચ્યા બાદ ક્યારેય પણ નહી પીવો ઠંડા પીણા…

મિત્રો ગરમીની ઋતુમાં આપણે ઠંડા પીણાનું સેવન કરતા જ હોઈએ છીએ. ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ગોળા વગેરેનું સેવન લોકો ખુબ જ કરતા હોય છે અને બધાને ઠંડુ પીણું અને આઈસ્ક્રીમ જેવા પદાર્થો ખુબ જ પસંદ હોય છે. મોટા ભાગે આપણે ગરમીની સીજનમાં વધારે ઠંડા પીણાનું સેવન કરતા હોઈએ છીએ.

પરંતુ આ હાલના સમયે ઠંડી હોય કે ગરમી હોય બધા લોકો ઠંડુ પીવાનું પસંદ કરતા જ હોય છે.  આજકાલ બધા જ યુવાનો ઠંડીમાં પણ સોડા અને આઈસ્ક્રીમની મજા લૂટતા હોય છે. પરંતુ કોઈ નથી જણાતું કે મૌસમ ઠંડીની હોય કે ગરમીની ક્યારેય પણ  ઠંડા પીણા ન પીવા જોઈએ અને આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ. તેનાથી ઘણી બધી બીમારીઓ ફેલાઈ છે. આ બંને વસ્તુ આપણા માટે એક સમયે જાણ લેવા પણ સાબિત થઇ શકે છે.  તો ચાલો જાણીએ કે કોલ્ડ્રીંકસ પીધા પછી આપણા શરીરમાં શું થાય. આ લેખ વાંચ્યા બાદ તમે ક્યારેય પણ કોલ્ડ્રીંકસ ન પીવા જોઈએ.

કોલ્ડ્રીંક પીધાના 60 મિનીટ બાદ આપણા શરીરમાં શું શું થાય છે એ જાણીએ. ખરેખર જોઈએ તો આ વાતને કોઈ નહિ જણાતું હોય. પરંતુ આ બાબત જણાવી ખુબ જ જરૂરી છે. કોલ્ડ્રીંકસમાં ગેસ હોવાને કારણે આપણા પેટમાં થતા ગેસ માટે ઉપયોગી સાબિત થાય છે. પરંતુ તેનું પણ એક માર્યાદિત માત્રામાં જ સેવન કરવું જોઈએ.

કોલ્ડ્રીંકસથી આપણા શરીર પર ખુબ જ ખરાબ અસર પડે છે કેમ કે કોલ્ડ્રીંકમાં ઝેરી શુગર જેવું કેમિકલ નાખવામાં આવે છે. જેના સેવનથી કેન્સર જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે. અને ઉમરના અમુક પડાવ પર પહોંચતા ડાયાબીટીસ પણ થઇ શકે છે.

કેમ કે કોલ્ડ્રીંકમાં લગભગ 1 ગ્લાસમાં દસ ચમચી કરતા પણ વધારે ખાંડની માત્રા રહેલી હોય છે. જે એક પ્રકારનું ઝેર જ હોય છે. કોલ્ડ્રીંકમાં ગળપણ માટે ખાંડ નથી નાખવામાં આવતી. તેની જગ્યાએ કેમિકલ નાખવામાં આવે છે અને તે આપણા શરીરના શુગર લેવલને ખુબ જ જડપથી વધારી દે છે અને આપણને ડાયાબીટીસનો શિકાર બનાવે છે.

કોલ્ડ્રીંક આપણા શરીરમાં આવતાની સાથે જ ગ્લુકોઝની માત્રા વધારી દે છે. કોલ્ડ્રીંક પીધા બાદ આપણને તરત જ ઓડકાર આવી જતો હોય છે. પરંતુ  આપણા શરીરમાં શુગર વધી જતી હોય છે અને તેના કારણે આપણને જડપથી ઓડકાર આવી જતો હોય છે. એક રીચર્સનું કહેવું છે કોલ્ડ્રીંકમાં આવતી શુગરની માત્રા આપણ શરીરમાં એટલી બધી વધી જાય છે જેના કારણે આપણી પાચનશક્તિ ધીમે ધીમે બિલકુલ નબળી પડી  જાય છે અને બધો જ ખોરાક આપણે લઈએ એ ચરબીમાં રૂપાંતર થઇ જાય છે અને શરીરનું પ્રમાણ વધી જાય છે.

કોલ્ડ્રીંકમાં કોફી અને સિગારેટ જેમ કેફીન મળી આવે છે.  આપણે કોલ્ડ્રીંકનું સેવન કરીએ તો તે કેફીન આપણા શરીરમાં ભળી જાય છે અને તેનાથી આપણી આંખની રોશની ઘટતી જાય છે. જે લોકો નિયમિત કોલ્ડ્રીંક પીતા હોય છે એ લોકો 60 મિનીટ કોઈ પણ કામ એક ધ્યાનથી નથી કરી શકતા. તેને થાક લાગવા લાગે છે.

કોલ્ડ્રીંક પીવાથી પેશાબમાં પણ ખુબ જ પ્રેશર આવે છે તેના કારણે આપણા શરીરમાં રહેલું પાણી ઘટી જાય છે. કોલ્ડ્રીંક આપણા શરીર માટે ઉપયોગી જે પાણી હોય છે તેને બહાર કાઢે છે અને કચરાને અંદર જ જમા કરે છે. જેના કારણે આપણી ચરબી વધવાની સમસ્યા થાય છે અને ખાસ તેની અસર આપણી કીડની પર પડે છે.

તો બને ત્યાં સુધી મિત્રો કોલ્ડ્રીંકનું સેવન ટાળવું જોઈએ. તે આપણા માટે ઘણી બધી રીતે નુકશાનદાયક છે. તમારો પણ અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જાણવો કે શું કોલ્ડ્રીંક પીવું જોઈએ કે નહી… છતાં કોમેન્ટ કરીને જણાવો તો તમને અત્યાર સુધી મનપસંદ કોલ્ડ્રીંક કયું ? 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ
Image Source: Google

Leave a Comment