આખું અમદાવાદ બધી વસ્તુઓ લેવા આવે છે આ ૧૦ સસ્તા બજારમાં… જાણો આ ૧૦ બજારોનું સરનામું..

આખું અમદાવાદ બધી વસ્તુઓ લેવા આવે છે આ ૧૦ સસ્તા બજારમાં… જાણો આ ૧૦ બજારોનું સરનામું..

મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે મોંઘવારી ખુબ જ વધી રહી છે. નાની નાની વસ્તુઓ લેવામાં પણ આજે ખુબ જ પૈસાની જરૂર પડતી હોય છે. જેના કારણે ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે. તો મિત્રો તે આર્થિક તંગી સામે આજે લડવું પણ ખુબ જ મુશ્કેલ છે. માટે આજે અમે તમને દસ એવી માર્કેટ વિશે જણાવશું જ્યાં તમે કોઈ પણ વસ્તુને લેવા ઈચ્છો તો ખુબ જ સસ્તી મળી જશે. આ બજારો માત્ર એક જ શહેરમાં આવેલી છે. જ્યાં કોઈ પણ વસ્તુ બેહદ સસ્તી અને સારી મળી રહે છે. તો ચાલો જાણીએ ક્યાં છે આ બજારો.

અમે જે શોપિંગ માર્કેટની તમને વાત કરવા જી રહ્યા છીએ તે ગુજરતની સૌથી મોટી દસ શોપિંગ માર્કેટ છે. જે અમદાવાદમાં આવેલી છે. અલગ અલગ જગ્યા પ્રમાણે તે માર્કેટો ભરાય છે અને વસ્તુ સસ્તી હોવાને કારણે લોકો ખુબ જ શોપિંગ પણ કરતા હોય છે. જો મિત્રો એક વાર અમદાવાદ જાવ તો આ માર્કેટની મુલાકાતે અવશ્ય જજો. કેમ કે ત્યાં સસ્તું અને સારી ગુણવત્તા વાળી વસ્તુઓ મળી રહે છે.

અમદાવાદની દસ ટોપની માર્કેટમાં દશમાં નંબર પર છે રાણીનો હજીરો. આ માર્કેટ ખાસ બાંધણી માટે ખુબ જ પ્રખ્યાત છે. અહીં બાંધણીના લેરીયા, સાડી અને અન્ય ટ્રેડીશનલ કપડાં ખુબ જ સસ્તા ભાવે અને સારી ગુણવતાના મળી રહેશે. એટલું જ નહિ, આ માર્કેટના બાંધણીના કારીગરો જે કારીગરી અહીંના કપડાંમાં કરે છે તેવી કારીગરી આખા ગુજરાતમાં ક્યાંય નથી થતી.

ત્યાર બાદ નવમાં નંબર પર આવે છે નહેરુનગર પાથરણા બજાર. આ પાથરણા બજાર હવે એસ, જી, હાઈ-વે પર ભરાય છે. અહીં સ્ત્રીઓ માટે અને બાળકો માટે જોઈએ એવી વેરાયટીના કપડાં મળી જાય છે. જે સામાન્ય બજાર કરતા 50 % કરતા પણ વધારે સસ્તું હોય છે.

આઠમાં નંબરની માર્કેટ છે શ્રીજી રોડ. જ્યાં બ્રાન્ડેડ કપડાંના અનેક મોલ છે. મિત્રો જે લોકો બ્રાન્ડેડ વસ્તુઓના શોખીન હોય તે લોકોએ શ્રીજી રોડની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. કારણ કે તે ખાસ બ્રાન્ડેડ કપડાં માટેની દુકાનો આવેલી છે. જ્યાં અવારનવાર ઓફર્સ ચાલતી હોય છે જેના કારણે ઘણી વાર ત્યાં કપડાં ખુબ જ સસ્તા મળી રહે છે. આ બજારમાં તમને બધી જ બ્રાંડના કપડાં મળી રહે છે.

સાતમાં નંબર પર છે ખાણીપીણી માટે વખણાતો માણેક ચોક. તમને જણાવી દઈએ કે અમદાવાદનો માણેક ચોક પણ સૌથી સારું માર્કેટ છે. રાત્રીના સમયે ત્યાં હેન્ડીક્રાફ્ટ અને તેને લગતી અન્ય વસ્તુઓ સસ્તા ભાવે મળે છે. અને હા, માણેકચોક આખા અમદાવાદમાં ખાણીપીણી માટે ખુબ જ ફેમસ છે. ત્યાં મળતી દરેક સ્ટ્રીટફૂડ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.

