મહાભારતના મહાન અસ્ત્રો, આ એક યોદ્ધા પાસે હતું સૌથી ખતરનાક અસ્ત્ર, જે પૂરું કરી શકતો હતો એક જ વારમાં મહાભારતને

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 સૌથી મહાન અસ્ત્ર કયું છે… 💁

🏹 પ્રાચીન ઇતિહાસમાં ઘણા બધા એવા અસ્ત્રનો ઉપયોગ  કરવામાં આવતો હતો જે આપણા હાલના ગ્રહોને પણ તબાહ કરી શકતા હતા. આ બધા અસ્ત્રનું જ્ઞાન દેવતાઓ અને અમુક ખાસ લોકોને જ હતું. પ્રાચીન ઇતિહાસમાં દેવતાઓની વચ્ચે પણ ઘણા બધા યુદ્ધ થયા હતા જેમાં અલગ અલગ અસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આપણા મનમાં એ સવાલ થાય કે બધા જ અસ્ત્રમાંથી કયું અસ્ત્ર સૌથી શક્તિશાળી હતું.Image Source :

🏹 આપણા પુરાણો અને મોટાભાગની કથાઓમાં એ સાંભળ્યું છે કે બ્રહ્માસ્ત્ર જ સૌથી શક્તિશાળી અસ્ત્ર હતું. પરંતુ આપણે આપણા વેદોનું ઊંડું અધ્યયન કરીએ તો આપણને તે જાણવા મળશે કે આ સાચું નથી. ખરેખર ઘણા અસ્ત્ર એવા પણ હતા જે બ્રહ્માસ્ત્રથી પણ વધારે શક્તિશાળી હતા. તો આજે આપણે જાણીશું ચાર એવા અસ્ત્ર વિશે જે બ્રહ્માસ્ત્રથી પણ વધારે શક્તિશાળી હતા.

  1. એક એવું અસ્ત્ર જે બ્રહ્માસ્ત્રથી પણ ચાર ગણું વધારે શક્તિ શાળી હતું. આ અસ્ત્રનું નામ છે બ્રહ્મ શીરાસ્ત્ર. આ અસ્ત્ર બ્રહ્માસ્ત્રનું જ અતિ વિકસિત રૂપ હતું. મંત્રથી કોઈ પણ અસ્ત્રને બ્રહ્મ શીરાસ્ત્ર બનાવી શકાય છે. જ્યારે આ અસ્ત્ર ચલાવવામાં આવતું ત્યારે આકાશમાંથી અગ્નિનો વરસાદ થતો અને જો આ અસ્ત્રને બ્રહ્માસ્ત્રની વિરુદ્ધ ચલાવવામાં આવતું તો આ અસ્ત્ર તેને પણ નષ્ટ કરી દેતું. આ અસ્ત્ર બ્રહ્માના ચાર મુખને પ્રગટ કરતુ હતું. મહાભારતના સમયે આ અસ્ત્રનું જ્ઞાન પરશુરામ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વથામા અને અર્જુનની પાસે હતું.Image Source :
  2. બીજા નંબર પર એ અસ્ત્ર છે જે બ્રહ્માના પાંચ મુખને પ્રગટ કરતુ હતું. આ અસ્ત્રનું નામ હતું બ્રહ્માંડ અસ્ત્ર. આ અસ્ત્રને બ્રહ્મ દંડ અસ્ત્ર પણ કહેવામાં આવતું હતું. જો આ અસ્ત્રને છોડવામાં આવે તો આ અસ્ત્ર આખા બ્રહ્માંડને નષ્ટ કરી શકે તેમ હતું. જો આ અસ્ત્રને રક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવે તો આ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને બ્રહ્મ શીરા અસ્ત્રને પણ ટક્કર આપી શકે તેવું હતું. વિશ્વામિત્ર અને વશિષ્ટ ઋષિના યુદ્ધમાં જ્યારે બ્રહ્માંડ અસ્ત્રએ બધા જ અસ્ત્રને હરાવી દીધા ત્યારે વિશ્વામિત્રએ માન્યું હું કે આ અસ્ત્ર સૌથી શક્તિશાળી છે.
  3. ત્રીજા નંબર પર છે ભગવાન શ્રી કૃષ્ણનું અસ્ત્ર સુદર્શન ચક્ર. સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુ દ્વારા શ્રી કૃષણને મળ્યું હતું. સુદર્શન ચક્ર પોતામાં રસ્તામાં આવનારી દરેક વસ્તુને નષ્ટ કરી નાખતું હતું. એક વાર છોડી દીધા પછી તે પોતાના દુશ્મનનો પીછો કરતુ હતું. અને જ્યાં સુધી તેને નષ્ટ ન કરી દે ત્યાં સુધી તે પાછું ન આવતું. ભગવાન શ્રી કૃષ્ણએ ઘણા બધા યોદ્ધાઓની સાથે યુદ્ધ કર્યું હતું અને સુદર્શન ચક્ર દરેક અસ્ત્રની સાથે યુદ્ધમાં મુકાબલો કરી શકતું હતું. સુદર્શન ચક્ર બ્રહ્માસ્ત્રને પણ પણ થોડી જ ક્ષણમાં નષ્ટ કરી શકતું હતું.Image Source :
  4. સૌથી શ્રેષ્ઠ અસ્ત્રને ચૂંટવું તે ખુબ જ મુશ્કિલ હતું. કેમ કે બે અસ્ત્ર એવા હતા તે બંનેની વચ્ચે જ્યારે પણ ટક્કર થઇ તો તેનું પરિણામ એ આવ્યું કે આ બંને અસ્ત્ર સમાન રૂપથી શક્તિશાળી છે. ભગવાન શિવજીનું પશુંપાસ્ત્ર અને ભગવાન વિષ્ણુનું નારાયણાસ્ત્ર.

