તથ્યો અને હકીકતો

મોડું ના કરતા રીઝલ્ટ પછી તરત જ બાળકના આગળના અભ્યાસ માટે મેળવો 20 લાખ રૂપિયા સુધીની લોન… શેર કરો

મોડું ના કરતા રીઝલ્ટ પછી તરત જ બાળકના આગળના અભ્યાસ માટે મેળવો 20 લાખ રૂપિયા સુધીની લોન… શેર કરો

કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ અને સફળ જિંદગી પસાર કરવા માટે એક વેલ્યુએબલ એજ્યુકેશનની ખુબ જરૂરીયાત હોય છે. દરેક માતાપિતા પોતાના સંતાનોને એક સારું શિક્ષણ અપાવવા માંગતા હોય છે અને તેના માટે તેઓ બચત પણ કરતા હોય છે. પરંતુ આજના સમયમાં ફી ના ધોરણો દિવસે દિવસે ઊંચા આવતા જાય છે. માટે જો તમારે કોઈ નામાંકિત કોલેજમાંથી ડીગ્રી મેળવવી હોય કે વિદેશ જઈને અભ્યાસ કરવો હોય તો તેનો ખર્ચો અનેક ગણો વધી જતો હોય છે.

એક અધ્યયન અનુસાર સામે આવ્યું છે અભ્યાસના ખર્ચમાં એક વર્ષમાં 15 % વધારો થાય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો આજે MBA કરવાનો ખર્ચ 2.5 લાખ હોય તો આજથી 15 વર્ષ પછી તેનો ખર્ચો  20 લાખ સુધી પહોંચી જશે. તો આ રીતે કોઈ પણ સારા કોર્સની વધારે ફી હોવાના કારણે અમુક વિદ્યાર્થીઓની ઈચ્છા હોય તેમ છતાં પણ તેઓ આગળ અભ્યાસ કરતા નથી અને કોઈ સામાન્ય અભ્યાસ કરીને સામાન્ય નોકરી મેળવતા હોય છે. તેનું એક માત્ર કારણ એ હોય છે કે તેના માતાપિતા આર્થિક રીતે એટલા સદ્ધર નથી હોતા કે તે તેના અભ્યાસ પાછળ વર્ષના 2 થી 3 લાખ દર વર્ષે ખર્ચી શકે.

પરંતુ મિત્રો હવે તમારે આ રીતે તમારા સપનાઓ સાથે કોમ્પ્રમાઈઝ કરવાની જરૂર નથી. કારણ કે તમારી પાસે અભ્યાસના ખર્ચના અને ફી ભરવાના પૈસા ન હોય તો તમે એજ્યુકેશન લોન લઈને પણ અભ્યાસમાં આગળ વધી શકો છો. જો કે આ સ્કીમ ઘણા વર્ષોથી કાર્યરત છે, પરંતુ ઘણા ઓછા લોકો તેનો લાભ ઉઠાવતા હોય છે. તેથી આજનો આ લેખ વધારેને વધારે શેર કરજો. જેથી કોઈ પણ વ્યક્તિને પોતાની આર્થિક પરિસ્થિતિઓના કારણે પોતાના સપનાઓ સાથે સમજોતો ન કરવો પડે.

તો ચાલો જાણીએ એજ્યુકેશન લોન વિશેની સંપૂર્ણ માહિતી. ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે અને કેટલી રકમ મળી શકે છે અને કંઈ રીતે તે લોન પરત કરવાની હોય છે. તેમજ તેમાં કંઈ કંઈ છૂટ મળે છે તેની સંપૂર્ણ માહિતી તમને આ લેખમાં મળી જશે.

સૌપ્રથમ તો જણાવી દઈએ કે એજ્યુકેશન લોન રૂપે મળતી રકમમાં આપણા કોર્સની ફી અને કોલેજના અન્ય ખર્ચાઓ આવે છે. જેમ કે રહેવાનો, પરીક્ષા વગેરેનો ખર્ચ. આ લોન લેવા માટેનો મુખ્ય બોરોઅર વિદ્યાર્થી હોય છે. તેના વડીલ કે ભાઈ બહેન પણ બોરોઅર બની શકે છે.

ભારતમાં આગળનો અભ્યાસ કરવા માટે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓ આ લોન મેળવી શકે છે. લોનની રકમ કોર્સ પ્રમાણે અલગ અલગ હોય છે. આ ઉપરાંત આ લોનની રકમ બેંક પર પણ નિર્ભર કરે છે. અલગ અલગ બેંકમાં અલગ અલગ રકમ નિર્ધારિત કરેલી હોય છે. આ લોન તમે પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ કે વેકેશનલ કોર્સ માટે લઇ શકો છો. તેમજ એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, મેડીકલ, હોટલ મેનેજમેન્ટ અને આર્કીટેકચર વગેરેમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે પણ આ લોન લઇ શકો છો.

