જે લોકો ને શું ધંધો કરવો એ ખબર નથી એ આ લેખ જરૂર વાંચે .. રાશી અંક ના આધારે જાણો તમારે કયો બિઝનેસ કરવો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

તમારા જન્માંક પરથી જાણો કે તમે ક્યાં ક્ષેત્રમાં વધુ સારી સફળતા મેળવી શકો…

તમે પણ કોઈ એવી સફળતાની શોધ કરી રહ્યા છો જે તમારા મનને શાંતિ અપાવે  તો આ વાતમાં જ્યોતિષ શાસ્ત્ર અમુક અંશે તમને મદદ કરી શકે છે.મિત્રો અત્યારના જમાનામાં યુવાઓ માટે સૌથી અઘરો પ્રશ્ન એ હોય છે કે તેમને તેમના ઈન્ટરેસ્ટની ખબર નથી હોતી તેઓ કન્ફયુઝ થઇ જતા હોય છે. તો તેના માટે આ લેખ ખુબ જ મહત્વનો રહેશે.

આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે એ પણ જણાવે છે કે ક્યાં ક્ષેત્રમાં તમને સૌથી વધારે સફળતા મળશે. એવું નથી કે સફળતા આ ક્ષેત્રની બહાર ન મળે. કોઈ પણ ક્ષેત્રમાં તમે મહેનત કરો એટલે 100% સફળતા તો મળે પરંતુ જન્માંકના આધારે જો તમે અહીં દર્શાવેલા ક્ષેત્રમાં જાઓ તો તમને સફળતા તો મળે પણ મન સંતુષ્ટ પણ થશે.

 

શાસ્ત્ર અનુસાર દરેક મૂળાંક એટલે કે જન્મની તારીખનો જોડ.

🔱 માની લો કે કોઈ વ્યક્તિની જન્મ તારીખ છે ૧૬ /૮/૧૯૯૫. તો ચાલો જાણીએ કે આ જન્મ તારીખ ધરાવતા વ્યક્તિનો ભાગ્યાંક શું હોઈ શકે.

🔱 તારીખ =૧૬      = ૧ + ૬ =  ૭

🔱 મહિનો = ૮     (જો અહીં બે અંકનો મહિનો હોય તો તેનો પણ સરવાળો કરીને સૂક્ષ્મ અંક કાઢી લેવાનો છે.)

🔱 વર્ષ = ૧૯૯૫        =૧+૯+૯+૪=    ૨૩=      ૨+૩= ૬

🔱 હવે તારીખ મહિનો અને વર્ષ ત્રણેય  માંથી મળતી સંખ્યાનો સરવાળો કરવાનો છે (૭+૮+૬). આ ત્રણેયનો સરવાળો આવ્યો ૨૧. હવે તમારે આ સંખ્યાને પણ સૂક્ષ્મ મૂલાંક માં ફેરવી નાખવાની છે. મતલબ ૨+૧=૩. હવે જે સંખ્યા મળી તે છે આ વ્યક્તિનો ભાગ્યાંક આવ્યો ૩. તો મિત્રો તમે પણ આ રીતે તમારો ભાગ્યાંક કાઢી લો. ભાગ્યાંક હંમેશા ૧ થી ૯ ની સંખ્યામાંથી જ આવશે.

 

સૌથી પહેલા વાત કરીએ મૂળાંક 1 ની તો આ લોકોનો પ્રતિનિધિ ગ્રહ હોય છે સૂર્ય. આ મૂળાંકમાં જન્મ લેનાર લોકોમાં નેતૃત્વ કરવાની ગજબની શક્તિ હોય છે. તે લોકોને જીવનમાં રિસ્ક ઉઠાવવાનો શોખ હોય છે તેથી તેઓ એક સફળ બીઝનેસમેન પણ બની શકે છે. અને જો તેઓ નોકરી પણ કરવા માંગતા હોવ તો તેમણે મેનેજમેન્ટ વગેરે સંબંધિત નોકરી કરવી જોઈએ.

 

હવે વાત કરીએ તે લોકોની જેનો મૂળાંક 2 છે. આ લોકોનો સ્વભાવ ખુબ જ રચનાત્મક હોય છે. તેમને કળાથી પ્રેમ હોય છે. આર્ટ, પેઈન્ટ, ડાન્સ, ફેશન વગરે વસ્તુઓમાં કેરિયર બનાવવા આવે તો વિશેષ રૂપે સફળતા પ્રાપ્ત થશે.

