બાળકોના નામ રાખવા સમયે આ 8 બાબતનું ખાસ ધ્યાન રાખો….. નહિ તો બાળકના ભવિષ્ય પર જોવા મળશે ખરાબ અસરો…

બાળકોના નામ રાખવા સમયે આ 8 બાબતનું ખાસ ધ્યાન રાખો….. નહિ તો બાળકના ભવિષ્ય પર જોવા મળશે ખરાબ અસરો..

હિંદુ ધર્મમાં જોવામાં આવ્યું છે કે દરેક લોકો પોતાના બાળકોનું નામ કંઈ પણ વિચાર્યા વગર રાખે છે અને અમુક લોકો તો પોતાના બાળકના બે બે નામ રાખે છે. જેમ કે ઘરે તેને અલગ નામથી બોલાવે છે અને બહાર પણ અલગ નામથી બોલાવવામાં આવે છે. આનાથી તે બાળકના ભવિષ્ય પર અસર થાય છે. મનોવિજ્ઞાનની જાણકારી અનુસાર તેનું નામ એ બાળકના સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વને ઘણું અસર કરે છે. તેથી બાળકના નામ રાખવાના સમયે તમારે અમુક નિયમોનું પાલન કરવું પડે છે. તો ચાલો જાણીએ તે નિયમ ક્યાં ક્યાં છે.

મિત્રો તમારે તમારા બાળકનું નામ સંસ્કૃત કે તમારી માતૃભાષાને લગતું જ રાખવું જોઈએ. ભાષાનો નામ સાથેનો સીધો સબંધ હોય છે. ભાષા એ બાળકોને ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડીને રાખે છે. જો તમે તમારા ભાષાના વિરુદ્ધ એટલે કે વિદેશી ભાષાને લગતુ તમારા બાળકોનું નામ રાખશો તો તેના ભવિષ્ય પર અસર પડી શકે છે.

તમે જ્યારે બાળકોનું નામ રાખી રહ્યા હોવ ત્યારે નામ સંસ્કાર જરૂરથી કરશો અને આ નામ કરણ સંસ્કાર એ કોઈ શુભ દિવસે અને શુભ ચોઘડિયામાં  કરવું જોઈએ.

ત્રીજું છે તમારા બાળકોનું નામ ઘરે અને બહાર બંને જગ્યાએ એક જ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રાશિ અનુસાર રાખેલ નામથી બાળકને બોલાવવામાં આવે તો તે ખુબ જ શુભ રહે છે.

મિત્રો નામ એ મૃત્યુ સુધી એનું એ જ રહે છે પરંતુ છોકરીઓના લગ્ન થયા બાદ તેનું નામ બદલવામાં આવે છે તેથી તેનું નામ બદલવું ન જોઈએ અને આ પ્રથા ન કરવી જોઈએ. જેનાથી એ છોકરો અને છોકરી એ જેની સાથે લગ્ન કર્યા છે તેના પર ખરાબ અસર પડે છે અને સાથે જ છોકરીની માનસિકતા પર પણ અસર થાય છે.

મિત્રો તમારા બાળકનું નામ કદી પણ ભગવાનના નામ ઉપર ન હોવું જોઈએ. જેમ કે મહાદેવ, ભગવાન, ઓમ, હરી, દેવી, દેવતા,  ભગવતી, બ્રહ્મા, સચિવાનંદ, વેદ, જેવા નામ ન રાખવા જોઈએ. કારણ કે દરેક માણસ સંપૂર્ણ હોતો નથી તેનામાં અમુક ખામીઓ પણ હોય છે, સારી અને ખરાબ પ્રવૃત્તિ પણ હોય છે. તેથી તે નામ ધરાવતા વ્યક્તિને આપણે ખરાબ કહીએ તો ભગવાનને પણ લાગુ પડી શકે છે. એટલા માટે ભગવાન પરથી ક્યારેય નામ ન રાખવું જોઈએ.

બાળક નાનું હોય ત્યારે ઘરના લોકોએ હુલામણા નામ ન રાખવા જોઈએ. જેમકે પપ્પુ, ગટ્ટુ, ગોલુ, સોનુ, બચ્ચું જેવા નામ એના પર ખરાબ અસર પડી શકે છે અને એ ધીરે ધીરે તેના મૂળ નામમાંથી તેનું હુલામણું નામ પડી જાય છે.

મિત્રો તમારે બાળકોનું નામ પાડવું હોય ત્યારે ધર્મગ્રંથ, પંડિત, ઇન્ટરનેટ અને baby name book દ્વારા નામ પાડી શકાય છે. નામ પસંદ કરતી વખતે તેના અર્થને બરોબર રીતે સમજી લેવું જોઈએ.  કદી પણ અર્થ વગરનું નામ ન રાખવું જોઈએ અને બીજું એ કે કોઈ પણ નામનું ઉચ્ચારણ સરળ હોવું જોઈએ જેથી તેને બોલાવવામાં સરળતા રહે.

બાળકોનું નામ એવું રાખવું કે જેના પર તે બાળક ગર્વ કરી શકે, કોઈપણ વિચિત્ર પ્રકારનું નામ ન રાખવું  જોઈએ.

ચાલો તમે જો પરણિત હોવ અને તમારે પણ બાળકો હોય તો તેનું નામ કોમેન્ટમાં લખો, ચાલો જોઈએ કયું નામ સૌથી સુન્દર છે, અને કયું નામ સૌથી વધુ વખત રાખ્યું છે. 

તો મિત્રો બાળકોના નામ રાખવા માટે આ 8 બાબતોને ધ્યાનમાં રાખીને જ નામ રાખજો અને આ વિશે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “બાળકોના નામ રાખવા સમયે આ 8 બાબતનું ખાસ ધ્યાન રાખો….. નહિ તો બાળકના ભવિષ્ય પર જોવા મળશે ખરાબ અસરો…”

Leave a Comment