ત્યાર બાદ આવે છે અમદાવાદની સિંધી માર્કેટ. આ સિંધી માર્કેટમાં કપડાં ખુબ જ સસ્તા મળી રહે છે. ત્યાં તમે કોઈ પણ વસ્તુના ભાવતાલ કરીને તમે ઈચ્છો એટલી સસ્તી વસ્તુ લઇ શકો. ખાસ કરીને સ્ત્રીઓના કપડાં માટે આ માર્કેટ ખુબ જ સારી છે. ત્યાં સ્ત્રીઓને જોઈએ તેવી વેરાયટીમાં ખુબ જ સસ્તા ભાવે કપડાં મળે છે.

અમદાવાદની પાંચમાં નંબરની માર્કેટ માત્ર ગુજરાત કે ભારત જ નહિ, પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. તે માર્કેટ આવેલી છે લો ગાર્ડન. અહીં નવરાત્રી અને લગ્ન માટેના ટ્રેડીશનલ કપડાં ખુબ જ સસ્તા ભાવે મળે છે. તેમજ અનેક વેરાયટીમાં મળી રહે છે. ગુજરાતમાં ક્યાંય ન જોવા મળતી ડીઝાઈનના ટ્રેડીશનલ કપડાં લો ગાર્ડનમાં જોવા મળે છે. આ ઉપરાંત ત્યાં ટ્રેડીશનલ કપડા માટેની અન્ય એસેસરીઝ પણ સસ્તા ભાવે મળે છે. હવે તો હીરો હિરોઈન અને ફિલ્મો માટેની ખરીદી પણ અહીંથી કરી રહ્યા છે.

અમદાવાદની ચોથા નંબરની સૌથી શ્રેષ્ઠ માર્કેટ છે રતન પોળ. અહીં અનેક ડીઝાઇનર સાડીઓ, ડ્રેસ અને મટીરીયલ મળે છે. અહીં સાડીઓના મોટા મોટા શો રૂમ છે અને તેમાં હજારો વેરાયટીઓ પણ તમને મળી રહે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ લગ્નની ખરીદી રતન પોળમાંથી જ કરવાનું પસંદ કરે છે.

ત્રીજા નંબર પર આવે છે ઢાયગર વાડ. આ અમદાવાદની સૌથી જૂની માર્કેટ છે. અહીં સસ્તા ભાવે સાડી, ચણીયાચોળી, કુર્તા તેમજ ડ્રેસનું મટીરીયલ્સ મળી રહેશે. જો લગ્ન માટેની ખરીદી કરવી હોય તો આ માર્કેટ સૌથી શ્રેષ્ઠ છે. લગ્નને લગતી બધી જ વસ્તુઓ ખુબ જ સસ્તી મળી રહે છે.

અમદાવાદની બીજા નંબર પરની માર્કેટ છે ગુજરી બજાર. એટલે કે રવિવારી બજાર. આ બજારમાં લેડીસ જેન્ટ્સ વગેરે માટે કપડાં, ફર્નીચર, રસોડાનો સામાન વગેરે જેવી તમામ વસ્તુઓ સસ્તા ભાવે મળી રહેશે.

ત્યાર બાદ પહેલા નંબરની માર્કેટ છે લાલ દરવાજા. મિત્રો અમદાવાદમાં શાયદ જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે લાલ દરવાજા માર્કેટમાંથી કંઈ ખરીદ્યું ન હોય. લાલ દરવાજા માર્કેટ માત્ર અમદાવાદની જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતની સૌથી સસ્તી માર્કેટ છે. અહીં તમને કપડાંથી લઇને દરેક વસ્તુ સસ્તા ભાવે મળી રહેશે. દરેકે દરેક વસ્તુ ખુબ જ ઓછા ભાવે મળશે.

તો મિત્રો હવે જ્યારે પણ અમદાવાદ જાવ તો આ માર્કેટમાં જવાનું ભૂલતા નહિ, તેમજ જો તમે ક્યારેય આમાંની કોઈ પણ માર્કેટમાંથી ખરીદી કરી હોય તો કોમેન્ટમાં તમારા અનુભવો શેર કરજો અને તમારા શહેર કે ગામની પણ કોઈ આવી સસ્તી બજાર હોય તેનું નામ કોમેન્ટ કરો.

1 thought on “આખું અમદાવાદ બધી વસ્તુઓ લેવા આવે છે આ ૧૦ સસ્તા બજારમાં… જાણો આ ૧૦ બજારોનું સરનામું..”

Leave a Comment