⚔ પશુપતાસ્ત્ર ભગવાન શિવજીનું સૌથી પ્રલયંકારી અસ્ત્ર હતું. આ અસ્ત્રની સાથે કોઈ બીજું અસ્ત્ર ક્યારેય ટકી ન શકતું હતું. આ અસ્ત્ર દ્વારા જો વિનાશ કરવામાં આવે તો ક્યારેય પણ તેને ફરી પાછું તેનું સર્જન કરી ન શકાય. આ અસ્ત્રને મેળવવાનું જ્ઞાન માત્રને માત્ર ભગવાન શિવજી પાસે જ હતું. આ અસ્ત્રનો ખોટો ઉપયોગ ન થાય એટલા માટે ભગવાન શિવજી એ પોતાના પુરતું જ સીમિત રાખ્યું.Image Source :

⚔ આવું અસ્ત્ર ભગવાન વિષ્ણુ પાસે પણ હતું નારાયણાસ્ત્ર. આ અસ્ત્ર ચક્રની જેમ જ ફરતું હતું. મિસાઈલની જેમ આગની વર્ષા કરતુ હતું. તેનો જેટલો વિરોધ કરવામાં આવે એટલું જ વધારે શક્તિશાળી પ્રહાર કરતુ હતું. નારાયણાસ્ત્રથી બચવાનો એક જ રસ્તો હતો આત્મસમર્પણ. આપણા વેદોમાં પણ આ બંને અસ્ત્રોને સૌથી વિધવંશક અસ્ત્ર માનવામાં આવ છે. અને બીજું કોઈ પણ અસ્ત્ર આ બંને અસ્ત્રનો મુકાબલો કરી શકતા ન હતા. એક બીજા પર છોડવામાં આવે તો આ અસ્ત્ર સમાન રૂપે ટકરાતા હતા. મહાભારતમાં શ્રી કૃષ્ણ પાસે જ હતું આ એક નારાયનાસ્ત્ર જેનાથી તે એક જ વારમાં પૂરું મહાભારત પૂરું કરી શકતા હતા પણ તેમનો નિયમ હતો અસ્ત્ર કે શસ્ત્ર યુદ્ધમાં લેવાનું નહિ માટે ભગવાને આ અસ્ત્ર નહોતું લીધું.

💁 આપણા વેદોમાં પણ આ અસ્ત્રનું જ્ઞાન ગુપ્ત જ રાખવામાં આવ્યું હતું. અને કળિયુગની શરૂઆતથી જ આ અસ્ત્રનું જ્ઞાન લુપ્ત કરી દેવામાં આવ્યું. કેમ કે આજે માણસોની વિનાશકારી વિચારધારાથી તેનો ઉપયોગ કરવામાં આવે તો પરિણામ વિધ્વશકારી હોત.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 thought on “મહાભારતના મહાન અસ્ત્રો, આ એક યોદ્ધા પાસે હતું સૌથી ખતરનાક અસ્ત્ર, જે પૂરું કરી શકતો હતો એક જ વારમાં મહાભારતને”

Leave a Comment