મૂળાંક 3 ની વાત કરીએ તો જે લોકોનો જન્માંક 3 થતો હોય તેમનું પ્રતિનિધિત્વ બૃહસ્પતિ ગ્રહ દ્વારા કરવામાં આવે છે. આ લોકો ફાઈનાન્સ સંબંધી બાબતોમાં ખુબ જ મજબુતીથી નિર્ણય લે છે. આ સાથે સ્વભાવથી પણ ખુબ જ મજબુત હોય છે. આ લોકોને બેન્કિંગ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવું જોઈએ. આ ઉપરાંત પોતાનો વ્યવસાય કરવા માંગતા હોય તો તમારે રીટેઈલ સંબંધી વ્યવસાય કરવો જોઈએ.

 

જે લોકોનો મૂળાંક 4 છે તે લોકો પરંપરામાં માનતા નથી. આ લોકોમાં નિર્યણ શક્તિ ખુબ કમજોર હોય છે. પરંતુ તે લોકોમાં એક્ટિંગની કળા હોય છે. આ લોકોએ અભિનય ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. પરંતુ જુગાર સટ્ટાથી બચીને રહેવાની આવશ્યકતા છે.

જે લોકોનો મૂળાંક 5 છે તેની વાત કરીએ તો આ લોકોની અંદર ગજબની નિર્ણયશક્તિ હોય છે. તેમની વાતચીત કરવાની ટેકનીક પણ ખુબ જ ગજબની હોય છે. તેઓ પોતાની વાતોનો પ્રભાવ સામે વાળા વ્યક્તિમાં છોડવાની ક્ષમતા ધરાવે છે. તેઓને જોખમ ઉઠાવવામાં બિલકુલ ભય નથી લાગતો. ટેકનીક, ખેલકૂદ વગેરે જેવા ક્ષેત્રમાં કરિયર બનાવાથી તે ફાયદાકારક સાબિત થાય છે.

 

મૂળાંક 6 ધરાવતા લોકોનું પ્રતિનિધિત્વ શુક્ર ગ્રહ દ્વારા કરવામાં આવે છે. તેમને લાઈમ લાઈટમાં રહેવાનું પસંદ હોય છે. આ લોકો આકર્ષક વ્યક્તિત્વના માલિક હોય છે. આ લોકોએ હોટલ મેનેજમેન્ટ, લક્ઝરી ઉત્પાદન, મનોરંજન, સિનેમા વગેરે જેવા ક્ષેત્રમાં પોતાનું કરિયર સ્થાપિત કરવું જોઈએ.

જે લોકોનો મૂળાંક 7 છે તે લોકો માટે અધ્યયન હંમેશા ખાસ રહ્યું છે. તેમનું મગજ હંમેશા અલગ અલગ તરકીબો વિચારે છે અને સફળતા માટે નવા નવા તરીકાઓ પણ શોધવાની કોશિશ કરતા હોય છે. આ લોકોએ એવા ક્ષેત્રમાં જ પોતાનું કરિયર બનાવવું જોઈએ જ્યાં તેમને પોતાનું મગજ ચલાવવાનું અને પોતાના નવા આઈડીયાઝ અજમાવાની તક મળે.

 

મૂળાંક 8 હોય તે લોકો પોતાની ઉમરના 35 વર્ષ સુધી પોતાના કરિયરને લઈને સંઘર્ષો કરતા રહે છે. સ્વભાવથી તેઓ ખુબ જ સરળ અને સ્પષ્ટતાવાદી હોય છે. તેઓ પોતાની મહેનતથી કોઈ પણ મુકામ પર પહોંચી શકે છે. આ લોકોને રાજનીતિ, પ્રોપર્ટી, ફાઈનાન્સ વગેરે જેવા ક્ષેત્રોમાં પોતાનું કરિયર બનાવવું જોઈએ.

જે જાતકોનો મૂળાંક 9 છે તે લોકોને ખેલકૂદમાં વધારે રસ હોય છે. જો તેઓ આ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવાનું વિચારે તો તેમાં પણ તેમને ખુબ સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપરાંત ડીફેન્સ, વ્યવસાય અથવા રસાયણ ક્ષેત્રમાં પણ કરિયર બનાવવાની કોશિશ કરવી જોઈએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 thought on “જે લોકો ને શું ધંધો કરવો એ ખબર નથી એ આ લેખ જરૂર વાંચે .. રાશી અંક ના આધારે જાણો તમારે કયો બિઝનેસ કરવો”

  1. મને એક ધંધો ખોલવું છે. છે કપડાની દુકાન છે તો શું ધંધો ખોલી શકું છું … તમારી લેખ બહુ જ મને ઉપયોગ બની . પણ પીપલ્સ ઘઘો કપડાં નો ઘંઘો ખોલવો છે તો એનાં વિષય માહિતી આપો ને

    Reply

Leave a Comment