આ લોન માટે વિદ્યાર્થી 10 કે 12 ધોરણ પાસ હોય તે ખુબ જ જરૂરી છે. આ લોન તમે બેન્કમાંથી મેળવી શકો છો. બેંકમાં જઈને એજ્યુકેશન લોન માટેનું ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જોડીને તમે લોન લઇ શકો છો. આ લોન લેનાર વ્યક્તિ એક ભારતીય નાગરિક હોવો ખુબ જ જરૂરી છે. વિદ્યાર્થીને ભારતની કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનીવર્સીટી અથવા વિદેશી યુનીવર્સીટીમાં એડમીશન મળ્યા બાદ આ લોન મળે છે. ( જો કે અમુક બેંકો એડમીશન કન્ફર્મ થયા પહેલા પણ લોન આપે છે.) લોન લેનારની સરકાર દ્વારા કોઈ વય મર્યાદા નક્કી નથી કરી. પરંતુ લગભગ બેંકોએ પોતાની રીતે 18 થી 35 વચ્ચેની વય મર્યાદા સેટ કરેલી છે.      

આ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજોમાં વિદ્યાર્થીની સંસ્થા કે યુનીવર્સીટીનો એડમીશન લેટર, તેનું ફી નું સ્ટ્રક્ચર, 10 અને 12 ધોરણની માર્કશીટ તેમજ જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની પણ માર્કશીટ જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત જો આવેદક કોઈ નોકરી કરતો હોય તો તેની સેલેરી સ્લીપ અને આઈટીઆરની કોપી પણ માંગવામાં આવે છે.

મિત્રો અહીં વિદ્યાર્થીની જરૂરીયાતોના આધારે લોનની રકમ નિર્ધારિત થાય છે. જો તમારે 4 લાખ સુધીની લોન મેળવવી હોય તો તેના માટે તમારે કંઈ પણ ગીરવે નથી મુકવું પડતું. 4 લાખ સુધીની લોન તમને સામાન્ય મળી જાય છે. પરંતુ તમારે 4 લાખથી વધારે રકમ માટે ભારતમાં અભ્યાસ કરવા માટે 5 % અને વિદેશમાં અભ્યાસ કરવા માટે 15% માર્જીન મનીની જરૂરીયાત રહે છે.

આ ઉપરાંત જો તમે 7.5 લાખથી વધારે લોન લેવા માંગો છો તો તેના માટે તમારે બેંક કંઈક ગીરવી મુકવા માટે પણ કહી શકે છે. આ રીતે તમે કોઈ પ્રોપર્ટી કે  કોઈ અન્ય વસ્તુ ગીરવી મૂકી 20 લાખ સુધીની લોન પણ મેળવી શકો છો. લોન એપ્લીકેશન સ્વીકાર થયા બાદ તરત જ કોલેજ કે યુનીવર્સીટીના ફીનો હિસાબ કરી બેંક લોન આપી શકે છે.

હવે સવાલ એ થાય કે લોન લઇ લીધા બાદ લોન ક્યારે ચુકવવાની હોય છે. આ લોન સામાન્ય રીતે વિદ્યાર્થી જ ચુકવે છે અને લગભગ બેન્કોમાં કોર્સ પૂરું થયા બાદ જ લોનનું રીપેમેન્ટ કરવાનો નિયમ હોય છે. ઘણી વાર અમુક બેંક કોર્સ પૂરો થયા બાદ 6 મહિના કે એક વર્ષનો સમય આપે છે.

વિદ્યાર્થીએ આ લોન પાંચથી સાત વર્ષમાં  હપ્તા દ્વારા ચૂકતે કરવાની હોય છે. ઘણી વખત સમય મર્યાદા વધારે પણ હોય શકે છે. લોન પર વ્યાજ સામાન્ય હોય છે અને કોર્સ દરમિયાન તે પણ EMI ના રૂપે ચૂકવવાનું હોય છે. જેથી કોર્સ ખતમ થયા બાદ વિદ્યાર્થી પર વધારે રકમનો બોજ ન આવે.

આયકર કાનુનના સેક્શન 80E અંતર્ગત લોનના વ્યાજદરમાં ઘટાડાની છૂટ પણ મળે છે. આ છૂટ કોઈ પણ વ્યક્તિ પોતે અથવા તો કોઈ માતાપિતાએ પોતાના બાળકના શિક્ષણ માટે લીધેલી લોનના વ્યાજ પર મળે છે. લોનના કુલ વ્યાજને તમે તમારી કર યોગ્ય આવકમાંથી ઘટાડી શકો છો અને આ છૂટ વધારેમાં વધારે 8 વર્ષ સુધીની મળે છે.

આ ઉપરાંત લોન લેતા પહેલા પ્રોસેસિંગ ચાર્જ, પ્રી પેમેન્ટ, લેટ પેમેન્ટ ફી વગેરે વિશેની માહિતી ખાસ લઇ લેવી. લગભગ બેન્કોમાં લોનની રકમના 0.15 % પ્રોસેસિંગ ફી વસુલવામાં આવતી હોય છે. આ ઉપરાંત જો તમે લોન સમયસર ચૂકવી દો તો તમારો ક્રેડીટ રેટિંગ સારો રહેતા ભવિષ્યમાં તે ફાયદાકીય સાબિત થાય છે. જેના કારણે તમને આગળ જતા હોમ લોન, કાર લોન વગેરે લોન સરળતાથી મળી જાય છે. આના વિશેની વિશેષ માહિતી તમે તમારી નજીકની કોઈ પણ બેંકની શાખામાં જઈને મેળવી શકો છો. જ્યાંથી તમને પૂરી ડીટેલ સાથે માહિતી મળી રહેશે..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *