આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો હોય છે… ભગવાન શ્રી કૃષ્ણથી નજીક

આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ભગવાન શ્રી કૃષ્ણથી નજીક હોય છે…

આ દુનિયામાં દરેક વસ્તુને એક ખાસ નામ આપવામાં આવે છે. તેવી જ રીતે દુનિયામાં જન્મ લેનાર દરેક વ્યક્તિનું રાશિ અનુસાર એક નામ રાખવામાં આવે છે. તે વ્યક્તિને અલગ ઓળખ આપે છે. દરેક નામનો કોઈ ખાસ અર્થ હોય છે અને નામનો પહેલો અક્ષર તેની રાશિના આધારે જ હોય છે. દરેક નામ વ્યક્તિના વ્યક્તિત્વ અને વ્યવહારને દર્શાવે છે.

આપણા નામ સાથે પણ ભગવાન જોડાયેલા હોય છે. આમાંથી અમુક અક્ષર એવા છે કે જે ભગવાન શ્રીકૃષ્ણની  સૌથી નજીક હોય છે. તો આજે અમે એવા પાંચ અક્ષર જણાવશું કે જેનાથી શરૂ થતા નામ વાળા વ્યક્તિઓ ભગવાન શ્રી કૃષ્ણની સૌથી નજીક હોય છે.

D અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના હૃદયની ખુબ નજીક વસેલા હોય છે. તેમના પર કૃષ્ણની કૃપાદ્રષ્ટિ  રહેલી હોય છે. તેઓ જે કામ હાથમાં લેતા હોય છે તે કામમાં તેમને અવશ્ય સફળતા મળે છે. જો ક્યારેક તેમને સફળતા ન મળે તેવું પણ બને ત્યારે તેમને નિરાશ ન થવું જોઈએ. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવી જોઈએ તેનાથી તમારું કામ આગળ વધશે. અને આગળ જઈને તેમના જીવનમાં ખુશીઓ લાવશે. તેઓનો સ્વભાવ ખુબ જ દયાળુ હોય છે. તેઓ મિત્ર હોય કે શત્રુ બંનેની મદદ કરે છે.

બીજો અક્ષર છે K. તો આ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત માનવામાં આવે છે. તેથી જ ભગવાન તેની દરેક સમયે સેવા કરે છે. તે લોકોને ભગવાનની પૂજા કરવામાં વિશેષ રૂચી હોય છે. તેમને દરેક કામમાં પરફેક્શન જોઈએ છે. માટે તેઓ કંઈ પણ કરતા પહેલા વિચારે છે. તેઓ પોતાના વિશે વધારે વિચારતા હોય છે. પૈસાને લઈને તે હમેંશા સીરીયસ રહે છે. તેઓને એક સમજદાર સાથીની શોધ હોય છે.

ત્યાર બાદ છે M થી શરૂ થતા નામ વાળા લોકો. તો તેમની પર ભાગવાણ શ્રી કૃષ્ણની કૃપા હમેંશા રહે છે. જેના કારણે તે લોકો ભગવાનની સૌથી નજીક હોય છે. આ નામ વાળા લોકો પોતાની વાતો અને જજ્બાતને હૃદયમાં છુપાવીને રાખે છે. તેઓ પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે. આ લોકોને એવા જીવન સાથીની તલાશ હોય છે કે જે તેને સૌથી અધીક પ્રેમ કરે.

ત્યાર બાદ છે P અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો. આ લોકો ભગવાન શ્રી કૃષ્ણ પર અતુટ વિશ્વાસ રાખે છે. જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તેમની સાથે રહે છે અને હમેંશા તેમનો સાથ આપે છે. તેઓ ખુલ્લા વિચારોના માલિક હોય છે. તેઓને સાફ સફાઈમાં ખુબ રૂચી હોય છે. તેઓને સુંદર લોકો પસંદ આવે છે. તેઓ પોતાના જીવનસાથી સાથે કેટલું પણ જગડે પરંતુ તેનો સાથ ક્યારેય નથી છોડતા.

ત્યાર બાદ આવે છે S અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો. આ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો માટે કહીએ તો તેઓ ખુબ જ મહેનતી સ્વભાવના હોય છે. તેઓ ખુબ ધનવાન હોય છે અને સાથે બુદ્ધિથી પણ થોડા તેજ હોય છે. માટે તેઓ લોકોને પસંદ આવે છે. તેઓને પોતાની વસ્તુ શેર કરવી પસંદ નથી હોતી. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના હૃદયની નજીક હોય છે તેનું કારણ છે તેનો શાંત અને કોમળ સ્વભાવ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment